14 જૂને પશ્ચિમ રેલવે ચલાવશે સાબરમતી–જમ્મુતવી વચ્ચે વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સાબરમતી અને જમ્મુતવી વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની વિગતો નીચે મુજબ છે:

• ટ્રેન સંખ્યા 09431 સાબરમતી–જમ્મુતવી વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન સંખ્યા 09431 સાબરમતી–જમ્મુતવી વન-વે સુપરફાસ્ટ સ્પેશિયલ 14 જૂન, 2026 (રવિવાર)ના રોજ સાબરમતીથી સવારે 08:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 10:20 વાગ્યે જમ્મુતવી પહોંચશે.
માર્ગમાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, સુમેરપુર જવાઈ બાંધ, ફાલના, મારવાડ જંક્શન, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઈ, અલવર, રેવાડી, રોહતક, જીંદ, નરવાના, જાખલ, ધૂરી, લુધિયાણા, જાલંધર કૅન્ટ અને પઠાણકોટ કૅન્ટ સ્ટેશનો પર રોકાશે.

આ ટ્રેનમાં એસી–1 ટીયર, એસી-2 ટીય, એસી – 3 ટીયર, સ્લીપર તથા સામાન્ય શ્રેણીના કોચ રહેશે.

ટ્રેન સંખ્યા 09431 માટેનું આરક્ષણ 13 જૂન, 2026થી તમામ પીઆરએસ કાઉન્ટરો તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થશે.ટ્રેનના સમય, રોકાણ અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરોને વિનંતી છે કે તેઓ www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ માહિતી મેળવી શકે.

 

 

 

  • Related Posts

    રક્ષા મંત્રી રાજનાથ સિંહના ભત્રીજાનું માર્ગ અકસ્માતમાં મોત, બસની ટક્કર બાદ ચાલક ફરાર

    મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં ગુરુવારે મોડી રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહના સગા ભત્રીજા પ્રભાત સિંહનું કરુણ અવસાન થયું હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ બસનો ડ્રાઈવર…

    બાળકો માટે સોશિયલ મીડિયા પર ‘નો એન્ટ્રી’! કેનેડાનો મોટો નિર્ણય, નિયમ તોડનાર કંપનીઓને કરોડોનો દંડ

    બાળકોમાં સોશિયલ મીડિયાનો વધતો ઉપયોગ અને તેના કારણે ઉભા થતા માનસિક આરોગ્યના જોખમોને ધ્યાનમાં રાખીને કેનેડા સરકારે મોટું પગલું ભરવાની તૈયારી શરૂ કરી છે. સરકાર દ્વારા રજૂ કરાયેલા નવા ‘સેફ…