PM મોદી આવશે અમદાવાદ: જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત, જાણો વિગત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદના મહેમાન બનશે અને જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મહત્વપૂર્ણ મુલાકાત કરશે. તેઓ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરશે અને આશ્રમમાં અંદાજે 25 મિનિટ સુધી રોકાશે. આ મુલાકાત બાદ બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 2026 ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરશે. મહાત્મા મંદિરથી રિવરફ્રન્ટ પતંગોત્સવ સ્થળ સુધી વિશેષ હોર્ડિંગ્સ અને સ્વાગત વ્યવસ્થા કરવામાં આવી છે. વડાપ્રધાન સવારે 8.30 વાગ્યે આશ્રમ પહોંચશે, ત્યારબાદ 10 વાગ્યે પતંગોત્સવનું ઉદ્ઘાટન અને 11.15 વાગ્યે મહાત્મા મંદિર ખાતે ભારત-જર્મની દ્વિપક્ષીય બેઠક યોજાશે. બંને દેશો વચ્ચેના સહકાર અને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. દ્વિપક્ષીય બેઠક બાદ વડાપ્રધાન મોદી જર્મનીના ડેલિગેટ્સ સાથે લંચ કરશે અને ત્યારબાદ 3 દિવસીય ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી માટે રવાના થશે. 2014 પછી વડાપ્રધાન મોદીએ અત્યાર…

PM મોદીએ ગાંધીનગરમાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના મેટ્રો રૂટને આપી લીલીઝંડી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગરના વિકાસમાં વધુ એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેર્યો છે. PM મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ફેઝ-2ના અંતિમ ભાગનું લોકાર્પણ કર્યું છે. આ સાથે હવે મેટ્રો સેવા સીધી ગાંધીનગરના હૃદય સમાન સચિવાલયથી મહાત્મા મંદિર સુધી શરૂ થઈ ગઈ છે. 5.36 કિમીનો નવો મેટ્રો રૂટ આ નવો મેટ્રો રૂટ સચિવાલયથી મહાત્મા મંદિર સુધી કુલ 5.36 કિમી લાંબો છે. આ રૂટ શરૂ થતા ગાંધીનગરના મહત્વના વિસ્તારો હવે મેટ્રો અને રેલવે નેટવર્ક સાથે સીધા જોડાઈ ગયા છે. નવા રૂટમાં આવતાં મેટ્રો સ્ટેશનોમાં સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિરનો સમાવેશ થાય છે. ગાંધીનગર રેલવે સ્ટેશન સાથે સીધું જોડાણ આ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે હવે મુસાફરો મેટ્રો દ્વારા સીધા ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી પહોંચી શકશે.…

PM નરેન્દ્રભાઈ મોદીના આગમન સાથે સોમનાથમાં દીપોત્સવીનો યોજાયો માહોલ

સોમનાથ સ્વાભિમાન મહોત્સવ પર્વમાં સહભાગી થવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથ પધાર્યા હતા. વડાપ્રધાનના આગમન સાથે સોમનાથમાં ભક્તિમય વાતાવરણ સાથે દીપોત્સવીનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાનને આવકારવા અને તેમની ઝલક મેળવવા સોમનાથવાસીઓ સહિત દેશભરમાંથી પધારેલા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સોમનાથના આભને આંબતી ભવ્ય આતશબાજી અને સોમનાથની ભવ્યતા, દિવ્યતા તથા અદમ્ય અનુભૂતિને વર્ણવતા ભવ્ય ડ્રોન શોએ સોમનાથવાસીઓ સહિત ઉપસ્થિત ભાવિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત મંત્રીમંડળના સભ્યોએ પણ રંગારંગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ અને ડ્રોન શો નિહાળીને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. મંદિર પરિસરમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં હંસરાજ રઘુવંશી, બ્રિજરાજ ગઢવી અને મયુર દવે સહિતના કલાકારોએ ભાવિકોને શિવભક્તિના રંગે રંગ્યા હતા. મેરા ભોલા હૈ ભંડારી’….., ‘બમ બમ ભોલે બમ બમ ભોલે રે’…..,’એસા…

