અમદાવાદમાં ફિક્કીના 100 વર્ષનો ભવ્ય પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલનું પ્રેરક સંબોધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ફેડરેશન ઑફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આઝાદીની શતાબ્દી ઉજવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે FICCIના 100 વર્ષની ઉજવણી અને દેશનો આ અમૃતકાળ એ ફિક્કી માટે ડબલ બોનાન્ઝા છે.

મુખ્યમંત્રીએ ફિક્કીની નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગમાં પ્રેરક સંબોધન કર્યુ હતું. તેમણે દેશના સૌથી જુના, પ્રતિષ્ઠિત અને પ્રભાવશાળી ઉદ્યોગ મંચ તરીકે ફિક્કીની 100 વર્ષની સફળ યાત્રાને નોંધપાત્ર સિમાચિહ્ન ગણાવી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લિડરશીપમાં ડિજીટલ ભારત-મેઈક ઈન ઈન્ડિયા-સ્ટાર્ટઅપ ઈન્ડિયા-સ્કિલ ઈન્ડિયા જેવા ઈનીશ્યેટીવ્ઝથી ભારત આત્મનિર્ભરતાથી વિકાસ રાહે દોડતું થયું છે તેમાં પણ ફિક્કીનો ઉલ્લેખનીય સહયોગ મળ્યો છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાનના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની ડેવલપમેન્ટ જર્નીની પ્રભાવક પ્રસ્તુતિ કરતા કહ્યુ કે, દ્રષ્ટીવંત નેતૃત્વ અને ડેવલપમેન્ટ માટેના કમિટમેન્ટથી કેટલી સ્પીડ અને સ્કેલ સાથે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થઈ શકે તે ગુજરાતે દેશ અને દુનિયાને બતાવ્યું છે.
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાત દેશના જીડીપીમાં ૮.૩ ટકા, નેશનલ ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં ૧૮ ટકા અને દેશની કુલ નિકાસમાં ૨૭ ટકાના યોગદાન સાથે અગ્રેસર છે.

વડાપ્રધાનના ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા ‘વિકસિત ગુજરાત @2047  નો રોડમેપ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય છે. આ રોડમેપ અંતર્ગત 2047 સુધીમાં રાજ્યના અર્થતંત્રને 3.5 ટ્રિલિયન યુએસ ડોલર સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ માટે રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર, એ.આઈ. અને ગ્રીન ગ્રોથ જેવા ઇમર્જિંગ સેક્ટર્સ પર ફોકસ કર્યું છે. તાજેતરમાં જ સાણંદમાં વડાપ્રધાનના હસ્તે શરૂ કરાયેલા બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ દ્વારા ગુજરાત હવે ગ્લોબલ સેમિકન્ડક્ટર સપ્લાય ચેનનો મહત્ત્વનો હિસ્સો બનશે.

એટલુ જ નહિ, ગિફ્ટ સિટીમાં કાર્યરત AI સેન્ટર ઑફ એક્સેલન્સ, ડેટા સેન્ટર અને ફિનટેક રાજ્યને વિવિધ ઈમર્જિંગ સેક્ટર્સમાં વધુ મજબૂત બનાવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી, આઈ.ટી. અને આઈ.ટી.ઈ.એસ. પોલિસી, જી.સી.સી. પોલિસી જેવી પ્રોત્સાહક પોલિસીઝથી પોલિસી ડ્રિવન સ્ટેટ અને વિશ્વના ઉધોગો માટે ‘મોસ્ટ ફેવરિટ ડેસ્ટિનેશન’ બન્યું છે. આજે વિશ્વની ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓમાંથી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતું.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનએ વુમન ડેવલપમેન્ટ નહીં, પરંતુ ‘વુમન-લેડ ડેવલપમેન્ટ’નો કોન્સેપ્ટ આપ્યો છે. તેને અનુરૂપ ગુજરાતમાં પણ મહિલા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા તાજેતરમાં જ ‘હર સ્ટાર્ટઅપ’ (Her Start-up) પ્લેટફોર્મ શરૂ કર્યુ છે.

મુખ્યમંત્રીએ ગુજરાતને વેપાર-ઉદ્યોગના વર્લ્ડ મેપ પર પ્રતિષ્ઠા અપાવનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સફળતામાં પ્રારંભથી જ FICCIના નેશનલ પાર્ટનર તરીકે સહયોગી રહી છે તેની પણ સરાહના કરી હતી.

વડાપ્રધાન ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને સાકાર કરીને વિકસિત ભારત @2047ના નિર્માણ માટે FICCIના સક્રિય સહયોગની અપેક્ષા મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

FICCIના અધ્યક્ષ અનંત ગોએન્કાએ શતાબ્દીના લોન્ચપેડ તરીકે અમદાવાદની વ્યૂહાત્મક પસંદગી વિશે વાત કરતાં રાજ્યના ઉદ્યોગલક્ષી નીતિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ અને ખાનગી સાહસો વચ્ચેનો સમન્વય દેશના અન્ય રાજ્યો માટે પણ બ્લૂપ્રિન્ટ (નકશા) તરીકે કામ કરે છે.

તેમણે કહ્યું કે ગુજરાતે સાબિત કર્યું છે કે કેવી રીતે રાજ્ય સરકારની નીતિઓ આર્થિક લેન્ડસ્કેપને બદલી શકે છે. જેમ સમગ્ર દેશ વિકસિત ભારત@૨૦૪૭ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે, તેમ FICCI પણ ગુજરાતના મેન્યુફેક્ચરિંગ, સેવાઓ અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારવા માટે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરવા ઉત્સુક છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અવસરે FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન ગોકુલ જયકૃષ્ણએ સ્ટાર્ટઅપ્સ અને ગ્રીન એનર્જી માટેના હબ તરીકે રાજ્યની ભૂમિકા પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે મુખ્યસચિવ એમ.કે. દાસ, FICCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વિજય શંકર, વાઇસ પ્રેસિડેન્ટ પુનીત દાલમિયા, સેક્રેટરી જનરલ અનંત સ્વરૂપ તથા ડાયરેક્ટર જનરલ જ્યોતિ વિજ સહિત સંસ્થાના હોદ્દેદારો, અગ્રણીઓ તેમજ ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Morbi Sahil Majothi Ukraine Prisoner Release : 13 મહિનાથી યુક્રેનની જેલમાં કેદ મોરબીના યુવાન માટે આશાનું કિરણ..

    Ukraineમાં 13 મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોથીની મુક્તિની આશા જાગી! વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યાં, બ્રિગેડિયર જનરલે કહ્યું – ભારત સરકાર સંપર્ક કરે તો મુક્તિ માટે તૈયાર Ukraineની જેલમાં બંધ મોરબીના યુવાન સાહિલ માજોથીને સ્વદેશ પરત લાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે. સુપ્રીમ કોર્ટનાં વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ભારતીય રાજદૂત અને યુદ્ધકેદીઓના મામલાઓ સંભાળતા બ્રિગેડિયર જનરલ સાથે મુલાકાત કરી છે. વકીલના જણાવ્યા અનુસાર, યુક્રેનના અધિકારીઓએ સાહિલની મુક્તિ અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને ભારત સરકાર તરફથી સત્તાવાર સંપર્ક તથા સંકલનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ: રફીક અજમેરી મોરબીના એક યુવાનને Ukraineની કસ્ટડીમાંથી મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં હવે નવી આશા જાગી છે. મોરબીનો યુવાન સાહિલ માજોથી છેલ્લા આશરે 13 મહિનાથી Ukraineની જેલમાં બંધ હોવાનું…

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…