વડાપ્રધાન PM મોદીનો ઝાલમુરી પ્રેમ, જાણો કેમ છે આ સ્ટ્રીટ ફૂડ ખાસ

પશ્ચિમ બંગાળના  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ચૂંટણી રેલી દરમિયાન સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ઝાલમુરીનો સ્વાદ માણ્યો. તેમણે આ અનુભવ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કર્યો અને સ્થાનિક વિક્રેતા સાથે પણ વાતચીત કરી. શું તમે જાણો છો કે પશ્ચિમ બંગાળનું આ સ્ટ્રીટ ફૂડ ઝાલમુરી શા માટે આટલું પ્રખ્યાત છે અને તે કેવી રીતે બને છે ?

વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ, ‘X’ પર આ ક્ષણના ફોટા અને વીડિયો પણ શેર કર્યા. તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું છે કે રવિવારના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મારી ચાર જાહેર સભાઓ દરમિયાન મેં ઝારગ્રામમાં સ્વાદિષ્ટ મસાલેદાર ઝાલમુરીનો સ્વાદ માણ્યો.

ઝાલમુરી કેમ આટલી પ્રખ્યાત ?

ઝાલમુરી ફક્ત કોલકાતામાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ બંગાળ રાજ્યમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલા, મમરા, ડુંગળી, મરચાં અને સરસવના તેલને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. તેનો ચટપટો સ્વાદ સ્થાનિકો તેમજ બહારથી આવતા લોકોને ખૂબ જ પસંદ આવે છે.

‘ઝાલ’ શબ્દનો અર્થ મસાલેદાર થાય છે અને ‘મુરી’નો અર્થ મમરા થાય છે. તેનો તીખો, ચટપટો અને સ્વાદિષ્ટ સ્વાદ તેને અન્ય નાસ્તાથી અલગ પાડે છે. તેની તૈયાર કરવામાં વપરાતું કાચા સરસવનું તેલ એક એવી સુગંધ આપે છે જે ખરેખર તમને આકર્ષે છે.

તેને તૈયાર કરવા માટે ન તો વધુ સમય લાગે છે અને ન તો ઘણા પૈસાની જરૂર પડે છે. તે તમામ લોકો માટે સુલભ અને સસ્તી છે. તમે તેને તમારી પસંદગી મુજબ વધુ મસાલેદાર, ઓછી ડુંગળીવાળી અથવા વધુ નારિયેળવાળી બનાવડાવી શકો છો.

ઝાલમુરી બનાવવા માટેની સામગ્રી

મમરા : 2 કપ (ક્રિસ્પી)
બાફેલા બટાકા : ½ કપ (બારીક સમારેલા)
બારીક સમારેલા ડુંગળી, ટામેટા અને કાકડી : ½ કપ
પલાળેલા અથવા બાફેલા કાળા ચણા : 2 ચમચા
બારીક સમારેલા લીલા મરચા : સ્વાદ મુજબ
સીક્રેટ સામગ્રી : 1 ચમચી કેરીના અથાણાનું તેલ (સરસવનું તેલ)
નમકીન/સેવ/ચણાચુર  : ½ કપ
મસાલા : કાળું મીઠું, શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો અને લીંબુનો રસ.

બનાવવાની રીત

એક મોટા મિક્સિંગ બાઉલમાં સમારેલા બટાકા, ડુંગળી, ટામેટા, કાકડી, લીલા મરચા અને ચણા ઉમેરો
મિશ્રણમાં કાળું મીઠું, જીરું પાવડર અને ચાટ મસાલો ઉમેરો
ત્યાર બાદ કેરીના અથાણા માટેનું સરસવનું તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો
છેલ્લે મમરા, ચણાચુર અને નારિયેળના ટુકડા ઉમેરો અને બરાબરનું મિક્સ કરો
ઉપર થોડો લીંબુનો રસ નીચોવીને તરત જ સર્વ કરો જેથી મમરા નરમ ન પડે.

 

  • Related Posts

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

    માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

    Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…