જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું છે કારણ

એક તરફ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે. બીજી તરફ ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ જોવા મળી છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું છે. રાજીનામાંથી અનેક અટકળો તેજ થઈ છે.

ગુજરાત  વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અને સંગઠન મંત્રી રત્નાકરજી ની ઉપસ્થિતિમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના નિવાસસ્થાને રાજીનામું સોંપ્યું છે. આ સાથે જ વિધાનસભાના અધ્યક્ષ  શંકરભાઈએ રાજીનામાનો  સ્વીકાર કર્યો છે.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીરે ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામાંનું કારણ પણ સામે આવ્યું છે.  અન્ય હોદ્દાના કામની વ્યસ્તતાના કારણે રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓ છે. રાજીનામાં મામલે જેઠા ભરવાડે કહ્યું કે, સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. અન્યને તક મળે એટલે આ નિર્ણય લીધો છે. હવે ટૂંક સમયમાં નવા ઉપાધ્યક્ષનું નામ જાહેર થશે

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

ન્યૂઝીલેન્ડે બદલ્યા પોસ્ટ-સ્ટડી વર્ક વિઝાના નિયમો, ભારતીય વિદ્યાર્થીઓ માટે જાણવી જરૂરી માહિતી

વિદેશમાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દી બનાવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ન્યૂઝીલેન્ડ તરફથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝીલેન્ડ સરકારે પોસ્ટ-સ્ટડી વર્ક વિઝા સંબંધિત નિયમોમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જાહેર કર્યા છે,…

એર ઇન્ડિયાનું નવું ‘બેઝિક ફેર’ લોન્ચ, હવે ઓછી કિંમતે કરી શકાશે હવાઈ મુસાફરી

મુસાફરોને વધુ સસ્તી અને લવચીક મુસાફરીનો વિકલ્પ આપવા માટે Air Indiaએ નવી ‘બેઝિક ફેર’ કેટેગરી શરૂ કરી છે. આ નવી યોજના ખાસ કરીને એવા મુસાફરોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી…