ગણેશ જાડેજાના પડકાર બાદ અલ્પેશ કથીરિયા ગોંડલમાં.. થયો હુમલાનો પ્રયાસ; જાણો શું છે વિવાદ

આજે ગોંડલમાં રવિવારે રણસંગ્રામ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગણેશ જાડેજાના પડકાર બાદ પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલ ગોંડલ પહોંચ્યા છે. જેને લઈને ગોંડલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બીજી તરફ પાટીદાર આગેવાનની એક ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને કાચ કોડી નાખવામાં આવ્યા છે.

ગણેશ ગોંડલના પડકાર બાદ ગોંડલમાં અલ્પેશ કથીરિયા જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયા પહોંચ્યા હતા. જ્યાં તેમની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ પાટીદાર અગ્રણીઑ ગોંડલના આશાપુરા મંદિરે દર્શન કર્યા બાદ અલ્પેશ કથીરિયા જિગીષા પટેલ અને ધાર્મિક માલવિયા અક્ષર મંદિર ખાતે દર્શન કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં અક્ષર મંદિરની બહાર ગોંડલના શહેરીજનો અને ગ્રામજનો સહિતના લોકો દ્વારા બેનરો સાથે કાળા વાવટા અને અલગ અલગ સૂત્રોના બેનરો ફરકાવીને વિરોધ કરવામાં આવ્યો હતો. બીજી તરફ અલ્પેશ કથીરિયા પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અલ્પેશ કથીરિયાના સમર્થકોમ રોષ
ગોંડલમાં પાટીદાર નેતાની એક ગાડી ઉપર હુમલો કરવામાં આવ્યો છે અને કાચ કોડી નાખવામાં આવ્યા છે. જ્યારે અલ્પેશ કથીરિયાના સમર્થનમાં લોકો આવી પહોંચ્યા હતા અને તેઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ સાથે કથીરિયાએ કહ્યું- અમે ગોંડલ જોવા આવ્યા છીએ. પણ અહીં આવીને લાગે છે કે લોકોમાં ડરનો માહોલ છે. ગમે તેટલો વિરોધ હોય અમે અમારો કાર્યક્રમ ચાલુ રાખીશું.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

રાજ્યભરમાં ખાદ્ય સુરક્ષા અભિયાન: 2.12 લાખ કિલો/લિટરથી વધુ ઘી, તેલ, દૂધ અને પનીર સામે કાર્યવાહી

નાગરિકોને શુદ્ધ અને સલામત ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે રાજ્યના ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન ઘી, ખાદ્ય…

TAT 2026 પ્રાથમિક કસોટીનું પરિણામ જાહેર: હજારો ઉમેદવારો સફળ

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી TAT 2026 પ્રાથમિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમો માટે એકસાથે પ્રસિદ્ધ કરવામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *