મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં સહભાગી થયા, સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મકરસંક્રાંતિના પર્વની ઉજવણી અમદાવાદના ઐતિહાસિક દરિયાપુર વિસ્તારના વાડીગામ ખાતે સ્થાનિક રહીશો સાથે કરી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના તમામ નાગરિકોને મકરસંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવતા સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. જેમ પતંગ આકાશની ઊંચાઈઓને આંબે છે, તેમ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરે તેવી ભાવના સાથે મુખ્યમંત્રીએ વાડીગામની મૂળજી પારેખની પોળમાં પતંગ ચગાવીને પર્વનો આનંદ માણ્યો હતો. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈ સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સાંસદ અને ધારાસભ્યો પણ જોડાયા પોળના રહીશોએ પોતપોતાના ધાબા પરથી હર્ષનાદ અને અભિવાદન સાથે મુખ્યમંત્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીએ અભિવાદન ઝીલીને સૌનો ઉત્સાહ વધાર્યો હતો.આ ઉજવણીમાં મુખ્યમંત્રીની સાથે અમદાવાદના સાંસદ દિનેશભાઈ મકવાણા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિકભાઈ જૈન, સ્થાનિક કાઉન્સિલરઓ તેમજ રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી…

અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર સ્થાપિત થશે 16 ફૂટ ઊંચું અને 600 કિલો વજન ધરાવતું અખંડ શક્તિ ત્રિશૂલ, જાણો વિશેષતા

ઉત્તરકાશી સ્થિત આશરે 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂલની દિવ્ય પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂલિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય “અખંડ શક્તિ ત્રિશૂલ” સ્થાપિત કરવામાં આવશે. આ સ્થાપના શક્તિ પરંપરાના પુનર્જાગરણનું પ્રતીક બનશે. આ પવિત્ર કાર્ય આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના માર્ગદર્શન અને સહયોગથી તેમજ જય ભોલે ગ્રુપ અમદાવાદના સેવાભાવી સહકારથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર આયોજન ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાથી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના કરકમલે આગામી 17 જાન્યુઆરી ૨૦૨૬ના રોજ અખંડ શક્તિ ત્રિશૂલને દર્શન માટે ખુલ્લું મુકશે. ભકતજનો આ દિવ્ય ત્રિશૂલના દર્શન આગામી 21 જાન્યુઆરી સુધી બપોરે 3.00 થી સાંજે 8.00 વાગ્યા સુધી કરી શકશે. દર્શન માટે…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરુણા અભિયાન અંતર્ગત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરુણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત વન પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને વૉટર બર્ડ્સ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સના ડૉ એ.પી. સિંઘે કહ્યું કે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ઉત્તરાયણ પર્વમાં ઘાયલ પક્ષીઓને બચાવવાનું આ અભૂતપૂર્વ અભિયાન છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.10 થી 20 જાન્યુઆરી દરમિયાન સુધી ચાલનારા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન…

અમિત શાહના હસ્તે ફાર્માસ્યુટિકલ એકેડેમી ફોર ગ્લોબલ એક્સેલન્સ (PAGE)નો કરાયો શિલાન્યાસ, જાણો વિગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદના સનાથલ ખાતે ફાર્માસ્યુટિકલ અકેડેમી ફોર ગ્લોબલ એક્સિલન્સ (PAGE)નો શિલાન્યાસ કરવામાં આવ્યો. PAGEના શિલાન્યાસ સમારંભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ અલાયન્સ (IPA)નાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી પણ કરવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘ધ એલ્કેમી ઑફ ક્યોર’ કૉફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સનાં 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઇન્ડિયા ફાર્મા આર્કાઇવ્સનું પણ લોકાર્પણ કરાયું હતું. આ સમારંભમાં IPAના પ્રમુખ અને ઝાયડસના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. શાર્વિલ પટેલે પ્રાસંગિક વકતવ્ય આપ્યું હતું, જ્યારે ડૉ. રેડ્ડીના ચેરમેન સતીષ રેડ્ડીએ સ્વાગત પ્રવચન અને લુપિનના એમડી નીલેશ ગુપ્તાએ આભારવિધિ કરી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી…

ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય શંકાસ્પદ પ્રવૃત્તિ કરનારની હવે ખેર નથી, પોલીસે બાતમી માટે જાહેર કર્યો વોટ્સએપ નંબર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે રીતસરની જંગ છેડવામાં આવી છે ત્યારે ડ્રગ્સ માફીયાઓ સામે કડક હાથે કામગીરી કરવા ગુજરાત પોલીસમાં ડેડિકેટેડ નાર્કોટિક્સ કેસને લગતી કાર્યવાહી કરવા માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) બનાવવામાં આવી છે. આ લડાઈને વધુ વેગ આપવા અને સામાન્ય જનતા સરળતાથી ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ માહિતી આપી શકે તે માટે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) દ્વારા સત્તાવાર વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર કરી શકે છે વોટ્સએપ હવે કોઈ પણ નાગરિક ડ્રગ્સ સંબંધિત માહિતી આપવા માટે ANTF ગુજરાત વોટ્સએપ નંબર: 99040 01908 ઉપર સંપર્ક કરી શકશે. તે ઉપરાંત નાર્કોટિક્સ હેલ્પલાઇન નંબર 1908 ઉપર પણ નાગરિકો કોલ કરી શકે…

