Bhavnagar : અનેક હોસ્પિટલ ધરાવતા સમીપ કોમ્પલેક્ષમાં લાગી ભીષણ આગ, બ્રિગેડ કોલ જાહેર

રાજ્યમાં આગની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આ દરમિયાન ભાવનગરથી વધુ એક આગની ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલ સમીપ કોમ્પલેક્ષમાં ભીષણ આગ લાગી છે. આ કોમ્પલેક્ષમાં ઘણી હોસ્પિટલ અને લેબોરેટરી હોવાથી ચિંતાના વાદળો ઘેરાયા છે.

આગની ઘટનાને લઈને 25-30 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે. બીજી તરફ આગની ઘટના મામલે સ્થાનિક યુવાનોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને બાળકો વૃદ્ધોને બહાર કાઢવાનું શરુ કર્યું હતું. આગની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો છે બિલ્ડીંગમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે. ફાયર વિભાગનો મોટો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે.

ભાવનગર શહેરના કાળુભાર રોડ પર આવેલા સમીપ કોમ્પલેક્ષમા ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ કાર્યરત છે. આગ લાગતા ભારે અફરાતરફીનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ હજુ આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? Golden Gift

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? ₹21,000ની બેઝ લિમિટની માંગથી દિવાળી પહેલાં ચર્ચા તેજ નવી દિલ્હી: Central કર્મચારીઓના બોનસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. Central શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટ 2026ના રોજ નવા વેજ કોડ હેઠળ બોનસ સંબંધિત નિયમોને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી સંગઠનો તરફથી બોનસની ગણતરી માટેની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને Bonus Payable Ceiling ₹7,000થી વધારીને ₹21,000 કરવાની માંગને કારણે આગામી દશેરા અને દિવાળી પહેલાં કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે. જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારીને સત્તાવાર આદેશ જાહેર કરે, તો બોનસની ગણતરી માટેની મર્યાદામાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, મહત્વની બાબત એ છે કે ₹21,000ના આધારે ત્રણ ગણો બોનસ મળવાની વાત…

Blood : લખતરના ઉટેશ્વર મંદિરે અનોખી સેવા: રક્તદાન કેમ્પમાં 67 બોટલ રક્ત એકત્ર, Humanitarian Triumph

REPORTER :  Dharmendrasinh Zala લખતરના ઉટેશ્વર મહાદેવ મંદિરે અનોખી સેવા: Blood ડોનેશન કેમ્પમાં 67 બોટલ રક્ત એકત્ર, બોટલો ઘટી પડી! લખતર Blood : શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક સેવાનો સુંદર સંદેશ આપતો અનોખો કાર્યક્રમ લખતર તાલુકામાં યોજાયો હતો. લખતર અને સદાદ ગામની સીમ વચ્ચે આવેલા સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવજીના મંદિર ખાતે સદાદ ઉટેશ્વર સમિતિ અને લાઈફ લાઈન Blood સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી મહા Blood ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Blood ડોનેશન કેમ્પ દરમિયાન આશરે 67 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે રક્તદાન કરવા માટે લોકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે આયોજકો દ્વારા લાવવામાં…