ગાંધીનગરમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આયોજીત ત્રિદિવસીય એન્યુઅલ ટ્રેડ એક્સપોનો પ્રારંભ કરાવતા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના બીજા એન્યુઅલ ટ્રેડ એક્સ્પોનું ગાંધીનગરમાં ઉદઘાટન કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રમોદીના માર્ગદર્શનથી ગુજરાત ટ્રેડ એન્ડ ટ્રેડિશન, કોમર્સ એન્ડ કલ્ચર તથા ઈન્ડસ્ટ્રી એન્ડ એન્ટરપ્રેન્યોરશીપના સમન્વયથી ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યુ છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગાંધીનગરના એક્ઝીબિશન સેન્ટર ખાતે 18000 ચોરસ મિટરની વિશાળ જગ્યામાં 16થી વધુ વિવિધ સેક્ટર્સના સ્ટોલ્સ સાથેના એન્યુઅલ ટ્રેડ એક્સપોમાં ઓટોમોબાઈલ, રિન્યુએબલ એનર્જી, આઈ.ટી., ફાર્માસ્યુટીકલ્સ અને ટેક્સટાઈલ્સ તથા એ.આઈ. અને સાઈબર સિક્યુરીટી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ ગુજરાત એડવાન્સ્ડ ટેક્નોલોજી એન્ડ ઈકોનોમી એક્સ્પો-2026 તા.16 થી 18 એપ્રિલ દરમિયાન યોજાઈ રહ્યો છે.

મુખ્યમંત્રીએ ગુજરાત વિઝન – ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાઈ રહેલો આ એક્સપો એમ.એસ.એમ.ઈ. અને યુવા સાહસિકો માટે લોકલથી ગ્લોબલનું પ્લેટફોર્મ પુરુ પાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રના નેતૃત્વમાં શરૂ થયેલી વાઈબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાથી ગુજરાત ગ્લોબલ ગેટવે ટુ ધી ફ્યુચર બન્યું છે. પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની ગુજરાતની જે ખ્યાતિ છે તેમાં પોલિસી મેકિંગ માટે ગ્રાઉન્ડ રીપોર્ટ અને ફિડબેક આપવાનું મહત્વનું કામ
ચેમ્બર ઓફ કોમર્સ કરે છે આ ઉપરાંત વાયબ્રન્ટ સમિટના આયોજનથી લઈને એક્ઝીક્યુશનમાં પણ રાજ્ય સરકારની સાથે રહી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, ઉદ્યોગોને આત્મનિર્ભર બનાવીને મેઈક ઈન ઈન્ડિયા મેઈડ ફોર ધ વર્લ્ડનો વડાપ્રધાનએ જે ધ્યેય રાખ્યો છે તે ગુજરાત ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જી, ઈ.વી. મેન્યુફેક્ચરીંગ, સેમિકન્ડક્ટર જેવા ઈમર્જીંગ સેક્ટર્સમાં લિડ લઈને સાકાર કરવા આગળ વધી રહ્યુ છે.

દેશના જી.ડી.પી.માં ગુજરાત 8.3 ટકા, ઈન્ડસ્ટ્રીયલ આઉટપુટમાં 18 ટકા અને એક્સપોર્ટમાં 31 ટકાનો ફાળો આપે છે. વિકસિત ભારતના નિર્માણની સંકલ્પ સિદ્ધિ માટે અર્નિંગ વેલ-લિવિંગ વેલના મંત્ર સાથે વિકસિત ગુજરાત @ 2047 રોડમેપ તૈયાર કરનારું ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે તેમ મુખ્યમંત્રીએ ગુજરાતની વિવિધ ક્ષેત્રોની સિદ્ધિઓની ભૂમિકા આપતા જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિકસિત ભારત 2047નું જે આહવાન કર્યુ છે તેને ગુજરાતની ક્ષમતાઓ રાજ્ય સરકાર સાથે સહયોગ કરીને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વિશ્વ સ્તરે વિકસાવીને પાર પાડશે તેવો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ટ્રેડ એક્સપોની આ બીજી કડીની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે ટોરેન્ટ પાવર લિમિટેડના વાઇસ ચેરમેન અને એમડી જીનલ મહેતાએ કહ્યું હતું કે, હાલમાં વૈશ્વિક જીઓપોલિટિકલ અનિશ્ચિતતા ચાલી રહી છે, ત્યારે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતમાં ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે મહત્વની નીતિઓ ઘડીને એક નવી દિશા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકાર પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સહભાગી બનીને ઉદ્યોગોના વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવી રહી છે. રાજ્યમાં GCCI દ્વારા ઇન્ડસ્ટ્રીઝને નોંધપાત્ર સહયોગ આપવામાં આવી રહ્યો છે. વધુમાં, તેમણે વોઇસ ઓફ ગ્લોબલ ડોમિનન્સ, ક્વોલિટી, ઓપરેશન, બેન્ચમાર્ક, સપ્લાય ચેન અને સ્ટ્રેટેજિક એલાયન્સ વિશે માહિતી આપી હતી.

