ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની કરાશે સ્થાપના, રાજ્યને મળશે અનોખુ ગૌરવ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં AI સેક્ટરના સેક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વધુ સંગીન બનાવીને રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની પહેલ 2026ના વર્ષના પ્રારંભે ગુજરાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં કરી છે.

મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્ય સરકાર, ભારત સરકાર તથા ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ-IPAની ત્રિપક્ષીય ભાગીદારીથી ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(IAIRO)ની સ્થાપના કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતે પી.પી.પી. મોડલ પર ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સ્થાપના કરનારા દેશના પ્રથમ રાજ્યનું ગૌરવ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મેળવ્યું છે. ગિફ્ટ સિટીમાં આગામી 1 જાન્યુઆરી 2026થી આ IAIRO સ્પેશિયલ પર્પઝ વિહિકલ તરીકે કાર્યરત કરાશે. આ ઇન્ડિયન એઆઈ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની રચના કંપની અધિનિયમ 2013ની કલમ 8 અન્વયે નોન પ્રોફિટ મેકિંગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે કરવામાં આવશે. એટલું જ નહિં, આ પ્રોજેક્ટ માટે પ્રથમ પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડનું બજેટ નક્કી કરવામાં આવ્યું છે તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા ખાનગી ભાગીદાર ત્રણેયનું 33.33 ટકા યોગદાન રહેશે.

ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ IAIRO માટે એન્કર ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે અને 2025-26ના વર્ષ માટે 25 કરોડનું યોગદાન આપવાનું છે આ IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા જેવી કંપનીઓ સહિત 23 જેટલી અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે.

ગુજરાતની આ પહેલ ભારત સરકારના ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રાલયના ઇન્ડિયા એ.આઈ. મિશન તેમજ રાજ્ય સરકારના સાયન્સ ટેકનોલોજી વિભાગના એ.આઈ. એક્શન પ્લાનના ઉદ્દેશ્યોને સુસંગત છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અન્ય સેવાઓમાં પરિવર્તનકારી સુધારાઓથી લાખો લોકોના જીવનને વધુ સરળ બનાવીને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની ગતિ વેગવાન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે AI ટાસ્કફોર્સની રચના પણ કરેલી છે. એ દિશામાં આગળ વધતા હવે IAIROને AI માટે મલ્ટી ડિસિપ્લિનરી હબ બનાવવાની નેમ રાખવામાં આવી છે.

IAIROની મુખ્ય પ્રવૃત્તિઓમાં અદ્યતન AI રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, AI આધારિત પ્રોડક્ટસ અને સોલ્યુશન્સના વિકાસ તથા શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને સરકાર વચ્ચેના સહયોગનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ક્રિએશન, કેપેસિટી બિલ્ડીંગ તથા પોલીસી બેઝ્ડ રિસર્ચ પર પણ IAIRO ફોકસ કરશે. IAIRO હાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ કાર્ય કરશે, તેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે IndiaAI ક્લાઉડ જેવા નેશનલ પ્લેટફોર્મ્સનું સંકલન પણ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ગુજરાતની આ પહેલ AI માટે કુશળ અને ભવિષ્યનું માનવ સંસાધન બળ તૈયાર કરવા સાથોસાથ AI સેક્ટરમાં ભારતને ગ્લોબલ કોમ્પિટિટિવ લીડર તરીકે પ્રસ્થાપિત કરશે અને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશન માટે ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનાવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…