અમેરિકામાં ટ્રમ્પ ટેરિફના સૌથી મોટા રિફંડની પ્રક્રિયા શરૂ, ₹13.8 લાખ કરોડ પરત થશે

અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવેલી ટેરિફને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા બાદ હવે રિફંડ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ નિર્ણયને અમેરિકન ઇતિહાસનું સૌથી મોટું ટેરિફ રિફંડ માનવામાં આવી રહ્યું છે, જેમાં અંદાજે 166 અબજ ડોલર (લગભગ ₹13.8 લાખ કરોડ) પરત કરવાના રહેશે.

નવા નિર્ણય મુજબ અમેરિકાની કંપનીઓ સોમવારથી ઓનલાઈન પોર્ટલ મારફતે ક્લેમ ફાઈલ કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં જણાવાયું હતું કે ટ્રમ્પ પ્રશાસને ઈમરજન્સી સત્તાનો અયોગ્ય ઉપયોગ કરીને ટેરિફ લગાવ્યા હતા.

આ કેસ બાદ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે આદેશ આપ્યો છે કે આયાતકારોને તેમની જમા રકમ સાથે વ્યાજ પણ પરત કરવામાં આવે. અંદાજ મુજબ લગભગ 3.3 લાખ આયાતકારોને આ નિર્ણયનો લાભ મળશે, જેમણે કાર પાર્ટ્સથી લઈને સ્માર્ટફોન સુધીના ઉત્પાદનો પર ભારે ટેક્સ ચૂકવ્યો હતો.

યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (CBP) દ્વારા આ પ્રક્રિયા માટે CAPE નામનું નવું ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. આયાતકારો અને કસ્ટમ બ્રોકર્સને ACE પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરીને બેંક વિગતો સાથે ક્લેમ સબમિટ કરવાનો રહેશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, યોગ્ય દસ્તાવેજો સાથેની અરજીઓ પર 60થી 90 દિવસમાં રિફંડ આપવામાં આવી શકે છે.

પ્રારંભિક તબક્કામાં માત્ર અનલિક્વિડેટેડ એન્ટ્રીઝ અને તાજેતરના કેસોને જ સામેલ કરવામાં આવ્યા છે. બાકીના કેસોને આગળના તબક્કામાં લેવામાં આવશે. અત્યાર સુધીમાં હજારો આયાતકારોએ જ રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી છે.

આ નિર્ણયથી કંપનીઓને મોટી રાહત મળવાની શક્યતા છે, પરંતુ તેનો કેટલો લાભ સામાન્ય ગ્રાહકો સુધી પહોંચશે તે હજી સ્પષ્ટ નથી. ન્યૂયોર્ક ફેડરલ રિઝર્વના અંદાજ મુજબ ટેરિફનો મોટો બોજ કંપનીઓ અને ગ્રાહકો વચ્ચે વહેંચાયો હતો.

આ સાથે જ ટેરિફને લઈને કાનૂની વિવાદ હજુ ચાલુ છે. અનેક કંપનીઓએ આ નીતિ સામે કેસ દાખલ કર્યા છે અને સરકાર તરફથી પણ અપીલની શક્યતા છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા લાંબી ખેંચાઈ શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…