આ પ્રસંગે GCCI ના પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમ ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રદર્શનમાં 610 જેટલા એક્ઝિબિટરનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત અંદાજે 30 હજાર કરતાં વધુ મુલાકાતીઓએ નોંધણી કરાવી છે અને તે 50 હજાર સુધી પહોંચવાની શક્યતા છે.

આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયરમતી મીરાબેન પટેલ, ધારાસભ્યમતી રીટાબેન પટેલ, CREDAI નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ, GCCIના સીની. વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ ગાંધી, ADC બેન્કના ચેરમેન અજય પટેલ, GCCI ના સેક્રેટરી સુધાંશુ મહેતા જેવા અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    પૂર્વ CM શંકરસિંહ વાઘેલાની 9 વર્ષ બાદ Congressમાં ઘરવાપસીની તૈયારી! અમિત ચાવડાએ કરી પુષ્ટિ…..

    B INDIA ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એક વખત મોટી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ નેતા શંકરસિંહ વાઘેલા એટલે કે ‘બાપુ’ની Congressમાં સંભવિત ઘરવાપસી અંગે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ગુજરાત Congress પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શંકરસિંહ વાઘેલા સાથે કોંગ્રેસમાં જોડાણ અંગે હાઈકમાન્ડ સ્તરે ચર્ચા ચાલી રહી હોવાના સંકેત આપ્યા છે. બીજી તરફ, શંકરસિંહ વાઘેલાએ પણ આ વાતને લઈને ‘હા, સાચી વાત’ કહી હોવાના અહેવાલો છે. જોકે, હાલની સ્થિતિમાં શંકરસિંહ વાઘેલા સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે એવી જાહેરાત થઈ નથી. તેથી તેમની ‘ઘરવાપસી’ને હાલ ચર્ચા અને વાટાઘાટોના તબક્કામાં જોવામાં આવી રહી છે. અમિત ચાવડાના નિવેદનથી રાજકારણ ગરમાયું કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના નિવેદન બાદ શંકરસિંહ…

    Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયાના કેસોમાં ઘટાડો, આરોગ્ય વિભાગની સઘન કામગીરી 2026 Huge Relief

    Gujaratમાં ડેન્ગ્યુ-મેલેરિયા પર આરોગ્ય વિભાગની સઘન નજર, કેસોમાં નોંધપાત્ર ઘટાડો ગાંધીનગર: Gujaratમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા વાહકજન્ય રોગોના નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી વધુ સઘન બનાવવામાં આવી છે. આ અંતર્ગત આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના તમામ જિલ્લાઓ તેમજ મહાનગરપાલિકા વિસ્તારોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી રોગ નિયંત્રણ, નિદાન અને સર્વેલન્સ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને ડેન્ગ્યુના ઝડપી નિદાન માટેની વ્યવસ્થાઓ, સીરમ સેમ્પલના ટેસ્ટિંગ તેમજ શંકાસ્પદ દર્દીઓની તપાસ અંગે આરોગ્ય વિભાગ પાસેથી માહિતી મેળવવામાં આવી હતી. Gujarat:મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે,…