રાજ્ય ચૂંટણી આયોગે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં અનામત બેઠકો ફાળવી, જાણો વિગત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ થઈ ગઈ છે. રાજ્ય ચૂંટણી આયોગે 6 મહાનગરપાલિકા અને 1 નગરપાલિકાની અનામત બેઠકોની ફાળવણી જાહેર કરી દીધી છે. આ સાથે જ મનપાની રોટેશન યાદી અને અનામત વર્ગવાર બેઠક ફાળવણી યાદી પણ જાહેર કરી છે. કયા શહેરોમાં ફાળવણી થઈ? રાજ્ય ચૂંટણી આયોગે નીચેની 6 મહાનગરપાલિકાઓમાં અનામત બેઠકોની ફાળવણી કરી છે: – અમદાવાદ – સુરત – વડોદરા – રાજકોટ – ભાવનગર – જામનગર તે ઉપરાંત, બનાસકાંઠા જિલ્લાના થરાદ નગરપાલિકા માટે પણ અનામત બેઠકોની ફાળવણી જાહેર કરવામાં આવી છે. અમદાવાદ મહાનગરપાલિકાની વિગતવાર ફાળવણી અમદાવાદ શહેરમાં કુલ 48 વોર્ડ અને 192 બેઠકો છે. આ 192 બેઠકોમાંથી: – 133 બેઠકો અલગ-અલગ અનામત વર્ગોને ફાળવાઈ છે – 59 બેઠકો સામાન્ય વર્ગ માટે રાખવામાં આવી…
અમદાવાદના માધુપુરામાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના, કાર ચાલકે 3થી 4 લોકોને લીધા અડફેટે
અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાં આજે એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં બેફામ કાર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવતાં ત્રણથી ચાર લોકોને અડફેટે લીધા. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફાટી પડ્યો અને અકસ્માત સ્થળે તોફાન સમાન હલચલ જોવા મળી. કારચાલકે રસ્તા પર ચાલતાં લોકોને માર્યુ ટક્કર માધુપુરા વિસ્તારમાં એક બેફામ કારચાલકે પોતાની ગતિ કાબૂમાં નહીં રાખતાં રસ્તા પર ચાલતા 3-4 લોકોને ટક્કર મારી હતી. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે ભારે કિસ્સો સર્જાયો હતો. તૂટી પડેલા લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી અકસ્માત બાદ કાર ચાલકને ઝડપી લીધો ત્યારે સ્થાનિક લોકોનું ગુસ્સું કાબૂમાં ન રહી અને તેમણે કારમાં તોડફોડ કરી દેવામાં આવી હતી. કારને ભારે નુકસાન થયું છે.…
IAS અધિકારીઓની ઉદાસીનતા: ધોળકામાં પ્રદૂષણ મુદ્દે કોર્ટની નોટિસ
પંકજ મકવાણા – અમદાવાદ: ધોળકા અને તેની આસપાસના ગામોના જળસ્ત્રોતોમાં ફેલાયેલા ગંભીર પ્રદૂષણને ન રોકી શકવા બદલ ગુજરાત હાઈકોર્ટે કડક પગલાં લીધાં છે. કોર્ટે ચાર આઈએએસ અધિકારીઓ અને ધોળકા નગરપાલિકાના ચીફ ઓફિસર સામે અદાલતના આદેશોનું પાલન ન કરવા બદલ ‘કોર્ટના તિરસ્કાર’ની નોટિસ ફટકારી છે. આ નોટિસમાં અમદાવાદના કલેક્ટર સુજીત કુમાર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના ચેરમેન આર.બી. બારડ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના ચેરમેન એમ. થેન્નારસન, મેનેજિંગ ડિરેક્ટર રમ્યા મોહન અને ધોળકાના ચીફ ઓફિસર પ્રાર્થના જાડેજાનો સમાવેશ થાય છે. જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ એલ.એસ. પીરઝાદાની બેન્ચે 25 સપ્ટેમ્બરે આ નોટિસ જારી કરી, જે 2018ની એક જનહિત અરજી (PIL)ના સંદર્ભમાં છે. આ અરજીમાં હાર્દિક શાહે આક્ષેપ કર્યો હતો કે ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી અને ઔદ્યોગિક એકમોનું રાસાયણિક…
અમદાવાદમાં ખેલૈયા માટે ખુશ ખબર, હવે રાત્રે 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો
