એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા એક્ઝિબિશન ‘ENGIMACH-2025’નું હર્ષ સંઘવીના હસ્તે શુભારંભ, જાણો વિગત

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આજે હેલીપેડ, ગાંધીનગર ખાતે એન્જિનિયરિંગ સેક્ટરના એશિયાના સૌથી મોટા 17માં ‘ENGIMACH-2025’ ત્રિદિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન તા. 03 થી 07 ડિસેમ્બર-2025 સુધી યોજાશે.

નાયબ મુખ્યમંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા એન્જિનિયરિંગ-મશિનરી એટલે કે, ‘ENGIMACH-2025’ એક્ઝિબિશનનો ગાંધીનગર ખાતે આજે શુભારંભ થયો છે. ENGIMACHમાં કુલ 1100થી વધુ દેશ-વિદેશની કંપનીઓ જોડાઈ છે. એક્ઝિબિશનમાં અંદાજે 50 હજારથી વધુ મુલાકાતીઓએ અગાઉથી સહભાગી થવા નોંધણી કરાવી છે પણ આ ત્રણ દિવસ દરમિયાન ચાલનારા એક્ઝિબિશનમાં 01 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે તેવી સંભાવના છે. વિશ્વના અલગ અલગ દેશોમાંથી 500થી વધુ પ્રતિનિધિઓ મુલાકાતે આવ્યા છે. એક્ઝિબિશનના માધ્યમથી ગુજરાત અને દેશના એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષેત્રે કાર્ય કરતી કંપનીઓને કરોડો રૂપિયાનો બિઝનેસ ઉપલબ્ધ થશે. આ એક્ઝિબિશનના માધ્યમમાંથી કંપનીઓને બિઝનેસ મળવાની સાથેસાથે અમદાવાદ સહિત આસપાસના જિલ્લાઓમાં હોટલ સહિત વિવિધ નાના-મોટા વેપારીઓને પણ ધંધામાં ફાયદો થવાની સાથે સ્થાનિક રોજગારી ઉપલબ્ધ થશે.

તેમણે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સાથે આ વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટરની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. તેના માધ્યમથી ગાંધીનગરમાં હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે સમગ્ર વર્ષ દરમિયાન અંદાજે 80 થી 100 દિવસ સુધી વિવિધ પ્રકારના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન યોજાય છે જેના પરિણામે સ્થાનિક

વેપારીઓને ખૂબ મોટો વેપાર મળી રહ્યો છે. આ એક્ઝિબિશન સેન્ટર ખાતે આવનાર કંપનીઓને વધુ સારી સુવિધા આપવાના ઉદ્દેશ સાથે આગામી સમયમાં આ સેન્ટરને વૈશ્વિક કક્ષાના એક્ઝિબિશન સેન્ટર તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે.

નાયબ મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે એક્ઝિબિશનમાં વિવિધ કંપનીઓના સ્ટોલની રૂબરૂ મુલાકાત લઈને AI તેમજ રોબોટ આધારિત મશિનરીની માહિતીની સાથે-સાથે ટેકનોલોજીમાં અપડેટ વિશે કંપની માલિકો પાસેથી વિગતો મેળવી સંવાદ કર્યો હતો. વધુમાં આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેઈક ઈન ઈન્ડિયા’,’આત્મનિર્ભર ભારત’ અને ‘સ્વદેશી અભિયાન’ને વધુ પ્રોત્સાહન આપીને ભારતને એન્જિનિયરિંગ મશિનરી અને મેન્યુફેક્ચરિંગમાં વધુ આત્મનિર્ભર બનાવવા સૌ ઉદ્યોગપતિઓને અનુરોધ કર્યો હતો.

અંદાજે 01 લાખ ચો.મીટર જગ્યામાં યોજાયેલા આ એક્ઝિબિશનમાં 10,000 વધુ ઉત્પાદનોનું પ્રદર્શન યોજાયું છે.એક્ઝિબિશનમાં વિવિધ ઉદ્યોગો વચ્ચે ‘ઇન્ટરનેશનલ બાયર-સેલર મીટ’ પણ યોજાશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Saroli : સારોલી સાલાસર માર્કેટ આગ: ૫મા માળે 4 દુકાનોમાં ભીષણ આગ, કાપડનો જથ્થો ભસ્મીભૂત થતાં ૧૫ ફાયર સ્ટેશન કાફલો ઘટનાસ્થળે Intense Smoke & Chaos

Saroliમાં સાલાસર માર્કેટના 5મા માળે ભીષણ આગ, 4 દુકાનમાં પ્રસરી: કાપડનો જથ્થો હોવાથી આગ વિકરાળ બની, 15 ફાયર સ્ટેશનની ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે સુરત શહેરમાં આગની વધુ એક મોટી ઘટના સામે આવી છે.Saroliવિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પાંચમા માળે આવેલી ચાર દુકાનો સુધી આગ પ્રસરી હોવાની માહિતી સામે આવી છે. માર્કેટમાં મોટી માત્રામાં કાપડનો જથ્થો હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગને જાણ કરવામાં આવતા લગભગ 15 ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ફાયર વિભાગના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. આગના કારણે…

નકલી પાસપોર્ટ કેસ: Gujarat મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હરિકેશ પટેલ ઝડપાયો, પાસપોર્ટ જમા હોવા છતાં 5 દેશ ફર્યાનો ખુલાસો… Scandalous Nexus Exposed

નકલી પાસપોર્ટ સાથે Gujarat મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો પુત્ર ઝડપાયો: હરિકેશ પટેલનો પાસપોર્ટ 2023ના મની લોન્ડરિંગ કેસમાં કોર્ટમાં જમા છતાં 5થી વધુ દેશ ફરી આવ્યો Gujaratમાં નકલી પાસપોર્ટના કેસને લઈને ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ Gujarat મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના પુત્ર હરિકેશ પટેલની નકલી પાસપોર્ટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં તેના પાસેથી નકલી પાસપોર્ટ મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ કેસમાં વધુ મહત્વની બાબત એ છે કે હરિકેશ પટેલનો અસલ પાસપોર્ટ વર્ષ 2023માં નોંધાયેલા મની લોન્ડરિંગ સંબંધિત કેસમાં કોર્ટમાં જમા હોવાનું સામે આવ્યું હોવા છતાં તેણે પાંચથી વધુ દેશોની મુસાફરી કરી હોવાની માહિતી તપાસમાં સામે આવી હોવાનો દાવો છે.આ સમગ્ર મામલે હવે પોલીસ અને સંબંધિત તપાસ એજન્સીઓ દ્વારા પાસપોર્ટ,…