અમદાવાદ ગ્રામ્યના માર્ગો પર ગુંજ્યો ‘અચૂક મતદાન’નો નાદ: જાગૃતિ રેલી અને માનવ સાંકળ દ્વારા મતાધિકારનો સંદેશ પ્રસરાવાયો

26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે હેતુથી અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં SVAP (State Voters Awareness Programme) અંતર્ગત જનજાગૃતિના અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા ભવ્ય ‘મતદાન જાગૃતિ રેલી’ અને ‘માનવ સાંકળ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાઓના હજારો વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શિસ્તબદ્ધ રીતે આ કાર્યક્રમમાં જોડાઈને નાગરિકોને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું.

રેલી દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં આકર્ષક બેનરો અને પ્લેકાર્ડ્સ ધારણ કર્યા હતા, જેના પર ‘મત આપવો એ આપણી ફરજ છે’ અને ‘જાગૃત મતદાતા, લોકશાહીનો ભાગ્યવિધાતા’ જેવા પ્રેરણાદાયી સૂત્રો લખેલા હતા.

ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોએ લાંબી માનવ સાંકળ રચીને મતાધિકારના મૂલ્ય પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમો દ્વારા નાગરિકોને મતદાનના દિવસે ઉત્સાહભેર મતદાન મથક સુધી પહોંચવા માટે પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અને નોડલ ઓફિસર SVAP દ્વારા આ સફળ આયોજન બદલ તમામ શાળાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને 26 એપ્રિલના રોજ મતદાન કર્યા બાદની સેલ્ફી એકત્ર કરવાના આગામી આયોજન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

    નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

    LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

    નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…