રામ રાખે એને કોણ ચાખે… અમરેલીની 5 વર્ષની દીકરીના કારણે આતંકી હુમલામાં આ રીતે બચ્યો પરિવારનો જીવ

પહલગામમાં થયેલ આતંકી હુમલામાં 26 લોકોએ જીવ ગુમાવ્યો જેમાં ગુજરાતના ત્રણ લોકોના મોત થયા હતા. ત્યારે અમરેલીથી કાશ્મીર ફરવા ગયેલ પાઠક પરિવારનો થયો બચાવ થયો હતો. પાંચ વર્ષીય પુત્રી મેશ્વાએ ઘોડા પર જવાની ના કહી અને આગળ ન જવાનો નિર્ણય કર્યો અને જીવ બચી ગયો.

અમરેલીના સાવરકુંડલામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા કિરીટ પાઠક પરિવાર સાથે કાશ્મીર ફરવા ગયા હતા અને હુમલાના સમયે તે પોતાની પત્ની અને દીકરી સાથે પહેલગામમાં જ હતાં. કાર ડ્રાઇવર પાઠક પરિવારને બેસરન વેલીમાં લઈ જવા નીકળ્યો હતો. બેસરન મેદાન પાંચ કિલોમીટર ઊંચાઈએ હોવાથી ત્યાં ઘોડા પર બેસીને જવું પડે છે. અને પાંચ વર્ષની દીકરી મેશ્વાએ ઘોડા પર બેસવાની ના પાડી દીધી હતી. માતા-પિતાએ સમજાવ્યું તેમ છતાં દીકરી ઘોડા પર બેસવાની ના પાડતી હતી તેથી, પિતાએ દીકરીનું માન્યુ અને ત્યાં જવાનું માંડી વાળ્યું હતું.

ડ્રાઇવરે પગે લાગી માન્યો આભાર
આ દરમિયાન થોડી વાર થઈ ત્યાં સેનાના જવાનો કાદવથી ખરડાયેલ કેટલીક મહિલાઓને લઈ નિકળ્યા હતા . આ દરમિયાન તપાસ કરતા ડ્રાઇવરે જણાવ્યું કે, ઉપર આતંકવાદી હુમલો થયો છે. આ સાથે જ દીકરીની ના પાડવાના કારણે તમામના જીવ બચી જતાં ડ્રાઇવરે પાંચ વર્ષની દીકરીને પગે લાગી તેનો આભાર માન્યો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *