મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં હોળી દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે હોળીના પવિત્ર પર્વ નિમિત્તે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આયોજિત હોળી દર્શન કાર્યક્રમમાં પ્રત્યક્ષ સહભાગી થઈ નાગરિકો સાથે પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. આ વર્ષે મેમનગરમાં માનવમંદિર ખાતે પર્યાવરણના જતનનો સંદેશ આપતી ‘વૈદિક હોળી’ પ્રગટાવવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીએ પરંપરાગત હોળી પૂજન વિધિમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો અને પ્રગટાવવામાં આવેલી હોળીના દર્શન-પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, હોળીનું આ પવિત્ર પર્વ અસત્ય પર સત્યના વિજયનું અને રંગોનું પર્વ છે. આ તહેવાર આપણા સૌના જીવનમાં રાગ-દ્વેષ ભૂલીને એકબીજાને સ્નેહથી મળવાનો અને સામાજિક સમરસતાનો સંદેશ આપે છે. આપણે સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે જેનાથી પર્યાવરણનું પણ જતન થાય.…

ગુજરાતનું જાહેર દેવું 3.99 લાખ કરોડ, બજાર લોન પર 22,440 કરોડ વ્યાજ ચૂકવ્યું

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના જાહેર દેવાના પરિસ્થિતિ વિશે મહત્વપૂર્ણ માહિતી રજૂ કરવામાં આવી છે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના સવાલનો જવાબ આપતાં જણાવ્યું હતું કે રાજ્યનું કુલ જાહેર દેવું 3.99 લાખ કરોડ રૂપિયાના આંકડામાં પહોંચ્યું છે. આ કુલ દેવું કેન્દ્રીય સંસ્થાઓ, નાણાકીય સંસ્થાઓ, અને બજાર લોનથી મેળવવામાં આવ્યું છે. 22,440 કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવાયું હાલમાં, રાજ્ય સરકારને વર્ષ 2024-25 માટે બજાર લોન પર 22,440 કરોડ રૂપિયાનો વ્યાજ ચૂકવવો પડ્યો છે. રાજ્ય સરકારએ કેન્દ્રીય સરકાર પાસેથી 7 થી 50 વર્ષના સમયગાળે લોન મેળવી છે, જ્યારે બજાર લોન 2 થી 15 વર્ષની મુદત માટે લીધી છે. મંત્રી જીતુ વાઘાણીની ટિપ્પણી આ મુદ્દે રાજ્યના મંત્રી જીતુ વાઘાણીએ આદર્શ વાત કરી, જેમાં તેમણે કહ્યું કે “બચત કરીને રાજ્યનું…

પોલીસ ભરતીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, હવે લેખિત પરીક્ષા તરફ નજર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રાજ્યમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા અંતર્ગત શારીરિક કસોટી (Physical Test)નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. PSI (પી.એસ.આઈ.) કેડર અને લોકરક્ષક કેડર માટે રાજ્યભરના 15 અલગ-અલગ ગ્રાઉન્ડ પર વિશાળ સ્તરે પરીક્ષાઓ યોજાઈ હતી. જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ હાથ ધરાયેલી આ ભરતી પ્રક્રિયામાં 10 લાખથી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જે રાજ્યમાં પોલીસ ભરતી પ્રત્યેનો ભારે ઉત્સાહ દર્શાવે છે. નોંધાયેલા કુલ 3,93,558 ઉમેદવારોમાંથી શારીરિક કસોટી માટે પસંદગી કરવામાં આવી હતી. 1.10 લાખથી વધુ ઉમેદવારો ક્વોલિફાય શારીરિક પરીક્ષા પૂર્ણ થયા બાદ કુલ 1,10,665 ઉમેદવારો સફળ જાહેર થયા છે. તેમાં 74,591 પુરુષ અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ આંકડા દર્શાવે છે કે મહિલાઓનો પણ નોંધપાત્ર પ્રમાણમાં ભાગ રહ્યો છે. રાજ્યભરમાંથી…

ગૌવંશ સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: ગુનેગારો સામે કડક કાર્યવાહી અને દાદાનું બુલડોઝર ફરશે

ગુજરાત વિધાનસભામાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગૃહને સરકારની કડક કામગીરીથી અવગત કરાવ્યા હતા. રાજ્યવ્યાપી કામગીરીનો ચિતાર રજૂ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રાજ્યભરમાં કુલ 629 ગુનાઓ નોંધી 1810 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આશરે 54000 કિલો ગૌમાંસ અને 1800 ગૌવંશને કતલખાને જતા બચાવવામાં આવ્યા છે. આ ઉપરાંત 433 વાહનો જપ્ત કરી તે પૈકી 339 વાહનોની હરાજી પણ કરવામાં આવી છે. ગૌવંશ હેરફેર કરતા તત્વો વિરુદ્ધ અટકાયતી પગલાં તરીકે 184 ઇસમો વિરુદ્ધ પાસા (PASA) અને 50 ઇસમો વિરુદ્ધ તડીપારની કાર્યવાહી કરાઈ છે.  રાજ્યમાં આશરે 6 કરોડ રૂપિયાની 39 મિલકતો પર ‘દાદાનું બુલડોઝર’ ફેરવી દેવામાં આવ્યું છે. મંત્રીએ ભાવુક સ્વરે…

ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી પહેલા વકીલોમાં રોષ, મતદાન મથકને લઇ વિરોધ

આગામી 6 માર્ચ, 2026ના રોજ ગુજરાત બાર કાઉન્સીલની ચૂંટણી યોજાવાની છે. હાઈકોર્ટ સિવાયના વકીલો માટે મતદાન મથક યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યું છે, જેને લઈને વકીલોમાં રોષ ફેલાયો છે. વકીલોની ફરિયાદ વકીલોએ આ મથક બદલવા માટે અનેક વિનંતીઓ કરી હતી. આશરે પાંચ હજાર જેટલા વકીલો દ્વારા સહીઓ સાથે આવેદન પત્ર પણ રજૂ કરવામાં આવ્યું, પરંતુ ચૂંટણી કમિશનરે મતદાન મથક બદલવાનો કોઈ પગલાં ન લીધા. વકીલોનો આક્ષેપ છે કે, મથક ન બદલવાને પાછળ ચોક્કસ ઉમેદવારોને લાભ આપવાનો ઉદ્દેશ અને અમદાવાદમાં મતદાન ઓછું થાય તે માટે પ્રયત્ન છે. અધિકારીઓની દલીલ અને વકીલોની કાર્યવાહીની માંગ આ મુદ્દે આજે અમદાવાદ સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ, મેટ્રો કોર્ટ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટના બાર એસોસિએશન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યાં છતાં…

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા ! | GUJARATI NEWS BULLETIN

સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં પુસ્તકને બદલે ઝાડુ-પોતા સુરત: સરકારી શાળામાં બાળકો પાસે કાળી મજૂરી કરાવવાનો આક્ષેપ ભર તડકામાં શાળાની સાફસફાઈ કરાવતો વીડિયો વાયરલ ગ્રિલ અને પટાંગણની સફાઈ કરતા બાળકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચાસ્પદ શિક્ષકોની હાજરીમાં જ બાળકો પાસે સફાઈ શાળાના આચાર્યએ ભૂલ સ્વીકારી “આગળથી આવું નહીં થાય” સ્વચ્છતા જનજાગૃતિ માટેનો ઉદ્દેશ્ય હોવાનું સ્પષ્ટીકરણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ મામલો ગંભીરતાથી લીધો સમિતિ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાનું નિવેદન, “આ બાબત યોગ્ય નથી” સર્વ શિક્ષા અભિયાન હેઠળ સફાઈ માટે ગ્રાન્ટ ઉપલબ્ધ વધારાની ગ્રાન્ટ પણ આપવામાં આવી રહી હોવાનો ઉલ્લેખ સ્થળ તપાસ માટે નિરીક્ષકોની ટીમ મોકલાશે રિપોર્ટ બાદ જવાબદાર સામે કાર્યવાહી થશે તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડવામાં આવશે આણંદ: નાપાડ તળપદના ભગવાન નગર આંગણવાડી કેન્દ્રમાં બેદરકારીના આક્ષેપ નાના ભુલકાઓ પાસેથી કચરો વાળાવવાનો…

ઉનાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટના સ્થળે મોત

મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે, જ્યારે કારચાલકને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના પાલીના વતની અને હાલ અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવારના સભ્યો લગ્ન પ્રસંગમાં હાજરી આપી પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. ઉનાવા નજીક પહોંચતા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર પૂરા જોરથી રોડ વચ્ચે આવેલા ડિવાઇડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં મોત પામેલા આ દુર્ઘટનામાં 2 પુરુષ, 1 મહિલા અને 1 માસૂમ…

સુરત : પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન યુવકનું દુઃખદ અવસાન

સુરત જિલ્લામાં પોલીસ ભરતી માટે ચાલી રહેલી શારીરિક કસોટી દરમિયાન એક યુવકનું દુઃખદ અવસાન થયાની ઘટના સામે આવી છે. બનાવ કામરેજ તાલુકાના વાવ વિસ્તારમાં આવેલા SRP ગ્રુપ–11ના મેદાનમાં બન્યો હતો, જ્યાં ઉમેદવારોની દોડ સહિતની શારીરિક પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી. શું છે સમગ્ર મામલો? મૃતક યુવકની ઓળખ વલસાડ જિલ્લાના રહેવાસી રવિન્દ્ર બારિયા તરીકે થઈ છે. માહિતી મુજબ, દોડની પરીક્ષા દરમિયાન અચાનક તે મેદાનમાં ઢળી પડ્યો હતો. સ્થળ પર હાજર સ્ટાફ અને અન્ય ઉમેદવારો દ્વારા તરત જ તેને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને તબિયત સ્થિર થયા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. જોકે બાદમાં કામરેજ ખાતે રોકાયેલા સમયે તેની તબિયત ફરી બગડતાં તે બેભાન થઈ ગયો. ફરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, પરંતુ…

રાજકોટમાં નિવેદનથી વિવાદ: મોના થીબાની સ્પષ્ટતા અને જાહેર માફી

રાજકોટમાં ગુજરાતી ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેત્રી મોના થીબાના વેશ્યાવૃત્તિ અંગેના નિવેદનથી ઊભેલા વિવાદ બાદ તેમણે જાહેરમાં માફી માંગી છે. સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે અભિનેત્રીએ સ્પષ્ટતા કરી કે તેમની વાત ફિલ્મના સંદર્ભમાં કરવામાં આવી હતી, પરંતુ તેને અલગ રીતે રજૂ કરવામાં આવી. વિવાદ બાદ મોના થીબાની સ્પષ્ટતા મોના થીબાએ જણાવ્યું કે, “મેં મારી આવનારી ફિલ્મ ‘શક્તિ’ના સંદર્ભમાં આ વાત કરી હતી. રિસર્ચ દરમિયાન વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ સાથે ચર્ચા થઈ હતી. ફિલ્મના સંદર્ભમાં કરેલી વાતને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. મારી વાતથી કોઈને ઠેસ પહોંચી હોય તો હું દિલથી માફી માંગું છું. અમે સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા લોકો છીએ.” ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન મોના થીબાએ વેશ્યાવૃત્તિને “એક પ્રકારની…

હોળી-ધૂળેટી તહેવારો નિમિત્તે 1300 વધારાની બસો દોડાવશે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ

હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યામાં વધારો થતો હોય છે. વધતી ભીડ અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે વિશેષ આયોજન જાહેર કર્યું છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત મુસાફરી મળી રહે તે માટે નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 7500 જેટલી વધારાની ટ્રિપો ચલાવવામાં આવશે આ વધારાની બસો દ્વારા અંદાજે 7500 જેટલી ટ્રિપો સંચાલિત કરવામાં આવશે. શહેરોમાં રોજગારી માટે રહેતા લોકો પોતાના ગામડે જઈ પરિવાર સાથે તહેવાર ઉજવી શકે તે માટે આ સુવિધા ખાસ ઉપયોગી સાબિત થશે. કયા રૂટ પર રહેશે ખાસ વ્યવસ્થા? હોળી-ધૂળેટીના દિવસોમાં ખાસ કરીને નીચેના શહેરોમાંથી વધારાની બસોની વ્યવસ્થા રહેશે: – અમદાવાદ – રાજકોટ – અમરેલી –…