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબનો શિલાન્યાસ; જાણો વિગત

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની પ્રથમ અદ્યતન બાયો-કન્ટેઈનમેન્ટ ફેસિલિટી “બાયો સેફ્ટી લેવલ- 4” લેબ તેમજ “એનિમલ બાયો-સેફ્ટી લેવલ” સુવિધાનો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં શિલાન્યાસ કર્યો હતો. આ વેળાએ રાજ્યના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહ દરમિયાન ગુજરાત બાયો-ટેક્નોલોજી રીસર્ચ સેન્ટરની “બાયો સેફ્ટી લેવલ- 4” સુવિધાને ભારત સરકારની “BioE3 નીતિ” અંતર્ગત ‘નેશનલ સેન્ટર ફોર હાઈ કન્ટેઈનમેન્ટ પેથોજેન રિસર્ચ ફેસિલિટી’ તરીકે નિયુક્ત કરવા માટે કેન્દ્રીય બાયોટેકનોલોજી વિભાગ દ્વારા ગુજરાતના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને લેટર ઓફ ઇન્ટેન્ટ (LoI) એનાયત કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી પરથી ભારતની સ્વાસ્થ્ય સુરક્ષા અને બાયો સેફ્ટી ક્ષેત્રના વિકાસના નવા યુગની શરૂઆત થઈ છે. પુણે બાદ…

ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન, રાજ્યપાલ અને CMએ આપી વિદાય

ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા બાદ તેમણે આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી જર્મની જવા પ્રસ્થાન કર્યુ હતુ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોએ જર્મન ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝને ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, જીએડીના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજૂ શર્મા, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ અધિકારી જલવંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુજીત કુમાર, એમઇએના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 2025માં ચાન્સેલર તરીકે ચૂંટાયા જર્મનીની 2025ની ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ફ્રેડરિક મેર્ઝની જમણેરી પાર્ટી સત્તામાં આવી…

Gandhinagar : મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને યોજાઈ રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિની પ્રથમ બેઠક ; જાણો વિગત

ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ મનોજ કુમાર દાસના અધ્યક્ષસ્થાને ‘રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિ’ (SLCCC)ની પ્રથમ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી “વસ્તી ગણતરી-2027”ના સુચારુ આયોજન અને પૂર્વતૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ રાજેશ માંઝુ તેમજ SLCCC સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેન્સસ ઓપરેશન્સ સુજલ મયાત્રા દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનમાં વસ્તી ગણતરી-2027ની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના, વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા તથા હાથ ધરવામાં આવેલા પ્રી-ટેસ્ટના તારણો અને ગણતરીદારો માટેની તાલીમની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કરી પૂર્વતૈયારીઓની સરાહના આ ઉપરાંત બેઠકમાં વસ્તી ગણતરી-2027 માટેના અધિકારીઓ અને જરૂરી માનવબળની નિમણૂક…

ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: નાગરીકો ઘર બેઠા સોશિયલ મીડિયા દ્વારા લાવી રહ્યા છે ફરિયાદોનું નિરાકરણ

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે 1 માર્ચ, 2025 ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling) પ્રોજેક્ટે છેલ્લા 10 મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સમજી ઝડપથી સંબંધિત અધિકારી/કચેરી સુધી પહોંચાડીને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે. આ પહેલ શરૂ થઈ ત્યારથી આજ દિન સુધીમાં ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થા સંલગ્ન 71, સાયબર ક્રાઇમ સંલગ્ન 233, શરીર સબંધી ગુના-71, પોલીસ ગેરવર્તણૂક-30, પ્રોહીબેશન-83, ટ્રાફિક-377, ચોરી/લૂંટ/ગુમ -109, રેલવે-02 તેમજ અન્ય ફરિયાદો સાથે અંદાજિત 1163 ફરિયાદો સોશિયલ મીડિયાના માધ્યમથી મળી હતી, જે પૈકીની 1150થી વધુ ફરિયાદોનો એટલે કે મોટાભાગની તમામ…

તોલમાપ તંત્ર દ્વારા રાજ્યની 370 જેટલી સોના- ચાંદીની દુકાનો અને જ્વેલરી શો રૂમ પર આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાઇ, નોંધાયા આટલા કેસ

ગ્રાહકોના હિતોની રક્ષા,વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી  રમણ સોલંકી તેમજ રાજ્ય મંત્રી  પી.સી બરંડાના નેતૃત્વમાં તોલમાપ તંત્ર દ્વારા તા. 02 અને 03 જાન્યુઆરી-2026ના રોજ રાજ્યના 370 જેટલા સોના–ચાંદીના વેપારીઓ તથા જ્વેલરી શો રૂમ પર સામૂહિક આકસ્મિક તપાસ ઝુંબેશ હાથ ધરાવામાં આવી હતી. જેમાં તોલમાપ તંત્રના અધિકારીઓ દ્વારા રાજ્યના 25 જિલ્લાઓમાં 253 પ્રોસિક્યુશન કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરીને રૂ. 6,79,000/-જેટલી માંડવાળ ફીની વસૂલાત કરવામાં આવી છે. આ તમામ માંડવાળ ફીની વસૂલાત સ્થળ ઉપર જ E POS-upi-e payment અને ચેકથી વસૂલવામાં આવી છે તેમ, કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર…