અમદાવાદ: હવે મેટ્રો માર્ગ સચિવાલય સુધી વિસ્તર્યો, મેટ્રો ટ્રેન ગાંધીનગર સચિવાલય સુધી દોડશે

ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે

અમદાવાદ:- અમદાવાદથી ગાંધીનગર જનારા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. ખાસ કરીને જેઓ સચિવાલયમાં જાય છે. કારણ કે હવે 27 એપ્રિલથી અમદાવાદ-ગાંધીનગર મેટ્રો ટ્રેન સચિવાલય સુધી દોડશે. એટલું જ નહીં. અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સચિવાલય સુધીના સાત નવા સ્ટેશનો પણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે કે આ સાત સ્થળોએ મુસાફરો મેટ્રોમાં ઉતરી શકશે અને ચડી શકશે. જેમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10A અને ગાંધીનગર સચિવાલય સ્ટેશનનો સમાવેશ થાય છે. રવિવારથી મેટ્રો ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. બદલાયેલ સમય રવિવારથી વેબસાઇટ પર અપડેટ કરવામાં આવશે. અત્યાર સુધી મેટ્રો અમદાવાદ (મોટેરા) થી ગાંધીનગર સેક્ટર-1 સુધી ચાલતી હતી. ગાંધીનગર રૂટ પર સાત નવા સ્ટેશન શરૂ, 27 એપ્રિલથી ટાઈમ ટેબલ બદલાશે.

 

Image

ટ્રાફિક વિના મુસાફરી સરળ રહેશે:- અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રો સેવા શરૂ થતાં લોકોને ગાંધીનગર જતી વખતે ટ્રાફિકનો સામનો કરવો નહીં પડે. તેઓ કાળઝાળ ગરમીમાં એરકન્ડિશન્ડ મેટ્રોમાં મુસાફરી કરી શકશે. તેમને અવરજવરમાં કોઈ મુશ્કેલી નહીં પડે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…

FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *