BSNLએ શરૂ કરી ખાસ સેવા, કોલ ડ્રોપની સમસ્યાથી મળશે છૂટકારો

BSNL એ સમગ્ર ભારતમાં કોલ ડ્રોપની સમસ્યા દૂર કરી છે. સરકારી ટેલિકોમ કંપનીએ સત્તાવાર રીતે VoWiFi સેવાઓ શરૂ કરી છે. આ સેવા શરૂ થવાથી, ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) નેટવર્ક સિવાયના વિસ્તારોમાં પણ કોલ કરવાની મંજૂરી આપશે. યુઝર્સ તેમના ફોનને Wi-Fi સાથે કનેક્ટ કરી શકશે અને કોલિંગ સુવિધાનો ઉપયોગ કરી શકશે. હાલમાં, ખાનગી કંપનીઓ એરટેલ અને Jio દેશભરમાં VoWiFi સેવાઓ પૂરી પાડે છે. BSNL એ તેના સત્તાવાર X હેન્ડલ દ્વારા જાહેરાત કરી કે સમગ્ર ભારતમાં વોઇસ ઓવર વાઇ-ફાઇ સેવા શરૂ કરવામાં આવી છે. જો ક્યાંય પણ સિગ્નલની સમસ્યા હોય, તો તમે VoWiFi દ્વારા કનેક્ટ થઈ શકો છો. ભારત સંચાર નિગમ લિમિટેડે થોડા મહિના પહેલા જ સમગ્ર ભારતમાં તેની 4G સેવા શરૂ કરી છે. કંપનીએ આ માટે…

‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’નો CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ, જાણો A To Z માહિતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ 2026 ‘નો શુભારંભ કરાવ્યો હતો. ‘ભારત એક ગાથા’ થીમ પર ઇન્ટરનેશનલ ફ્લાવર શૉની આ ૧૪મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર અને ગૌરવસભર સંસ્કૃતિને રજૂ કરતાં આ ભવ્ય ઉત્સવને આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી માણી શકાશે. આ પ્રસંગે ઊર્જામંત્રી ઋષિકેશભાઇ પટેલ તેમજ શહેરી વિકાસ રાજ્યમંત્રી મતી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં.’અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026 ’ના શુભારંભ બાદ મુખ્યમંત્રી સહિત તમામ ઉપસ્થિત મહેમાનોએ ફ્લાવર શૉનાં વિવિધ ઝોનની મુલાકાત લઈને વિવિધ આકર્ષણો નિહાળ્યા હતા. આ ઉપરાંત, અનેકવિધ ફ્લાવર સ્કલ્પચરને સૌએ બિરદાવ્યા પણ હતા. આ પ્રદર્શનમાં ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્કલ્પચરનું પણ મુખ્યમંત્રી ના હસ્તે અનાવરણ કરાયું હતું. વધુમાં, લોખંડી પુરુષ સરદાર…

70 લાખથી વધુ આબાદી ધરાવતું દેશનું પ્રથમ સ્લમ ફ્રી શહેર બનવાની દિશામાં સુરત અગ્રેસર, હાંસલ થઈ શકે છે અનોખી સિદ્ધિ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ બેઠકમાં ચર્ચાયેલા મુદ્દા અને મુખ્યમંત્રીએ આપેલા નિર્દેશો અંગે પ્રેસ-મીડિયાના મિત્રોને માહિતગાર કર્યા હતા. મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાજ્યના નગરો-મહાનગરોને સ્લમ ફ્રી એટલે કે, ઝૂંપડપટ્ટી મુક્ત શહેરો બનાવવા માટે એક મહત્વકાંક્ષી પહેલ કરી હતી. વર્ષ 2006માં સુરતની લગભગ 38 ટકા આબાદી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતી હતી. ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા આ નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવીને શહેરમાં સ્લમ વિસ્તાર ઘટાડવા વડાપ્રધાન એ છેલ્લા બે દાયકામાં અનેકવિધ પ્રયાસો કર્યા છે. જેના પરિણામ સ્વરૂપે આજે સુરતમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા નાગરિકોની સંખ્યા ઘટીને 5 ટકા સુધી પહોંચી છે. જેથી સુરતમાં સ્લમ વિસ્તાર લગભગ નહિવત થવાના આરે છે અને…

નશાખોરોની ખેર નથી..! | GUJARAT | GUJARATI NEWS BULLETIN

31ની ઉજવણીને લઈ રાજ્યનું પોલીસ વિભાગ સજ્જ બનાસકાંઠાઃ થર્ટી ફસ્ટને લઇ ડીસા ઉતર પોલીસ એકશનમાં પોલીસે હોટલ સંચાલકો સાથે યોજી બેઠક પી.આઈ દ્વારા હોટલ સંચાલકોને કડક સૂચનાઓ અપાઈ રાજકોટઃ થર્ટી ફસ્ટને લઈ SOG પોલીસ એકશનમાં માધાપર ચોકડી ખાતે વાહન ચેકીંગ હાથ ધરાયું સુરતઃ પોલીસ કમિશ્નર દ્વારા થર્ટી ફસ્ટ ને લઇ મહત્વની સૂચના સુરત પોલોસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતનું નિવેદન કાયદાનું ઉલ્લંઘન કરી થર્ટી ફસ્ટની ઉજવણી કરવામાં ના આવે વડોદરાઃ 31મીને ધ્યાનમાં રાખી વાહન ચેકિંગ હાથ ધરાયું સંગમ ચાર રસ્તા નજીક ચેકિંગ કરવામાં આવ્યું વાહન ચાલકોના ડોક્યુમેન્ટ તપાસાયા વડોદરા: 31 ડિસેમ્બર મુદ્દે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનું નિવેદન Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની કરાશે સ્થાપના, રાજ્યને મળશે અનોખુ ગૌરવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મેળવ્યું છે. ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે…

અરવલ્લીનાં વિવાદનું સત્ય શું ? | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN

સોલિસિટર જનરલે કહ્યું- ગેરસમજો ફેલાવવામાં આવી રહી છે કોર્ટની ટિપ્પણીઓનું ખોટું અર્થઘટન કરાઇ રહ્યુ છે – કોર્ટ અરવલ્લી કેસમાં SCએ પોતાના જ આદેશ પર રોક લગાવી 21 જાન્યુઆરી સુધી સમગ્ર અરવલ્લીમાં ખાણકામ બંધ રહેશે કોર્ટે રાજસ્થાન, ગુજરાત સહિત 4 રાજ્યો પાસેથી જવાબ માંગ્યો Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/bindia276 FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in

ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડ મામલે છત્તીસગઢમાં EDના દરોડા, તપાસનો ધમધમાટ શરૂ

રાયપુરથી વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) સુધીના ભારતમાલા ઇકોનોમિક કોરિડોર માટે જમીન સંપાદન માટે વળતરની ચુકવણીમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે છત્તીસગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યની રાજધાની રાયપુર અને મહાસમુંદ જિલ્લામાં ઓછામાં ઓછા નવ પરિસરમાં શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. આ તપાસ ભારતમાલા પ્રોજેક્ટના રાયપુર-વિશાખાપટ્ટનમ વિભાગ માટે જમીન સંપાદન વળતરમાં અનિયમિતતાઓ સાથે જોડાયેલી છે. કરોડો રૂપિયાના વળતર કૌભાંડના આરોપો ભારતમાલા પરિયોજના (Bharatmala Pariyojana) હેઠળ, દેશભરમાં આશરે 26,000 કિલોમીટરના આર્થિક કોરિડોર વિકસાવવામાં આવી રહ્યા છે, જે માલસામાનની અવરજવર માટે મહત્વપૂર્ણ છે. આ પ્રોજેક્ટ છત્તીસગઢમાં કરોડો રૂપિયાના વળતર કૌભાંડના આરોપો સહિત અનેક અનિયમિતતાઓ માટે પહેલેથી જ તપાસ હેઠળ છે. EDની આ કાર્યવાહી મની લોન્ડરિંગ સંબંધિત જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી. તપાસમાં સામેલ…

હવે ગુજરાતની એસ.ટી બસમાં મળશે પ્લેન અને રેલવે જેવી સુવિધા, સરકાર હાથ ધરશે આ ખાસ પ્રોજેક્ટ

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવીન પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં…

ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ, ગ્રીન ગ્રોથને મળશે વેગ

આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષે યોજાયેલ રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્ય મંત્રીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઇન્ટિ ગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025નું લોન્ચીંગ કરાયું હતું. મુખ્ય મંત્રીના માર્ગદર્શન હેઠળ અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ તથા રાજ્ય મંત્રી કૌશિક વેકરીયાના નેતૃત્વમાં, ક્લાઇમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા અને સ્વચ્છ તથા ટકાઉ ઊર્જા પ્રણાલીઓ તરફ ઝડપી પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે ગુજરાત ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ એનર્જી પોલિસી–2025 ઉર્જા વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતના પંચામૃત સંકલ્પો, Nationally , Determined Contributions (NDCs) તથા વિકસિત ગુજરાત @ 2047ની દૃષ્ટિ સાથે સુસંગત આ પોલિસી, રાજ્યમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે રોકાણ, નવીનતા અને ગ્રીડ સ્થિરતાને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ક્લીન એનર્જી હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે. રાજ્યની રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે નેતૃત્વની…

જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાંથી અનેક અટકળો તેજ થઈ છે. ગુજરાત  વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું છે. આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈએ રાજીનામાનો  સ્વીકાર કર્યો છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામાંનું કારણ પણ સામે આવ્યું છે.  અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ છે. રાજીનામાં મામલે જેઠા ભરવાડે કહ્યું કે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્યને તક મળે એટલે આ નિર્ણય લીધો છે. હવે…