અમદાવાદ ગ્રામ્યના વિદ્યાર્થીઓએ પીંછીના સ્પર્શે કંડાર્યું લોકશાહીનું મહાપર્વ: વહેતી કરી મતદાન જાગૃતિની સરવાણી

આગામી 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં જન-જનની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન (SVAP) પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ 620 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, રંગોળી મેકિંગ અને પોસ્ટર મેકિંગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહીના આ ઉત્સવમાં કલા અને સર્જનાત્મકતાનો સમન્વય સાધીને વિદ્યાર્થીઓએ મતદાનનું મહત્વ સમજાવતા આકર્ષક કલાકૃતિઓ તૈયાર કરી હતી.

આ પ્રવૃત્તિમાં જિલ્લાભરમાંથી અંદાજે 38,784 જેટલા વિદ્યાર્થીઓ, વાલીઓ અને શૈક્ષણિક સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ‘મારો મત, મારો અધિકાર’ અને ‘લોકશાહીનું મહાપર્વ’ જેવી થીમ પર પોતાની કલ્પનાશક્તિ દ્વારા સુંદર ચિત્રો, રંગોળી અને પ્રેરણાદાયી પોસ્ટરો બનાવ્યા હતા. આ કલાકૃતિઓને સ્થાનિક સ્તરે જાહેર સ્થળોએ પ્રદર્શિત કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેથી સામાન્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર SVAP દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં આ જ રીતે રંગોળી સ્પર્ધા, માનવ સાંકળ અને જાગૃતિ રેલી જેવા કાર્યક્રમો યોજીને સમગ્ર જિલ્લામાં લોકશાહીના પર્વનો માહોલ જીવંત રાખવામાં આવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    G7 સમિટમાં PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત: 16 મહિના બાદ ફરી મળ્યા બંને નેતાઓ

    ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાઈ રહેલી G7 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે. લગભગ 16 મહિના બાદ બંને નેતાઓ એકબીજા સામે આવ્યા…

    શું હવે પાણીથી ચાલશે તમારી કાર? ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિનો થયો આરંભ!

    ભારતમાં ગ્રીન હાઈડ્રોજન ક્રાંતિ: ૨૧મી સદીના ભારતનું પર્યાવરણને અનુકૂળ ‘સુપર-ફ્યુઅલ’ નવી દિલ્હી: વર્તમાન સમયમાં જ્યારે સમગ્ર વિશ્વ જળવાયુ પરિવર્તન (Climate Change) અને ગ્લોબલ વોર્મિંગ જેવી ગંભીર સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યું…