મહિલાઓ માટે જીવનરક્ષક HPV વેક્સીન: સર્વાઇકલ કેન્સરથી બચાવ અને ખર્ચની માહિતી,HPV વેક્સિન કેમ છે જરૂરી?

ભારતમાં છેલ્લા થોડા વર્ષોમાં સર્વાઇકલ કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. આ એક ગંભીર અને જીવલેણ બીમારી છે, જે ખાસ કરીને મહિલાઓમાં જોવા મળે છે. સ્ત્રીઓમાં થતો આ બીજો સૌથી સામાન્ય કેન્સર છે. પરંતુ સારા સમાચાર એ છે કે સમયસર લેવામાં આવેલી HPV વેક્સિન આ રોગના જોખમને ઘણો ઓછો કરી શકે છે.

HPV (હ્યુમન પેપિલોમા વાયરસ) વેક્સિન કેવી રીતે કામ કરે છે?

HPV  એ એક એવો વાયરસ છે, જે સર્વાઇકલ કેન્સર માટે મુખ્ય જવાબદાર માનવામાં આવે છે. HPV વેક્સિન શરીરને આ વાયરસ સામે લડવાની ક્ષમતા આપે છે.

ઓન્કોલોજિસ્ટ ડૉ. જ્યોતિ વાધવાના જણાવ્યા અનુસાર, આ વેક્સિન ઇન્ફેક્શનનો ખતરો ઘટાડે છે અને પરિણામે કેન્સર થવાની શક્યતા પણ ઓછી કરે છે.

કઈ ઉંમરે લેવાય HPV વેક્સિન?

1. 9 થી 14 વર્ષની ઉંમર:
* આ ઉંમરમાં 2 ડોઝ આપવામાં આવે છે
* બંને ડોઝ વચ્ચે 6 મહિનાનો અંતર રાખવો

ઉદાહરણ: માર્ચમાં પહેલો ડોઝ તો સપ્ટેમ્બરમાં બીજો ડોઝ

2. 14 વર્ષથી વધુ ઉંમર:
* આ ઉંમરે 3 ડોઝ જરૂરી છે
*પહેલો ડોઝ પછી 1 મહિને બીજો
* ત્યારબાદ 6 મહિના પછી ત્રીજો ડોઝ

ઉદાહરણ: માર્ચ (1લો), એપ્રિલ (2જો), સપ્ટેમ્બર (3જો)

HPV વેક્સિનનો ખર્ચ કેટલો છે?

સરકારી હોસ્પિટલમાં ઘણી જગ્યાએ આ વેક્સિન મફતમાં ઉપલબ્ધ છે. ખાનગી હોસ્પિટલમાં તેની કિંમત લગભગ ₹2,000 થી ₹10,000 સુધી હોઈ શકે છે. અલગઅલગ બ્રાન્ડ મુજબ ભાવમાં ફેરફાર જોવા મળે છે

HPV વેક્સિન કેમ છે જરૂરી?

સર્વાઇકલ કેન્સરથી બચાવ માટે સૌથી અસરકારક પગલું
HPV વાયરસથી થતા સંક્રમણને રોકે છે
સમયસર વેક્સિનેશન મહિલાઓના આરોગ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ
ખાસ કરીને કિશોરીઓ માટે પ્રિવેન્શન તરીકે ઉત્તમ

મહત્વપૂર્ણ સૂચના (Disclaimer):

આ લેખ માત્ર જાગૃતિ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલાં કૃપા કરીને નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

  • Related Posts

    UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

    નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

    LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

    નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…