24 હજાર દર્દીઓને જીવનદાયી સહારો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ₹2.39 કરોડના ઇન્સ્યુલિન ઈન્જેકશન મફત

રાજ્યના અંતિમ પંક્તિના, ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓની આરોગ્ય વિષયક સુખાકારી સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને ડાયાબિટીસ જેવા બિન-ચેપી રોગો (Non-Communicable Diseases) સામેના જંગમાં રાજ્યનો આરોગ્ય વિભાગ અત્યંત સક્રિય અને પરિણામલક્ષી કામગીરી કરી રહ્યો છે.   અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષીએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ હેઠળ છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના કુલ 24,727 દર્દીઓને અંદાજે ₹2.39 કરોડની કિંમતના ઇન્સ્યુલિન ઇન્જેક્શન મફત પૂરા પાડવામાં આવ્યા છે. ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ઇન્સ્યુલિન અત્યંત અનિવાર્ય છે, પરંતુ તેની ઊંચી કિંમત ગરીબ પરિવારો માટે આર્થિક બોજ સમાન હોય છે. આવા સંજોગોમાં રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ મારફતે પૂરી પાડવામાં આવતી આ…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટનું ભૂમિપૂજન

અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ થનાર આવાસોનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહના હસ્તે મકરસંક્રાંતિના શુભ અવસરે વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા પ્રોત્સાહક ઉપસ્થિતિ સાથે હાજર રહ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી અમિત શાહે સૂર્યા એપાર્ટમેન્ટ વિભાગ-2ના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી હતી અને લાભાર્થીઓને આધુનિક, સુવિધાયુક્ત અને સુરક્ષિત આવાસો મળવાના લાભ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબહેન જૈન, રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિ અમીન, નારણપુરાના ધારાસભ્ય શ્રી જીતેન્દ્ર પટેલ, રાજકીય અગ્રણી શ્રી પ્રેરક શાહ, ડેપ્યુટી મેયર શ્રી દેવાંગ દાણી, ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી એમ. થેન્નારસન, હાઉસિંગ કમિશનર શ્રી એસ.બી.…

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના 3 વર્ષ પૂર્ણ

અમદાવાદ, 12 ડિસેમ્બર 2025: ગુજરાતના 18મા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પોતાના શાસનકાળના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે શપથ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ રાજ્યની વિકાસયાત્રાને સતત આગળ ધપાવી છે. સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કરીને લોકકેન્દ્રિત નીતિઓ દ્વારા ગુજરાતને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે. આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળ આયોજન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે G-20 બેઠકો અને 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સનું સફળ આયોજન કર્યું. પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશોમાં – ઉત્તર, દક્ષિણ, મધ્ય અને કચ્છ-સૌરાષ્ટ્રમાં વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસ યોજાઈ, જે સ્થાનિક મહત્વાકાંક્ષાઓને ‘વિકસિત ભારત @2047’ અને ‘વિકસિત ગુજરાત @2047’ના વિઝન સાથે સંરેખિત કરે છે. સંકટ વ્યવસ્થાપનનો દાખલો વર્ષ 2025માં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાની…

“કલાકારો, કોમેડી અને આતશબાજી સુધી… કાંકરિયા કાર્નિવલ તૈયાર!” કાર્નિવલમાં જાણો શું હશે ખાસ?

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે નવા વર્ષની શરૂઆત પહેલા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરે છે. આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી આ કાર્નિવલ યોજાશે. શહેરવાસીઓ અને મુલાકાતીઓ માટે આ કાર્નિવલ મફતમાં ખુલ્લો રહેશે, જેમાં મનોરંજન, સંસ્કૃતિ અને સર્જનાત્મકતા ભરપૂર કાર્યક્રમો જોવા મળશે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે કાંકરિયા કાર્નિવલની શરૂઆત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન દ્વારા કરવામાં આવી હતી. આ વર્ષે 25 ડિસેમ્બરે સાંજે 7 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કાર્નિવલનું ઉદ્ઘાટન કરશે. કાર્નિવલ દરમિયાન ગુજરાતના જાણીતા કલાકારો કિર્તીદાન ગઢવી, સંકેત ખાંડેકર, પાર્થ ઓઝા અને ગીતાબેન રબારી સંગીત કાર્યક્રમો રજૂ કરશે. 29 ડિસેમ્બરે સ્ટેન્ડઅપ કોમેડી શો માટે મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દીપ વૈદ અને ચિરાયુ મિસ્ત્રી હાજર રહેશે. 30 ડિસેમ્બરે ગિરિરાજ ગઢવી સાંસ્કૃતિક…