નવરાત્રી દરમિયાન ખેલૈયાઑ ગરબે ઝૂમવા માટે નીકળી પડે છે અને આ દરમિયાન ટ્રાફિકની સમસ્યા સતત જોવા મળે છે. બીજી તરફ રાત્રે વાહનોનું ભાડું પણ ખૂબ મોંઘું થઈ જાય છે. આ દરમિયાન ખેલૈયા માટે મેટ્રોએ મહત્વનો નિર્ણય લીધો છે. નવરાત્રિ દરમિયાન મોડી રાત સુધી મેટ્રો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો છે. 26 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે . આ નિર્ણય ઓક્ટોબર સુધી અમલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-ગાંધીનગર વચ્ચે પણ રાત્રે 2 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડાવવામાં આવશે. આ નિર્ણયથી ખેલૈયાવન મોટી રાહત મળશે. આ સાથે મસમોટા વાહન ભાડા અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. ખેલૈયાઓમાં ખુશીનો માહોલ રાત્રે 11 વાગ્યાના બદલે મોડી રાત એટલેબે-ત્રણ વાગ્યાસુધી મેટ્રોરેલ, AMTS…
અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સે પણ તુર્કીને આપ્યો ઝટકો, તુર્કીની કંપની સેલેબી સાથે કરાર કર્યો રદ્દ
ભારત વિરુદ્ધ પાકિસ્તાનને તુર્કીના સમર્થનને લઈને તુર્કી વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધમાં ભારતીયો, ભારતીય ઉદ્યોગપતિઓ અને ભારતીય કંપનીઓ દ્વારા તુર્કીનો બહિષ્કાર સતત વધી રહ્યો છે.આ દરમિયાન હવે, ભારતીય કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ પણ આ બહિષ્કારમાં જોડાઈ છે. એક મીડિયા એજન્સી અનુસાર, કંપનીએ મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ માટે તુર્કીની કંપની સેલેબી સાથેનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ કન્સેશન કરાર રદ કર્યો છે. ભારતીય કંપનીએ એમ પણ કહ્યું કે સેલેબીને અવિરત કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ ગ્રાઉન્ડ હેન્ડલિંગ સુવિધાઓ તાત્કાલિક કંપનીને સોંપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારે તુર્કી એરલાઇન કંપનીની સુરક્ષા મંજૂરી રદ કર્યા પછી આ કન્સેશન કરારો સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ મુંબઈ અને અમદાવાદ એરપોર્ટ તેમજ મેંગલોર, ગુવાહાટી, જયપુર,…
AMCના પરિપત્રો – કાયદાની મૃદુતા કે તંત્રની મૌલિકતા? “કમિશનરનો પરિપત્ર કાગળ પર, પરંતુ અમલની અવસ્થા શૂન્ય!”
પંકજ મકવાણા,અમદાવાદ/ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જાહેર કરેલા પરિપત્રો ક્યારેક નાગરિકોની આશાઓ અને હક માટેનો માર્ગદર્શન છે, તો ક્યારેક એ માત્ર નમણુંક છે, જે પત્રો પર અંકિત હોય છે. અનિચ્છનીય રીતે, AMC તંત્ર આ પરિપત્રોને વધુવાર અવગણતા રહે છે, અને આ માત્ર એક પત્રકારિક આવરણની જેમ રહી જાય છે. જ્યારે કમિશનર અમુક પરિસ્થિતિઓમાં કામગીરી કરવા માટે ચોક્કસ શરતો સાથે પરિપત્ર જાહેર કરે છે, ત્યારે તેનો અમલ કરવામાં તંત્ર શું કરે છે? જયારે પરિપત્ર મર્યાદિત સમયગાળો અને નીતિનું પાલન કરવા માટે આવે છે, ત્યારે પથ્થર તોડવાના કામે જાહેર જગ્યાએ વ્યાવસાયિક મૌલિકતા વગર આગળ વધે છે. જેમ AMC દ્વારા પરિપત્ર કરવામાં આવે છે, તેમ તે ક્યાં સુધી અમલમાં આવે છે? કાયદાના નિયમો, જે સાચી દિશામાં નાગરિકોને મદદરૂપ…
ગૃહ મંત્રાલયે કેમ આપ્યો મોકડ્રીલનો આદેશ? જાણો 1971ની મોકડ્રીલમાં શું થયું હતું
22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ કેન્દ્ર સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અનેક ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી. આ બેઠકોના પરિણામે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 7 મેના રોજ દેશભરના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજવાનું નક્કી કર્યું છે. ભારતમાં છેલ્લી મોકડ્રીલ વર્ષ 1971માં યોજાઇ હતી. અને હવે દેશના 244 જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાશે. વર્ષ 1971 માં જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું , ત્યારે ભારતમાં આટલી વ્યાપક મોક ડ્રીલ યોજાઈ હતી. તે સમયે મોકડ્રીલ યુદ્ધ દરમિયાન નાગરિક સલામતી સુનિશ્ચિત કરવા માટે યોજવામાં આવી હતી. હવે આ મોક ડ્રીલમાં, હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે, બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે અને સામાન્ય લોકોને હુમલાની…
