ઇન્ડિગોનો મુદ્દો ઉઠ્યો સંસદમાં, કોંગ્રેસ નેતાએ સરકાર પર સાધ્યું નિશાન

આજે સંસદના શિયાળુ સત્રમાં ઇન્ડિગોના સંચાલન સંકટનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ ઇન્ડિગોના સંચાલનમાં વિક્ષેપને કારણે મુસાફરોને થઈ રહેલી અસુવિધાનો ઉલ્લેખ કરતા કહ્યું કે સરકારે સંસદના ફ્લોર પરથી જણાવવું જોઈએ કે તે આ કટોકટીના ઉકેલ માટે શું પગલાં લઈ રહી છે. પ્રશ્નકાળ પૂરો થયા પછી ઇન્ડિગોનો મુદ્દો ઉઠાવતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે સરકારે જણાવવું જોઈએ કે ઉડ્ડયન મંત્રાલય આ કટોકટીનો ઉકેલ લાવવા માટે શું પગલાં લઈ રહ્યું છે. સ્પીકર ઓમ બિરલાએ ગોગોઈને ખાતરી આપી હતી કે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પછીથી જવાબ આપશે. તેઓ આજે લોકસભામાં હાજર નહોતા. ત્યારબાદ લોકસભાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર ચર્ચા શરૂ કરી. પીએમ મોદી પછી, ગોગોઈએ પણ આ વિષય પર…

વંદે માતરમ પર ચર્ચા દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, જાણો શું કહ્યું

વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે આજે લોકસભામાં એક ખાસ ચર્ચા યોજાઈ રહી છે. આ પ્રસંગે સ્વતંત્રતા ચળવળ અને ભારતના સાંસ્કૃતિક વારસામાં આ દેશભક્તિ ગીતની ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પીએમ મોદીએ બપોરે 12 વાગ્યે ચર્ચા શરૂ કરી. લોકસભામાં વંદે માતરમ પર ચર્ચા માટે દસ કલાકનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારબાદ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અનુરાગ ઠાકુર વંદે માતરમ પર સરકારના મંતવ્યો રજૂ કરશે. ગૌરવ ગોગોઈ, પ્રિયંકા વાડ્રા, દીપેન્દ્ર હુડા, વિમલ અકોઇજામ, પ્રણિતી શિંદે, પ્રશાંત પડોલે, ચમલા રેડ્ડી અને જ્યોત્સના મહંત વિપક્ષ પર પોતાના મંતવ્યો રજૂ કરશે. ચર્ચા દરમિયાન, પીએમ મોદીના 1937માં ગીતમાંથી મુખ્ય પંક્તિઓ દૂર કરવાનો અને વિભાજનના બીજ વાવવાનો આરોપ લગાવતા નિવેદન પર હોબાળો થવાની સંભાવના છે. આ જ કારણ છે કે ચર્ચા…

કમોસમી વરસાદમાં થયેલા પાક નુકશાન સામે જાણો અત્યાર સુધીમાં રાજ્યના કેટલા ખેડૂતોને મળી સહાય, આંકડા આવ્યા સામે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં ચર્ચાયેલા મુદ્દાઓ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદે રાજ્યના અનેક ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું હતું, તેવા કપરા સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની પડખે અડીખમ ઉભા રહીને સંવેદનશીલતા અને સક્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, કમોસમી વરસાદમાં ખેડૂતોના પાકને થયેલા નુકશાન સામે તેમને મદદરૂપ થવાના આશય સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની રાજ્ય સરકારે રેકોર્ડબ્રેક સમયમાં પંચ રોજકામ પૂર્ણ કરીને ઐતિહાસિક રૂ. 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ સહાય મેળવવા માટે અરજી પ્રક્રિયા પણ રાજ્ય સરકારે ખૂબ જ ટૂંકા સમયમાં શરૂ કરી દીધી હતી. રાજ્યનો કોઈપણ નુકશાનગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી…

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને નિમણૂક પત્ર એનાયત, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની આંગણવાડીઓમાં નવી નિમણૂક મેળવી રહેલી 9000થી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે નિમણૂક પત્ર એનાયત કર્યા હતા. રાજ્યભરમાં આ નિમણૂક પત્ર વિતરણના ઝોન વાઈઝ યોજાયેલા કાર્યક્રમોમાં મંત્રી ઓ અને પદાધિકારીઓએ નિમણૂક પત્ર એનાયત કર્યા હતા અને સૌએ ગાંધીનગરમાં યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, આંગણવાડી એ બાળકના ઘડતરનું પ્રથમ પગથિયું છે. દેશના ભવિષ્ય સમાન નાના ભૂલકાઓના સમૃદ્ધ વિકાસની અતિમહત્વપૂર્ણ જવાબદારી સૌ આંગણવાડીની બહેનોએ નિભાવવાની છે. તેમણે સુપોષિત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત – સમૃદ્ધ ભારત બનાવવાની સેવા તક નવી નિમણૂક મેળવી રહેલી આંગણવાડી બહેનોને મળી…

પુતિનની મુલાકાત પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર લગાવ્યો મોટો આરોપ, જાણો શું ક્હ્યું

