Ahmedabad :ભગવા સેનાના કાર્યકરોએ પેલેડિયમ મોલમાં તોડ્યું ક્રિસમસ ટ્રી, થયો હોબાળો

નાતાલ પર્વને લઈ અનેક જગ્યાઓ પર ક્રિસમસ ટ્રી લગાવવામાં આવે છે. આ સાથે જ લાઇટો ગોઠવી અને નાતાલની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં નાતાલ પર્વ દરમિયાન પેલેડિયમ મોલમાં પણ ક્રિસમસ ટ્રી સહિતની વસ્તુઓ ગોઠવી અને ક્રિસમસ થીમથી શણગારવામાં આવ્યું હતું. ત્યારે ભગવા સેનાના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને ડેકોરેશન કરેલ ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરવામાં આવ્યું હતું. હિદુ સંગઠનો દ્વારા નાતાલની ઉજવણીનો એક તરફ વિરોડ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન હિન્દુ સંગઠનના કાર્યકરો પેલેડિયમ મોલમાં પહોંચ્યા હતા અને મોલમાં લગાવેલ ક્રિસમસ ટ્રી દૂર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને પેલેડિયમ મોલમાં ક્રિસમસ ટ્રીને તોડી અને દૂર કરનારની અટકાયત કરવામાં આવી હતી.…

આજે છે ગુરુ ગોવિંદ સિંહની જન્મજયંતિ, જાણો તેમના વિશે 5 રસપ્રદ તથ્યો

ગુરૂ ગોવિંદ સિંહ જયંતિ એ શીખ ધર્મના દસમા ગુરુ ગુરુ ગોવિંદ સિંહની યાદમાં ઉજવાતો તહેવાર છે. દર વર્ષે આ તહેવાર શીખ સમુદાય દ્વારા ભક્તિ અને ધામધૂમથી મનાવવામાં આવે છે. ગુરુ ગોવિંદ સિંહનું યોગદાન ફક્ત શીખ ધર્મ માટે જ નહીં, પણ ભારતીય સમાજ અને સંસ્કૃતિ માટે પણ અમૂલ્ય છે. અહીં તેમના વિશે 5 રસપ્રદ તથ્યો દર્શાવ્યા છે: 1. દસમા ગુરુનો જન્મ: ગુરૂ ગોવિંદ સિંહજીનો જન્મ 22 ડિસેમ્બર, 1666 (અથવા 7 પોષ, 1723 વિક્રમ સંવત)ના રોજ પટના સાહિબમાં થયો હતો. આ સમય ભારતમાં મુઘલ સામ્રાજ્યના વિકાસ અને ધર્મનિરપેક્ષતા તથા માનવ અધિકારોની જરૂરિયાતના સમયમાં આવ્યો હતો. 2. માતાપિતા: ગુરૂ ગોવિંદ સિંહના પિતા ગુરુ તેગ બહાદુર, નવમા શીખ ગુરુ હતા, અને માતા ગુજરી હતી. ગુરુ તેગ બહાદુરને મુઘલ શાસકો દ્વારા…

ચાઈનીઝ દોરી અને તુક્કલના સંગ્રહ-વેચાણ પર ગુજરાત હાઇકોર્ટ કડક, તાત્કાલિક કાર્યવાહીનો આદેશ

ઉત્તરાયણ પર્વ નજીક આવતાં ચાઈનીઝ દોરી અને તુક્કલ જેવી જીવલેણ સામગ્રીના વધતા ઉપયોગને લઈ ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ બન્યું છે. હાઇકોર્ટએ આવા પ્રતિબંધિત સામાનના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવા રાજ્યભરની પોલીસને સ્પષ્ટ આદેશો આપ્યા છે. હાઇકોર્ટએ તમામ જિલ્લાના પોલીસવડાઓને જાહેર નિર્દેશ આપીને જણાવ્યું છે કે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનો સંગ્રહ, વેચાણ અથવા ઉપયોગ કરનાર સામે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખ્યા વિના તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ, આ કાર્યવાહીની ડે-ટુ-ડે રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સરકારનું સોગંદનામું રજૂ આ મામલે રાજ્ય સરકાર તરફથી ગૃહ વિભાગના મુખ્ય સચિવે હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. તેમાં રાજ્યભરમાં ચલાવવામાં આવી રહેલી અમલીકરણ ઝુંબેશ અને જનજાગૃતિ અભિયાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે. સરકારનું…

દાહોદ જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા PI અને PSIની મોટા પાયે કરાઈ આંતરિક બદલી

દાહોદ જિલ્લા પોલીસમાં મોટા પાયે આંતરિક બદલી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજાએ અચાનક બદલીના હુકમો કર્યા, જેના કારણે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મહત્વપૂર્ણ બદલીની યાદી મુજબ: – PSI એસ.ડી. સરવૈયા – સાગટાળામાં બદલી – PSI ડી.એસ. લાડ – દાહોદ એ ડિવિઝનમાં બદલી – PI વી.પી. કનારાની – LIB ઓફિસમાં બદલી – PI ડી.એમ. ઢોલ – દાહોદ રૂરલમાં નિમાયા – PI સી.આર. દેસાઈ – સાગટાળામાં બદલી – PI કે.આર. રાવત – મહિલા પોલીસ સ્ટેશનમાં બદલી – PI કે.કે. રાજપૂત – દેવગઢ બારિયામાં બદલી – PI બી.કે. ચાવડા – લીમખેડામાં મુકાયા – PI કે.સી. વાઘેલા – પેરોલ-ફર્લો વિભાગમાં બદલી – PI જી.બી. પરમાર – સંજેલીમાં બદલી આ અચાનક બદલી પોલીસ વિભાગમાં વિવિધ કાર્યસ્થળોમાં…

અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે, શેલામાં ડ્રેનેજ પાઈપલાઈનનું કરશે લોકાર્પણ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 27 અને 28 ડિસેમ્બરે બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદમાં યોજાનારા વિવિધ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. મળતી માહિતી મુજબ, 28 ડિસેમ્બરે અમિત શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં મહત્વપૂર્ણ ડ્રેનેજ પાઈપલાઈનનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ સ્થાનિક રહીશોની લાંબા સમયથી ચાલી રહેલી માંગના અનુસંધાનમાં હાથ ધરવામાં આવ્યો હતો, જેને અંદાજે 600 કરોડ રૂપિયાના ખર્ચે ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી અગાઉ અમિત શાહે આપી હતી. આ પ્રસંગે સાબરમતી નદી વિસ્તારમાં વસતા રહીશોને પુનર્વસન અને સર્ટિફિકેશન પણ આપવામાં આવશે. આ સાથે ગૃહપ્રધાન પકવાન સર્કલ ખાતે તૈયાર થયેલા આઈકોનિક એસ.જી. હાઈવે પ્રોજેક્ટની પણ મુલાકાત લેશે. કાર્યક્રમોની સમયસૂચી અમિત શાહની ગુજરાત મુલાકાત દરમિયાન તેઓ – બપોરે 2 વાગ્યે ગુરુદ્વારા ગોવિંદધામના દર્શન કરશે – સાંજે 6…

ઉત્તરાયણ પહેલા ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ : પ્રતિબંધિત પતંગ દોરીઓના વેચાણ સામે સખ્ત કાર્યવાહી

આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પ્રતિબંધિત પતંગ દોરીઓ સામે કડક અમલવારી કરવા રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને સખ્ત આદેશ આપ્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ચીની દોરી, કાચ કોટેડ દોરા તેમજ ચીની ટુક્કલ જેવી જોખમી વસ્તુઓનું માત્ર વેચાણ જ નહીં પરંતુ ઉત્પાદન અને સંગ્રહ કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી કરવી ફરજિયાત છે. હાઈકોર્ટે કમિશ્નરેટ અને કલેક્ટર વિસ્તારોમાં પોલીસને સખ્ત સૂચનાઓ આપીને જણાવ્યું છે કે ઉત્તરાયણ દરમિયાન માનવજીવન, પક્ષીઓ અને પ્રાણીઓની સુરક્ષા સર્વોપરી છે. આવી દોરીઓના ઉપયોગથી ગળા કપાવાના અકસ્માતો, ગંભીર ઇજાઓ અને પક્ષીઓના મૃત્યુની ઘટનાઓ સામે આવી છે, જેને રોકવા માટે કાયદાનો કડક અમલ જરૂરી છે. સરકાર દ્વારા કોર્ટમાં રજૂ કરાયેલા અહેવાલ મુજબ 21 નવેમ્બરથી 10 ડિસેમ્બર 2025 દરમિયાન રાજ્યભરમાં કુલ 59…

ગુજરાત RERAએ મિલકત ખરીદદારોની ફરિયાદોના ઝડપી નિકાલ માટે નવી SOP મૂકી અમલમાં, જાણો વિગત

ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (RERA) એ મિલકત ખરીદદારો અને અન્ય હિતધારકો માટે ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે એક વ્યાપક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકવામાં આવી છે. આ નવી SOP ડિજિટલ-ફર્સ્ટ અભિગમ પર આધારિત છે, જેમાં હાલની ઓનલાઇન સિસ્ટમને વધુ મજબૂત બનાવવામાં આવી છે અને પ્રક્રિયાગત સમયમર્યાદા તથા જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિર્ધારિત કરવામાં આવી છે. મિલકત ખરીદદારોને ઝડપી ન્યાય અને પ્રમોટર્સને સમયમર્યાદામાં અસરકારક રીતે પોતાનો જવાબ રજૂ કરવાની સગવડ પૂરી પાડવી, એ જ આ SOPનો મુખ્ય હેતુ છે. નવી SOPની મુખ્ય વિશેષતાઓ: ઓનલાઇન ફરિયાદ નોંધણીને પ્રાધાન્ય: મિલકત ખરીદદારો હવે ઘરે બેઠા ગુજરાત RERA પોર્ટલ દ્વારા ફરિયાદ નોંધાવી શકશે. જોકે ઓફલાઇન સુવિધા ચાલુ છે, પરંતુ ઝડપી નિકાલ માટે ઓનલાઇન ફરિયાદોને વધુ…

