ST વિભાગના ભાડામાં 3 ટકાનો વધારો, આજ મધરાતથી નવા ભાવ અમલમાં

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા એસટી બસના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાડા આજ મધરાતથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્યના મુસાફરોને મોંઘવારીની ભેટ મળી છે. આ વધારાથી રાજ્યના અંદાજે 27 લાખ દૈનિક મુસાફરો પર વધારાનો બોજ પડશે.

GSRTC દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરોને વધુ સારી અને ગુણવત્તાયુક્ત સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે છેલ્લા 9 મહિનામાં ભાડામાં બીજી વખત વધારો કરવામાં આવ્યો છે.

કેટલું ભાડું વધ્યું?
– લોકલ બસમાં 9 કિમી સુધી કોઈ ભાડા વધારો નહીં
– 10 થી 60 કિમીના અંતરે મુસાફરી માટે રૂ. 1નો વધારો
– સરેરાશ ભાડામાં 3 ટકાનો વધારો લાગુ

અગાઉ કેટલા વખત વધારો થયો હતો?
– માર્ચ 2025માં GSRTC દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો
– 1 ઓગસ્ટ 2023ના રોજ, લગભગ 10 વર્ષ બાદ, એસટી ભાડામાં 25 ટકા સુધીનો મોટો વધારો કરવામાં આવ્યો હતો
– 2023માં 48 કિમી સુધીના અંતરે રૂ. 1થી રૂ. 6 સુધીનો વધારો લાગુ કરાયો હતો

GSRTCના જણાવ્યા મુજબ, વધતા ઇંધણ ખર્ચ, જાળવણી ખર્ચ અને સેવાઓ સુધારવાના હેતુથી ભાડામાં સુધારો અનિવાર્ય બન્યો હતો. જોકે, નવા વર્ષના આરંભે થયેલા આ વધારાને લઈ મુસાફરોમાં મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

USA દરિયામાં 9 મહિનાથી ફસાયેલા નૌસૈનિકોની હાલત શું ? Unbreakable Spirit

સવારે મારી આંખ ન ખુલે તો સારું…’: દરિયામાં કૂદવાનો પ્રયાસ, 9 મહિનાથી સમુદ્રમાં ફસાયેલા USA નૌસૈનિકોની હાલત શું?  9 મહિનાથી સમુદ્રમાં તૈનાત USA નૌસૈનિકો માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. જાણો સમગ્ર મામલો. USA નૌસેનાને લઈને એક ગંભીર અને ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. લાંબા સમયથી સમુદ્રમાં તૈનાત USA નૌસૈનિકો ભારે માનસિક અને શારીરિક દબાણનો સામનો કરી રહ્યા હોવાના દાવા કરવામાં આવ્યા છે. અહેવાલમાં કેટલાક નૌસૈનિકોની સ્થિતિ એટલી ગંભીર હોવાનું જણાવાયું છે કે તેમણે દરિયામાં કૂદવાનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે.લાંબા સમય સુધી પરિવારથી દૂર રહેવું, સતત દરિયામાં ફરજ બજાવવી, ઊંઘની અછત અને યુદ્ધ જેવી પરિસ્થિતિનું જોખમ નૌસૈનિકો માટે ગંભીર પડકાર બની શકે છે. 9 મહિનાથી સમુદ્રમાં તૈનાત…

IPO Action Strong Debut On August 14: શેરબજાર અને IPOમાં મોટો ધમાકો

August આજના IPO સમાચાર: Shiprocket અને BL Engineering IPO માટે આજે છેલ્લો દિવસ, LEAP Indiaનું લિસ્ટિંગ 14 ઓગસ્ટ 2026ના આજના IPO અને શેરબજારના સમાચાર જાણો. Shiprocket અને BL Engineering IPOની બિડિંગ આજે બંધ થશે, જ્યારે LEAP India અને Technocraft Venturesના શેરનું લિસ્ટિંગ થયું છે. ભારતીય શેરબજારમાં આજે એટલે કે 14 ઓગસ્ટ 2026ના રોજ IPO સેગમેન્ટમાં ખાસ હલચલ જોવા મળી રહી છે. રોકાણકારોની નજર ખાસ કરીને Shiprocket IPO અને BL Engineering IPO પર છે, કારણ કે બંને IPOમાં બિડિંગ કરવાનો આજે છેલ્લો દિવસ છે. બીજી તરફ શેરબજારમાં LEAP Indiaના શેરનું NSE અને BSE પર લિસ્ટિંગ થયું છે. આ ઉપરાંત Technocraft Venturesના શેરની પણ બજારમાં એન્ટ્રી થઈ છે. August Shiprocket IPO માટે આજે છેલ્લો દિવસ August Shiprocket IPO…