ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં હળવો થી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ થવાની શક્યતા છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, વલસાડ, તાપી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાનમાં આ બદલાવનું મુખ્ય કારણ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન ઉપર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સિસ્ટમ છે, જેના પ્રભાવથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી સાથે ભેજનું પ્રમાણ વધુ રહેશે, જેના કારણે બફારાવાળું વાતાવરણ અનુભવાશે. પવનની દિશા ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે, ખાસ કરીને ગાજવીજ દરમિયાન ખુલ્લા વિસ્તારોમાં રહેવું ટાળવા જણાવ્યું છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in