સુરત : દેશની પોલીસને ચકમો આપનાર ‘ઈરાની ડેરા’નો માસ્ટરમાઈન્ડ ઝડપાયો

દેશભરમાં છેલ્લા બે દાયકાથી પોલીસ અને તપાસ એજન્સીઓને હંફાવનાર કુખ્યાત ‘ઈરાની ડેરા’ ગેંગનો મુખ્ય સૂત્રધાર આખરે ઝડપાઈ ગયો છે. મધ્યપ્રદેશના ભોપાલનો રહેવાસી આબીદ અલી ઉર્ફે રાજુ ઈરાની ઉર્ફે રહેમાન ડકેતને સુરત ક્રાઈમ બ્રાન્ચે ગુપ્ત ઓપરેશન હેઠળ લાલગેટ વિસ્તારમાંથી ઝડપી લીધો. રાજુ ઈરાની સામે દેશના 14 રાજ્યોમાં લૂંટ, છેતરપિંડી, હિંસક હુમલા અને સંગઠિત ગુનાખોરીના અનેક ગંભીર કેસ નોંધાયેલા છે. ક્રાઈમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે રાજુ ઈરાની સુરતમાં નવી ગુનાખોરીને અંજામ આપવાના ઇરાદે આવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાથી કોઈ હિંસા કે ગોળીબાર વિના તેને ઝડપી લેવામાં આવ્યો. મધ્યપ્રદેશના ભોપાલમાં ‘ઈરાની ડેરા’ નામના મુખ્ય અડ્ડામાંથી રાજુ ઈરાની દેશભરમાં ફેલાયેલી વિવિધ પેટા ગેંગને સંચાલિત કરતો હતો. ગેંગના સભ્યો પોલીસ અથવા CBI અધિકારીના વેશમાં લૂંટ કરતા, ક્યારેક સાધુ/બાવાના વેશમાં ઘરમાં…

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026: PM મોદી ૧૨ જાન્યુઆરીએ કરાવશે પતંગ મહોત્સવ-2026નો પ્રારંભ

ગુજરાત આગામી ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે આગામી ૧૨ જાન્યુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026’નું ઉદ્ઘાટન કરશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’નું આયોજન પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. 50 દેશોના 135 પતંગબાજો પતંગ મહોત્સવમાં લેશે હિસ્સો ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો સહભાગી થશે. આ ઉપરાંત, ગુજરાત સહિત ભારતનાં 14 રાજ્યોમાંથી 936થી વધુ પતંગબાજો ભાગ લેશે. આમ, કુલ મળીને 1071 પતંગ રસિયાઓ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પતંગ ઉડાડશે. વધુમાં, પતંગ મહોત્સવની મુલાકાતે આવતા નાગરિકો માટે ૨૫ હસ્તકલા સ્ટોલ…

સોમનાથ સ્વાભિમાન પર્વમાં હંસરાજ રઘુવંશીના સથવારે હજારો ભાવિકો બન્યા શિવમય

સોમનાથ સ્વાભિમાન પર્વમાં સોમનાથ મંદિર પરિસરમાં સાંસ્કૃતિક કાર્યક્રમના ત્રીજા દિવસે હજારો શિવ ભક્તો જાણીતા ગાયક હંસરાજ રઘુવંશીના શિવ ભકિતના ગીત સંગીતમાં શ્રદ્ધાભાવ સાથે શિવ ભક્તિમાં મંત્રમુગ્ધ થયા હતા. શિવ સમા રહે મૂજમે ઔર મે શૂન્ય હો રહા હું, જયકારા બોલો, જયકારા, મેરા ભોલા હૈ ભંડારી, ભોલે નાથ કી શાદી હૈ તો નાચેંગે સહિતના શિવ ભક્તિ ભજન ગીતમાં પ્રવાસી- ભક્તો શિવ ભક્તિમાં રંગાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાય રહેલા સ્વાભિમાન પર્વમાં આજે ત્રીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમના આકર્ષણને લીધે સોમનાથ મંદિરનું સમગ્ર પરિસર ભક્તોથી ઉભરાઇ ગયું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના સંકલનમાં સોમનાથ સ્વાભિમાન પર્વના કાર્યક્રમોની સુંદર પ્રસ્તુતિ લોકપ્રિય બનતા હજારો શિવ ભક્તો માટે આ પર્વ યાદગાર બન્યું છે.  …

અરબી સમુદ્ર ઉપર 3 હજાર ડ્રોનથી સર્જાયા દિવ્ય ચિત્રો, વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત

સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત સોમનાથ મંદિર પરિસરમાં ભવ્ય અને આકર્ષક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અનોખા આયોજનથી પવિત્ર સોમનાથ ધામમાં ઉત્સવમય અને આનંદસભર માહોલ સર્જાયો હતો. આ ડ્રોન શોમાં અંદાજે 3000 જેટલા ડ્રોનના સહારે અરબી સમુદ્ર ઉપર આકાશમાં પ્રકાશના સુમેળભર્યા સંયોજન દ્વારા વિવિધ બિંદુચિત્રો સર્જવામાં આવ્યા હતા. આકાશમાં ઊભરાતા પ્રકાશમય દૃશ્યો લોકઆકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ડ્રોન લાઈટના માધ્યમથી ત્રિશૂળ, ઓમ, તાંડવ નૃત્ય કરતા ભગવાન શંકર, વીર હમીરજી, અહલ્યાભાઈ હોલ્કર, સોમનાથ પર આક્રમણ, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વાભિમાન પર્વનો લોગો તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બિંદુચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ તમામ ચિત્રોએ ભારતીય સંસ્કૃતિ, આત્મગૌરવ અને રાષ્ટ્રીય અભિમાનનું પ્રતિબિંબ રજૂ કર્યું હતું. આ ભવ્ય ડ્રોન શોનું સંચાલન કુલ 40 પ્રશિક્ષિત ઓપરેટરો દ્વારા સુવ્યવસ્થિત રીતે કરવામાં…

PM મોદીનો સોમનાથમાં ભવ્ય રોડ શો, ઓમકાર મંત્ર જાપમાં બન્યા સહભાગી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર છે. આ પ્રવાસના ભાગરૂપે તેઓ હેલીકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ પહોંચ્યા. સોમનાથ હેલિપેડ પર ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથના VVIP ગેસ્ટ હાઉસમાં રોકાશે. સોમનાથમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કર્યા. આજે સાંજે 8 વાગ્યે તેઓ મંદિર પરિસરમાં આયોજિત ઓમકાર મંત્રજાપમાં સહભાગી બનશે. રાત્રે યોજાનાર ભવ્ય ડ્રોન-શો પણ તેઓ નિહાળશે, જે શ્રદ્ધા અને આધુનિક ટેકનોલોજીનું અનોખું સંયોજન રજૂ કરશે. પ્રધાનમંત્રી માટે સોમનાથમાં ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનસમૂહે ઉત્સાહભેર તેમનું સ્વાગત કર્યું. સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા પણ પ્રધાનમંત્રી કરશે, જેમાં મંદિરના વિકાસ અને ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા થશે. આવતીકાલે વહેલી સવારે પ્રધાનમંત્રી સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરશે.…

ઉત્તરાયણ પહેલા અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો

ગુજરાતમાં હાલ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ પવનની ગતિ અને ઉત્તર પર્વતીય વિસ્તારોમાંથી આવતાં ઠંડા પવનના કારણે હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ન્યુક્લિયર એનર્જીના પ્રયોગો, માનવસર્જિત કારણો તેમજ કુદરતી ફેરફારોના કારણે પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) પર અસર પડી રહી છે. એટલાન્ટિક મહાસાગરથી લઈને સહરાના રણ અને આરબ દેશો સુધીના વાતાવરણમાં થતા ફેરફારોની અસર ભારત સુધી જોવા મળી રહી છે. તેમના અનુમાન મુજબ 18 જાન્યુઆરી આસપાસ એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે. જેના પરિણામે ગુજરાતમાં 18 થી 23 જાન્યુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાનમાં થોડો વધારો થવાથી…

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ ની ઉજવણી અન્વયે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સ્થળ મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

વડાપ્રધાનશ્રીની સોમનાથ મુલાકાતને પગલે મંદિર પરિસર, સુરક્ષા બંદોબસ્ત અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરતા નાયબ મુખ્યમંત્રી:  સોમનાથ તા.૧૦ જાન્યુઆરી, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે આયોજિત થનારા ‘સ્વાભિમાન પર્વ‘ના સુચારુ આયોજન અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે સોમનાથ મહાદેવ મંદિર પરિસર તથા આસપાસના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ પવિત્ર અવસરે સુરક્ષા વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ લેવલ પર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સ્થળ મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ મંદિર પરિસરના મુખ્ય પ્રવેશદ્વાર, આસપાસના મુખ્ય અને વૈકલ્પિક માર્ગો તેમજ યાત્રાળુઓની આવન-જાવન માટેની વ્યવસ્થાનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા બંદોબસ્ત, ટ્રાફિક સંચાલન અને પાર્કિંગ વ્યવસ્થા અંગે વિગતવાર માહિતી…