હવે ગુજરાતની એસ.ટી બસમાં મળશે પ્લેન અને રેલવે જેવી સુવિધા, સરકાર હાથ ધરશે આ ખાસ પ્રોજેક્ટ

રાજ્યના દરેક નાગરિકને ઉચ્ચ ગુણવત્તાલક્ષી, સમયસર અને સુરક્ષિત પરિવહન સેવા પહોંચાડવા એસ.ટી નિગમ અનેક નવતર પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એસ.ટી નિગમને બસમાં મુસાફરીની સુવિધાની સાથે-સાથે નવીન ટેકનોલોજી, માળખાગત સુવિધાઓ અને બસોના આધુનિકીકરણ માટે સતત દિશાનિર્દેશન કર્યું છે. એસ.ટી નિગમ દ્વારા મુસાફરોને વિમાન અને રેલવેની જેમ હવે બસોમાં તેમની સીટ ઉપર ફૂડ આપવાનો ‘ON DEMAND PACKED FOOD-FOOD ON BUS’ નવીન પ્રોજેકટ હાથ ધરાશે. આ પ્રોજેકટ અંતર્ગત નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે (FOOD ON BUS) પેકડ ફૂડ મળી રહે છે. આ સેવાથી નિગમની નોન ટ્રાફિક આવકમાં પણ વધારો થાય તે હેતુથી આ નવીન પ્રોજેકટ પ્રાયોગિક ધોરણે ફક્ત અમદાવાદથી શરૂ કરવામાં આવશે જેની ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં…

33 વર્ષ બાદ ગુજરાતને ફરી ‘ટાઈગર સ્ટેટ’(‘Tiger State’)નો દરજ્જો વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે રાજ્યની ઐતિહાસિક સિદ્ધિ

રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ પ્રાધિકરણ (NTCA) દ્વારા ગુજરાતને ફરી એકવાર ‘ટાઈગર સ્ટેટ’ (‘Tiger State’)જાહેર કરવામાં આવ્યું છે. આશરે 33 વર્ષ બાદ ગુજરાતને આ ગૌરવ મળ્યું છે, જેને રાજ્યના વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે એક મોટી અને ઐતિહાસિક સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. છેલ્લા 9 મહિનાથી ગુજરાતમાં એક વાઘ સ્થાયી થયો છે, જેના કારણે રાજ્યમાં વાઘની હાજરી સત્તાવાર રીતે માન્ય બની છે. આ વાઘ મુખ્યત્વે રતનમહાલ વન્યજીવન અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં નજરે પડી રહ્યો છે. વન વિભાગ દ્વારા વાઘની સતત મોનિટરિંગ કરવામાં આવી રહી છે તેમજ તેની સુરક્ષા અને આરોગ્ય માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારે વાઘ સંરક્ષણને વધુ મજબૂત બનાવવા માટે એક વાઘણની માગ પણ કરી છે, જેથી રાજ્યમાં વાઘનો કુટુંબ વસાવી શકાય. સરકારનું…

સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલા મુસાફર પાસેથી કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો ઝડપાયો

સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના નેટવર્કને તોડી પાડતા મોટી સફળતા હાંસલ કરી છે. બેંગકોકથી સુરત આવેલી એક મહિલા મુસાફરના સામાનની તપાસ દરમિયાન 3114.15 ગ્રામ (સુમારે 3.1 કિલો) ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આ જપ્ત કરાયેલા નશીલા પદાર્થની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. કસ્ટમની સફળ તપાસ કસ્ટમ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, મહિલાએ ડ્રગ્સને ખૂબ જ છુપાવીને લાવ્યું હતું, પરંતુ એક્સ-રે સ્કેન અને શંકાસ્પદ હિલચાલ પરથી તપાસ કરવામાં આવી. તપાસ દરમિયાન ઝડપાયેલા માલનો આકાર અને જથ્થો દર્શાવે છે કે આ હેરાફેરી આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ચાલતી હતી. NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કસ્ટમ અને અન્ય સુરક્ષા એજન્સીઓ હાલમાં તપાસ કરી રહી છે કે મહિલા આ જથ્થો…