ઇસ્તંબુલમાં મુસ્લિમ દેશોની મહત્વપૂર્ણ બેઠક: ગાઝા યુદ્ધવિરામ અને યુદ્ધ પછીના માળખા પર ચર્ચા

વિશ્વના મુખ્ય મુસ્લિમ દેશોના વિદેશ પ્રધાનો ગાઝાની હાલત અને યુદ્ધવિરામ બાદની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે તુર્કીના ઇસ્તંબુલમાં એક મહત્વપૂર્ણ બેઠક માટે એકત્ર થયા. બેઠકમાં ગાઝામાં ચાલતા હુમલાઓ, શાંતિ પ્રક્રિયામાં વિલંબ, અને યુદ્ધ પછીના શાસન માળખા પર ચર્ચા થઈ. ગાઝામાં સતત હુમલાઓ પર ચિંતા:- બેઠકમાં તુર્કી, કતાર, સાઉદી અરેબિયા, યુએઈ, જોર્ડન, પાકિસ્તાનઅને ઇન્ડોનેશિયાના વિદેશ પ્રધાનો હાજર રહ્યા. યુદ્ધવિરામ છતાં ગાઝામાં ચાલુ હુમલાઓ અને માનવીય પરિસ્થિતિના સુધારામાં વિલંબ અંગે બધા દેશોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી.તુર્કીના વિદેશ પ્રધાન હકાન ફિદાનેજણાવ્યું કે, “અમે ગાઝામાં યુદ્ધ પછી એવું માળખું જોઈશું જેમાં પેલેસ્ટિનિયનો પોતાનું શાસન ચલાવી શકે અને સુરક્ષા સુનિશ્ચિત કરી શકે.” તુર્કી તરફથી હમાસના સત્તા છોડવાની સંમતિ:- તુર્કીએ જાહેરાત કરી કે હમાસે સત્તા છોડવા માટે સંમતિ આપી છે. આ પગલાને મુસ્લિમ…

દિલ્હીના સાંસદોના ફ્લેટમાં ભીષણ આગ, છ ફાયર બ્રિગેડ વાહનો દ્વારા કાબુમાં લેવામાં આવી આગ

દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે આગ લાગી. સંસદ ભવનની નજીક હોવાથી, ગભરાટ ફેલાયો. છ ફાયર એન્જિન ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ અડધા કલાક પછી આગને કાબુમાં લીધી. કોઈ જાનહાનિ થઈ નથી; આગનું કારણ તપાસ હેઠળ છે. રાજધાની દિલ્હીના ડૉ. બિશંબર દાસ માર્ગ પર બ્રહ્મપુત્ર એપાર્ટમેન્ટમાં બુધવારે બપોરે ભીષણ આગ લાગી, જેના કારણે વિસ્તારમાં ગભરાટ ફેલાયો. આ એપાર્ટમેન્ટ સંસદ ભવનથી માત્ર 200 મીટર દૂર આવેલું છે અને તેમાં રાજ્યસભાના અનેક સાંસદોના ફ્લેટ છે. ફાયર વિભાગને બપોરે 1:20 વાગ્યે આગ લાગવાની જાણ થઈ અને છ ફાયર એન્જિન તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા. આગ ગ્રાઉન્ડ ફ્લોરથી શરૂ થઈ અને પહેલા અને બીજા માળે ફેલાઈ ગઈ. તીવ્ર જ્વાળાઓ અને ધુમાડાને કારણે નજીકના લોકો અને અધિકારીઓમાં ગભરાટ ફેલાયો.…

કન્યા રાશિ પોલીસ કર્મચારીનો દાવો – મહિલા પોલીસ અને AHTU મારું જ છે!

ગાંધીનગરના IUCAWમાં ફરજ બજાવતા એક કન્યા રાશિ નામના હથિયારધારી પોલીસ કર્મચારી પર ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. વર્ષોથી આ કમર્ચારી મહિલા પોલીસ સ્ટેશન તથા AHTUના નામે સ્પા અને કૂટણખાનાઓ પરથી ઉઘરાણું કરી રહ્યો હોવાની ચર્ચાઓ છે. સ્થાનિક વિશ્વસનીય સૂત્રો મુજબ, આ કમર્ચારી ખુલીને શેખી મારે છે કે ‘મહિલા પોલીસ અને AHTU બધું મારામાં જ આવે છે!’ આ દાવાથી પોલીસ વિભાગની ઈમેજને ભારે આંચકો લાગી રહ્યો છે. અગાઉ એક સિંહ રાશિના એસપીએ આ કર્મચારી સામે ડિપાર્ટમેન્ટ ઓર્ડર કરીને ડભોડા પોલીસ સ્ટેશન બદલી કરી હતી. છતાં થોડા સમય બાદ ફરીથી એ જ પોલીસ સ્ટેશન પર પરત આવી ઉઘરાણી અને મનમાની ચાલુ રાખી.તાજેતરમાં એક કૂટણખાના માલિકે ઉઘરાણું ન ચૂકવતાં, આ કમર્ચારી દ્વારા અનામી અરજી કરાવીને ખોટો કેસ બનાવી દબાણ ઉભુ…

