TET-1 પરીક્ષાની આન્સર કી જાહેર, ઉમેદવારો 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે

રાજ્યમાં ગત 21 ડિસેમ્બરે લેવાયેલી TET-1 પરીક્ષાની આન્સર કી હવે જાહેર કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષા પૂર્ણ થયા બાદ 9 દિવસ પછી આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેને લઈને ઉમેદવારોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

બોર્ડ દ્વારા જાહેર કરાયેલી OMR આધારિત આન્સર કી ઉમેદવારો www.sebexam.org વેબસાઈટ પર 3 જાન્યુઆરી સુધી જોઈ શકશે. નોંધનીય છે કે અન્ય સરકારી પરીક્ષાઓમાં સામાન્ય રીતે પરીક્ષા બાદ બીજા દિવસે જ આન્સર કી જાહેર કરવામાં આવે છે, ત્યારે TETના ઉમેદવારો લાંબા સમયથી આન્સર કી ઝડપથી જાહેર કરવાની માંગ કરી રહ્યા હતા. આ માંગને ધ્યાનમાં રાખીને બોર્ડે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

38 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી પરીક્ષા
TET-1 પરીક્ષા રાજ્યભરમાં શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા હતા. માત્ર અમદાવાદમાં જ 38 હજારથી વધુ ઉમેદવારો પરીક્ષામાં સામેલ થયા હતા. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં પણ મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા.

મેથ્સ વિષય મુશ્કેલ લાગ્યો
પરીક્ષા આપનાર અનેક ઉમેદવારોના જણાવ્યા મુજબ આ વખતનું પેપર સંપૂર્ણપણે સરળ નહોતું. ખાસ કરીને મેથ્સ વિષયના પ્રશ્નો અઘરા હોવાનું ઉમેદવારોનું કહેવું છે. બે વર્ષ બાદ લેવાયેલી આ પરીક્ષામાં સમય મર્યાદા 30 મિનિટ વધારીને કુલ 120 મિનિટ રાખવામાં આવી હતી, તેમ છતાં ઘણા ઉમેદવારો સમયસર પેપર પૂર્ણ કરી શક્યા નહોતા.

જો કે પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારનો વિવાદ નોંધાયો નહોતો અને સમગ્ર પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. 150 ગુણના પેપરમાં નેગેટિવ માર્કિંગ ન રાખવામાં આવતા ઉમેદવારોને થોડી રાહત મળી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય Core Growth 2026

Gujaratમાં કોમ્પ્રેસ્ડ બાયો ગેસ પ્લાન્ટનો વ્યાપ વધારવા મહત્વપૂર્ણ બેઠક, જાપાન આપશે નાણાકીય અને ટેકનિકલ સહાય ગાંધીનગર: Gujaratમાં સહકારી ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા તેમજ પર્યાવરણપ્રિય અને વૈકલ્પિક ઊર્જાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં સહકારી ડેરીઓના માધ્યમથી કોમ્પ્રેસ્ડ બાયો ગેસ (CBG) પ્લાન્ટનો વ્યાપ વધારવા અંગે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં Gujarat સરકારના મંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ તેમજ જાપાનના પ્રતિનિધિમંડળે ભાગ લીધો હતો. બેઠકમાં જાપાનની સુઝુકી મોટર કોર્પોરેશન અને જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી (JICA) દ્વારા Gujaratમાં બાયો ગેસ પ્લાન્ટના વિસ્તરણ માટે નાણાકીય અને ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે વિસ્તૃત પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન આ પ્રસ્તાવ અંગે પ્રાથમિક અને સકારાત્મક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.આગામી સમયમાં Gujarat સરકાર, સુઝુકી અને…

PMJVK નીરજા ગુપ્તાનું રાજીનામું અને 14 કરોડ પરત: રજિસ્ટ્રારની માગ સાથે ૨૪મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન Big Revolt

નીરજા ગુપ્તાનું PMJVKના PI પદેથી રાજીનામું, ₹14 કરોડથી વધુ પરત; રજિસ્ટ્રારના રાજીનામાની માગ સાથે 24મીએ NSUIનું યુનિવર્સિટી બંધનું એલાન અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા સાથે જોડાયેલા PMJVK પ્રોજેક્ટની ગ્રાન્ટને લઈને ચાલી રહેલા વિવાદમાં વધુ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. પૂર્વ કુલપતિએ PMJVK પ્રોજેક્ટના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર (PI) પદેથી રાજીનામું આપ્યું છે. સાથે જ ગુજરાત યુનિવર્સિટીને ₹14 કરોડથી વધુની રકમ પરત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ ચાલી રહી છે. બીજી તરફ, આ મુદ્દે વિદ્યાર્થી સંગઠન NSUI દ્વારા વિરોધ વધુ તેજ કરવામાં આવ્યો છે. સંગઠને ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રારના રાજીનામાની માગ કરી છે અને 24 સપ્ટેમ્બરે ગુજરાત યુનિવર્સિટી બંધનું એલાન આપ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. -> PMJVK…