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર વિપક્ષની અવગણના કરી રહી છે અને વિદેશથી આવેલા નેતાઓને વિપક્ષના નેતા સાથે મળવા દેતી નથી. તેમણે કહ્યું કે વિપક્ષના નેતા વિદેશથી આવેલા પ્રતિનિધિમંડળો સાથે મુલાકાત કરે છે. આ એક પરંપરા છે અને હંમેશાથી આવું રહ્યું છે, પરંતુ મોદી સરકાર મુલાકાતી પ્રતિનિધિમંડળોને વિપક્ષના નેતા સાથે ન મળવાનું કહે છે. આ દર વખતે કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારતનું પ્રતિનિધિત્વ ફક્ત સરકાર દ્વારા જ નહીં પરંતુ વિપક્ષ દ્વારા પણ કરવામાં આવે છે, છતાં સરકાર ઇચ્છતી નથી કે વિપક્ષ બહારના લોકો સાથે મળે. વિપક્ષના નેતા માટે વિદેશી પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરવી એ એક પરંપરા છે, પરંતુ નરેન્દ્ર…

એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે. નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ…

આજે સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જયંતી, ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ

સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની ૧૪૧મી જયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક વિજયભાઈ પટેલ અને વિધાનસભા સચિવ ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 3જી ડિસેમ્બર-1884ના રોજ બિહારમાં થયો હતો. તેઓ વકીલાત કરતાં કરતાં સન 1907થી દેશભક્તિના રંગે રંગાયા હતા અને સન ૧૯૧૭થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા હતા. સન 1920માં અસહકાર આંદોલન શરૂ થતાં ફકીરી વહોરી તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો. તેઓ આઝાદીની લડતમાં અંત સુધી ગાંધીજીના અતિવિશ્વાસુ સાથીદાર તરીકે કાર્યરત રહ્યા હતા. તેમણે બિહારમાં વિદ્યાપીઠ સ્થાપવામાં તથા ખાદી પ્રચારના કામમાં પણ અથાગ પરિશ્રમ…

કેન્દ્ર સરકારે સંચાર સાથી એપના પ્રી-ઇન્સ્ટોલેશનનો નિર્ણય પાછો ખેચ્યો, જાણો શું છે કારણ

કેન્દ્ર સરકારે સંચાર સાથી એપ અંગે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું છે. સરકારે જણાવ્યું છે કે ફોન પર આ એપનું પ્રી-ઇન્સ્ટોલેશન ફરજિયાત નથી. ટેલિકોમ્યુનિકેશન મંત્રાલયે X પર એક પોસ્ટ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ એપ માટે પ્રી-ઇન્સ્ટોલેશનની જરૂરિયાત દૂર કરવામાં આવી છે. દેશના તમામ નાગરિકોને સાયબર સુરક્ષાના લાભો પૂરા પાડવાના ઉદ્દેશ્યથી કેન્દ્ર સરકારે બધા સ્માર્ટફોન પર સંચાર સાથી એપને પ્રી-ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો હતો. આ એપ સંપૂર્ણપણે સલામત છે અને તેનો હેતુ ફક્ત નાગરિકોને સાયબર ગુનેગારોથી બચાવવાનો છે… સંચાર સાથીની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને, સરકારે મોબાઇલ ઉત્પાદકો માટે ફરજિયાત પ્રી-ઇન્સ્ટોલેશન આવશ્યકતા દૂર કરવાનો નિર્ણય લીધો છે. એપલે સરકારના નિર્ણયને પાલન કરવાનો ઇનકાર કર્યો કેન્દ્ર સરકારના આ પગલાને એપલના નિર્ણય…

રિવાબા જાડેજાએ 2027ની ચૂંટણીમાં કોંગ્રેસને લઈ કરી મોટી ભવિષ્યવાણી; જાણો શું કહ્યું

ગુજરાત પ છેલ્લા ઘણા સમયથી રાહુલ ગાંધીનું ફોકસ વધારે છે. આ દરમિયાન આજે રાહુલ ગાંધીએ આજે ગુજરાતને લઈ X પર પોસ્ટ કરવામાં આવી હતી. જેને લઈને રિવાબા જાડેજા મેદાને ઉતાર્યા છે અને તેમણે રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીને રિવાબાએ 2027ની ચૂંટણીને લઈને પણ જણાવ્યું કે, કોંગ્રેસ સિંગલ ડિજિટમાં સમેટાઇ જશે. ગુજરાતમાં દારૂબંધી મામલે રાજકારણ ગરમ છે. જીગ્નેશ મેવાણીના પોલીસને લઈને નિવેદન બાદ વિઓધ શરૂ થયો હતો. ત્યાર બાદ સમર્થન મામલે આવેદન પત્રો દેવાના શરૂ થયા. આ દરમિયાન ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ મામલે આજે રાહુલ ગાંધીએ x પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે દારૂબંધી અને ડ્રગ્સ મામલે સરકારને ઘેરી હતી. જેમનો જવાબ રિવાબાએ આપ્યો હતો. રિવાબાએ શું કરી પોસ્ટ રાહુલ ગાંધીની પોસ્ટમાં જવાબ આપતા રિવાબાએ…

Bhavnagar : અનેક હોસ્પિટલ ધરાવતા સમીપ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર

રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન ભાવનગરથી વધુ એક આગની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલ સમીપ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. આ કોમ્પલેક્ષમાં ઘણી હોસ્પિટલ અને લેબોરેટરી હોવાથી ચિંતાના વાદળો ઘેરાયા છે. આગની ઘટનાને લઈને 25-30 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ આગની ઘટના મામલે સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું હતું. આગની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે બિલ્ડીંગમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. ફાયર વિભાગનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષમા ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ કાર્યરત છે. આગ…