ગુજરાતને મળશે નવા DGP : વિકાસ સહાય આવતીકાલે થશે નિવૃત, નવા DGPના નામ પર અટકળો

ગુજરાત રાજ્યને ટૂંક સમયમાં નવા પોલીસ વડા મળવાના છે. હાલના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ (DGP) વિકાસ સહાય આવતીકાલે નિવૃત થવાના છે. તેમને મળેલા 6 મહિનાના એક્સ્ટેન્શનનો આવતીકાલે અંત આવી રહ્યો છે. આ સાથે જ પોલીસ ભવનમાં તેમના વિદાય સમારંભની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

વિકાસ સહાય 1989 બેચના વરિષ્ઠ IPS અધિકારી છે. મૂળરૂપે તેઓ 30 જૂને નિવૃત થવાના હતા, પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમને 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું. હવે આવતીકાલે તેમનો સત્તાવાર વિદાય સમારંભ યોજાશે, જેમાં તમામ પોલીસકર્મીઓને વરધીમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

content_image

નવા DGPને લઈને અટકળો તેજ
વિકાસ સહાયને ફરી એક્સ્ટેન્શન મળશે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. વિદાય સમારંભની જાહેરાત થતાં સ્પષ્ટ થઈ ગયું છે કે ગુજરાતને હવે નવા DGP મળશે.

હાલ રાજ્યના નવા DGP તરીકે કોણ જવાબદારી સંભાળશે તે અંગે અટકળો તેજ બની છે. સિનિયોરિટી મુજબ અનેક વરિષ્ઠ IPS અધિકારીઓના નામ ચર્ચામાં છે. સરકાર તરફથી નવા DGP અથવા ઇન્ચાર્જ DGPના નામની સત્તાવાર જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

DGPની રેસમાં આ નામો આગળ
મળતી માહિતી મુજબ,
– IPS ડૉ. કે.એલ.એન. રાવ DGPની રેસમાં સૌથી આગળ હોવાનું માનવામાં આવે છે.
– અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ દાવેદાર તરીકે ચર્ચામાં છે.
– આ ઉપરાંત ડૉ. નિરજા ગોટરૂનું નામ પણ સંભાવિત યાદીમાં સામેલ છે.

લાંબા સમય સુધી રાજ્યની કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળ્યા બાદ હવે વિકાસ સહાયનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે અને ગુજરાત પોલીસને નવા નેતૃત્વની રાહ છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Ahmedabad સિવિલ હોસ્પિટલમાં 255મું સફળ અંગદાન, 7 દર્દીઓને મળશે નવજીવન….

B india અમદાવાદ : અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અંગદાન ક્ષેત્રે વધુ એક પ્રેરણાદાયી સિદ્ધિ નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલ Ahmedabad ખાતે 255મું સફળ અંગદાન થયું છે. વિરમગામ નજીકના વાણી ગામની 44 વર્ષીય શીતલબેન રાઠોડને બ્રેઇન હેમરેજ બાદ સારવાર માટે Ahmedabad સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયાસો છતાં તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ મુશ્કેલ સમયે પરિવારજનોએ માનવતાભર્યો નિર્ણય લઈને તેમના અંગો અને પેશીઓનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. શીતલબેનના અંગદાનથી કુલ સાત જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળવાની શક્યતા છે. તેમના પરિવારે એક લીવર, બે કિડની અને એક પેનક્રિયાઝ સહિત ચાર અંગો તેમજ બે આંખો અને ચામડીનું દાન કર્યું છે. ખાસ વાત એ છે કે આ ચામડીનું દાન Ahmedabad સિવિલ હોસ્પિટલની રોટરી સિવિલ સ્કીન બેંકનું 50મું સ્કીન…

ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: Elite Honor

ગુજરાતમાં 72મો National ફિલ્મ એવોર્ડ સમારોહ: કાર્તિક આર્યન અને મામૂટી બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ National ગુજરાતના એકતા નગર ખાતે 72મા National ફિલ્મ એવોર્ડ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની પૃષ્ઠભૂમિમાં યોજાઈ રહેલો આ સમારોહ ભારતીય સિનેમા માટે ઐતિહાસિક બની રહ્યો છે, કારણ કે પ્રથમ વખત નેશનલ ફિલ્મ એવોર્ડ્સનો સમારોહ નવી દિલ્હીની બહાર યોજાઈ રહ્યો છે. 22 સપ્ટેમ્બર 2026ના રોજ યોજાયેલા આ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરી રહ્યા છે. આ વર્ષે 2024માં બનેલી ભારતીય ફિલ્મો અને સિનેમામાં થયેલા ઉત્કૃષ્ટ યોગદાનને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે. 72મા National ફિલ્મ એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર કેટેગરીમાં કાર્તિક આર્યન અને મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા મામૂટી બંનેને સન્માન મળ્યું છે.કાર્તિક આર્યનને ફિલ્મ **‘ચંદુ ચેમ્પિયન’**માં તેમના અભિનય…