પાકિસ્તાની કનેક્શન ધરાવતો અમરેલીનો મૌલવી ગુજરાત ATSના હવાલે, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા
અમરેલી: ધારી તાલુકાના હિમખીમડીપરામાં એક મૌલાનાનું પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેશન સામે આવ્યું હતું. જેને લઈને ધારી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે મૌલાનાને ગુજરાત ATS ને સોંપવામાં આવ્યો છે . આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. આ દરમિયાન શંકાસ્પદ લોકોની તપાસ કરી રહી છે અને પાકિસ્તાની અને બાંગ્લાદેશી નાગરિકોને ડીપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અમરેલી SOGની ટીમ ગેરકાયદે વસવાટ કરતા લોકોની તપાસ કરતી ત્યારે ધારીના હિમખીમડીપરાના મદ્રેસામાં ભણાવતા મૌલાના મોહંમદફઝલ શેખ પર SOGને શંકા ગઇ હતી. જેની તપાસ કરતાં તેમના ફોનમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના વોટ્સએપ ગ્રુપ મળી આવ્યા હતા. જેને લઈ તેમના વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારે આજે તેમણે ગુજરાત…
ઉનાળુ વેકેશનને લઈ એસ.ટી નિગમનો મહત્વનો નિર્ણય, ફરવા માટે કર્યું આ ખાસ આયોજન
રાજ્યના નાગરીકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોની માંગણીનુસાર રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું સફળ આયોજન કરવામાં આવી રહ્યું છે . નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પુરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉનાળા વેકેશન સમયગાળા દરમિયાન એસ.ટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર- તરફ અંદાજે 500 ટ્રીપો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે 210 , દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત 300 અને સૌરાષ્ટ્ર તરફ 300 ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસ.ટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય સેવાઓ…
ચંડોળા તળાવના ડિમોલિશન પર સ્ટેની અરજી હાઈકોર્ટે નકારી, લલ્લુ બિહારીનો આલીશાન રિસોર્ટ થયો જમીનદોસ્ત
અમદાવાદના ઇતિહાસની સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી ચંડોળા વિસ્તારમાં થઈ રહી છે. આ દરમિયાન આ મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો. અને તાત્કાલિક સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે મામલે આજે સુનાવણી થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી ડિમોલિશનને લીલી ઝંડી આપી છે. ‘મિની બાંગ્લાદેશ’ તરીકે ઓળખાતા ચંડોળા તળાવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો આજે બીજો દિવસ છે. જોકે આ ડિમોલિશનનો મુદ્દો હાઈકોર્ટ પહોંચ્યો હતો અને અરજદારોએ કહ્યું કાનૂની નીતિ-નિયમો વિરુદ્ધ ડિમોલિશન થઈ રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર મનમાની કરી શકે નહીં. અહીં રહેતા લોકો ગેરકાયદે વિદેશી છે કે નહીં તે ફોરેન ટ્રિબ્યુનલ નક્કી કરે. ઘર તોડતા અગાઉ કોઈ નોટિસ અપાઈ નથી. જોકે હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી છે. લલ્લુ…
