જોલી એલએલબી 3 વર્લ્ડવાઇડ કલેક્શન: અક્ષય અને અરશદે સાથે મળીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, વિદેશમાં કરી આટલી કમાણી

જોલી એલએલબી 3 વર્લ્ડવાઇડ કલેક્શન: સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત જોલી એલએલબી ફ્રેન્ચાઇઝનો ત્રીજો ભાગ તેના શરૂઆતના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે. આ સફળતા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નહોતી; તેણે વિદેશમાં પણ નોંધપાત્ર કમાણી કરી. જોલી એલએલબી 3 ના વિશ્વવ્યાપી કલેક્શન વિશે જાણો. અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત ફિલ્મ જોલી એલએલબી 3 એ થિયેટરોમાં જોરદાર એન્ટ્રી કરી. ફિલ્મે રિલીઝ થતાં જ દર્શકોના દિલ જીતી લીધા, અને તેની અસર બોક્સ ઓફિસ કલેક્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. જોલી એલએલબી ફ્રેન્ચાઇઝનો આ ત્રીજો ભાગ, જે બે “જોલી” (જગદીશ મિશ્રા અને જાગેશ્વર ત્યાગી) ને પહેલી વાર ફરીથી જોડે છે, અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે અને સારી કમાણી કરી રહ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી, જોલી એલએલબી…

મહુવામાં પાખંડી ભુવાનું પાપ: ધાર્મિક વિધિના બહાને યુવતી પર દુષ્કર્મ, 7 મહિના પછી ખુલ્યો કિસ્સો

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી માનવતા ને હેરાન કરનાર ઘટના સામે આવી છે. ધાર્મિક વિધિના નામે એક પાખંડી ભુવાએ 25 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પાખંડી ભુવાએ ધાર્મિક વિધિના બહાને એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના દિવાળીના સમયની છે. પીડિતાએ પિતૃ તર્પણ વિધિ માટે ભુવાનું માર્ગદર્શન માંગ્યું હતું. આરોપી ધીરુ ભુકણ, જે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાનો રહેવાસી છે, યુવતીને ધાર્મિક વિધિ કરાવવાના બહાને કરીને એક મકાનમાં લઈ ગયો. આ મકાનમાં પહોંચ્યા બાદ તેણે બારી-દરવાજા બંધ કરી, યુવતીની મરિયાદા ભંગ કરી અને દુષ્કર્મ આચર્યું. પછી તેનાથી કોઈને ન કહેવા માટે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી.     આ આરોપી ધીરુ ભુકણ (ઉંમર 50…

ખાલી પેટ લીંબુ પાણી પીવાના ફાયદા: આ 7 કારણે હવે તમે પણ શરુ કરો દિવસની શરૂઆત લીંબુ પાણીથી!

આજના ઝડપી જીવનમાં આપણે આરોગ્ય તરફ ઓછી કાળજી રાખીએ છીએ. પરંતુ દિવસની શરૂઆત ખાલી પેટ ગરમ પાણીમાં લીંબુ નાખીને કરવી તમારા શરીર માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે. આવો જોઈએ કે ખાલી પેટ લીંબુ પાણી પીવાથી શું ફાયદા થાય છે: 1. ડિટોક્સિફિકેશન:- લીંબુ પાણી લિવર અને પાચનતંત્રમાંથી ટોક્સિન્સ કાઢવામાં મદદરૂપ થાય છે, જે આખો દિવસ તાજગી આપે છે. 2. વજન ઘટાડવામાં સહાય:- લીંબુમાં રહેલા પેક્ટિન ફાઇબર ભૂખ ઘટાડે છે અને મેટાબોલિઝમ વધારવામાં મદદ કરે છે. 3. ચમકદાર ત્વચા માટે લાભદાયક:- વિટામિન C ત્વચાની બળતરા ઘટાડે છે અને ચમક આપે છે. 4. પાચનતંત્ર માટે ઉત્તમ:- આદુ અને લીંબુનું મિશ્રણ પાચનશક્તિ વધારવામાં સહાયક બને છે. 5. મૂત્રમાર્ગ સફાઈ કરે છે:- લીંબુ પાણી ડાય્યુરેટિક તરીકે કાર્ય કરે છે અને…