49 દિવસ બાદ હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્યો: ઈરાનના નિર્ણયથી વૈશ્વિક બજારમાં રાહત

લાંબા સમયથી ચાલતા તણાવ બાદ ઈરાને અંતે હોર્મુઝ સ્ટ્રેટને સંપૂર્ણપણે ખોલવાની જાહેરાત કરી છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ જણાવ્યું કે લેબનાન-ઈઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધવિરામને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, 28 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પર અસર પડી હતી. ત્યારબાદ ઈરાને આ માર્ગ બંધ કરી દીધો હતો, જેના કારણે વૈશ્વિક વેપાર અને ઊર્જા પુરવઠા પર મોટો પ્રભાવ પડ્યો હતો. હવે લગભગ 49 દિવસ બાદ આ જળમાર્ગ ફરીથી તમામ વાણિજ્યિક જહાજો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.

ઈરાનના વિદેશ મંત્રીએ જણાવ્યું કે આ નિર્ણય યુદ્ધવિરામ સમયગાળાના બાકીના દિવસો માટે લાગુ રહેશે અને તમામ જહાજોને નિર્ધારિત માર્ગ પરથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ હવે ફરીથી જહાજો માટે ખુલ્લો મુકાયો છે.

હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક સ્તરે અત્યંત મહત્વપૂર્ણ જળમાર્ગ છે, જ્યાંથી દરરોજ વિશ્વના કુલ તેલ પુરવઠાનો લગભગ 20 ટકા હિસ્સો પસાર થાય છે. આ માર્ગ બંધ થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે હવે ફરીથી ખૂલતા બજારમાં રાહત જોવા મળી રહી છે.

આ ઘટનાનો ભારત પર પણ સીધો પ્રભાવ પડ્યો હતો. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં LPG સપ્લાયમાં અડચણ ઊભી થઈ હતી, કારણ કે ભારતનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આ માર્ગે આવે છે. હવે માર્ગ ખુલતાં સપ્લાય ફરી સામાન્ય થવાની શક્યતા છે. વિશ્વભરમાં આ નિર્ણયને રાહતરૂપ માનવામાં આવી રહ્યો છે, પરંતુ નિષ્ણાતો માને છે કે અમેરિકો-ઈરાન તણાવ હજુ પૂર્ણ રીતે સમાપ્ત થયો નથી અને પરિસ્થિતિ પર સતત નજર રાખવાની જરૂર છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…