ઈરાનના બંદર અબ્બાસમાં ભયંકર વિસ્ફોટ, ચાર લોકોના મોત… 500 થી વધુ ઘાયલ

શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં એક પ્રચંડ વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. જે બાદ બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વિસ્ફોટ બંદર અબ્બાસ શહેરના રાજાઈ બંદર પર થયો હતો.

શનિવારે ઈરાનના બંદર અબ્બાસ શહેરમાં ભયંકર વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ માહિતી સરકારી સમાચાર એજન્સી દ્વારા આપવામાં આવી છે. માહિતી અનુસાર, આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થયા છે અને 500 થી વધુ લોકો ઘાયલ થયા છે. જે બાદ બધાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

વિસ્ફોટને કારણે બારીઓના કાચ તૂટયા
ઈરાનના કસ્ટમ્સ ઓથોરિટીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવારનો વિસ્ફોટ સિના કન્ટેનર યાર્ડમાં થયો હતો, જે પોર્ટ્સ અને મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલ છે. દરમિયાન, ઈરાનના સરકારી ટેલિવિઝનએ જણાવ્યું હતું કે શરૂઆતના અહેવાલોમાં ઘટના સ્થળે જ્વલનશીલ પદાર્થોના સંગ્રહમાં બેદરકારી દર્શાવવામાં આવી હતી. રાજાઈ બંદર પર થયેલા આ પ્રચંડ વિસ્ફોટને કારણે, ઘણા કિલોમીટર દૂર આવેલા ઘરોની બારીઓના કાચ તૂટી ગયા હતા અને ઘરો અને ઓફિસોને ઘણું નુકસાન થયું હતું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

#ચૌકાવનારીઘટના: ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો

ફેમિલી કોર્ટના આદેશ બાદ દીકરીની માતા પર સાસરિયા પક્ષ દ્વારા હુમલો,પીડિતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી.મહિલા પોલીસની હાજરીમાં જ આરોપીઓએ છરી વડે હુમલો કર્યાનો આક્ષેપ,વલભીપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

#Justices/ સગીરાને મળ્યો ન્યાય , હેવાનિયત આચરનાર આરોપીને આજીવન કેદની સજા અને દંડ

સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કેદની સજા. આરોપીને આજીવન કેદ અને 75000 હજારનો દંડ ફટકાર્યો. આરોપીને બનાવના પુરાવા તેમજ જુબાનીના આધારે સજા. નામદારે પોકસો કોર્ટમાં સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *