Mehul Choksi Arrested: ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ, બેલ્જિયમથી ભારત લાવવામાં આવશે!

મેહુલ ચોક્સીની ધરપકડ: મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંકમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી આચરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતમાંથી ભાગી ગયો અને બેલ્જિયમ પહોંચ્યો.   Mehul Choksi Arrested:- પંજાબ નેશનલ બેંક લોન છેતરપિંડી કેસમાં આરોપી ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસીની બેલ્જિયમમાં પોલીસે ધરપકડ કરી છે. 65 વર્ષીય ચોક્સીની શુક્રવારે (11 એપ્રિલ, 2025) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની અપીલ પર ધરપકડ કરવામાં આવી હતી અને તે હજુ પણ જેલમાં છે.   મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકમાંથી 13,500 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કરી હતી અને ધરપકડથી બચવા માટે તે ભારતથી બેલ્જિયમ ભાગી ગયો હતો. અહીં તે તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહેતો હતો. પ્રીતિ ચોક્સી પાસે બેલ્જિયમની નાગરિકતા છે. અનેક અહેવાલોમાં એવું બહાર આવ્યું…

આ રાશિના જાતકોના આજે ખુલશે આર્થિક પ્રગતિના માર્ગો, મોટા લાભની સંભાવના; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ. તમારી ખુશખુશાલ મનઃસ્થિતિ તમને ઈચ્છિત ટૉનિક આપશે તથા તમને આત્મવિશ્વાસથી સભર રાખશે. તમારૂં અવાસ્તવિક આયોજન નાણાંના વેડફાટમાં પરિણમશે. પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે. તમારા મનના તરંગો તથા મુનસફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે તમારી કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો. તમારા દિલને અપીલ કરે એવી કોઈ વ્યક્તિને મળવાની સંભાવના અતિ પ્રબળ…

Panchang : 14 એપ્રિલ 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ તિથી પ્રથમા (એકમ) 08:27 AM નક્ષત્ર સ્વાતિ +00:13 AM કરણ : કૌલવ 08:27 AM તૈતુલ 08:27 AM પક્ષ કૃષ્ણ યોગ વજ્ર 10:36 PM દિવસ સોમવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:57 AM ચંદ્રોદય 08:06 PM ચંદ્ર રાશિ તુલા સૂર્યાસ્ત 06:46 PM ચંદ્રાસ્ત 06:20 AM ઋતું વસંત હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ 12:48 PM વિક્રમ સંવત 2082 અમાન્ત મહિનો ચૈત્ર પૌર્ણિમાન્ત મહિનો વૈશાખ શુભ/ અશુભ સમય શુભ સમય અભિજિત 11:56:08 – 12:47:22 અશુભ સમય દુષ્ટ મુહૂર્ત 12:47 PM – 01:38 PM કંટક/ મૃત્યુ 08:31 AM – 09:22 AM યમઘંટ 11:56 AM – 12:47 PM રાહુ કાળ 07:33 AM – 09:09 AM કુલિકા 03:21 PM – 04:12 PM કાલવેલા…

મેઘરજના ભેમાપુર ગામે 60 ઉંડા કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરાયું

મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં તાજેતરમાં એક અનોખી ઘટના બની છે. જેમાં ગામમાં આવેલા 60 ફૂટઉંડા કુવામાં ગાય પડી હતી. અને ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ રેસ્ક્યુની પ્રક્રિયા દરમિયાન સ્થાનિક લોકો અને તંત્ર દ્વારા ગાયની સુરક્ષા માટે તત્કાળ પગલાં લેવામાં આવ્યા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ભેમાપુર ગામમાં 60 ફૂટ ઊંડા કૂવામાં પડી હતી. જેને લઈને કુવામાંથી ગાયનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી. બીજી તરફ મેઘરજ તાલુકાના ભેમાપુર ગામની જીવદયા ટીમે ગાય માતાને બચાવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈપલોડા ગામના ખેડૂત બાબુભાઈ હીરાભાઈની ગાય કુવામાં ખાબકી હતી જેને ખૂબ જ મહેનતથી બચાવવામાં આવતા થતાં જ ખુશી જોવા મળી… રિપોર્ટર-મેઘરજ , જગદીશ પ્રજાપતિ   Follow us On Social Media…

વલસાડમાં ધર્માંતરણને લઈ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત ગઇકાલે ગુજરાતના પ્રવાસે હતા. આ દરમિયાન મોહન ભાગવત વલસાડમાં આવેલા ભાવેશ્વર મહાદેવ મંદિરના રજત જયંતિ સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતા. જ્યાં તેમણે ધર્માંતરણને લઈને મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે લોકોને કોઈ પણ લાલચ કે ડરના કારણે ધર્મ ના બદલવા જણાવ્યું છે. વલસાડમાં ધર્માંતરણ મામલે મોહન ભાગવતે જણાવ્યું કે, રોજિંદા જીવનના લોભ અને લાલચનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે આપણે ધર્મથી દૂર થઈ શકીએ છીએ. આપણે યાદ રાખવું જોઈએ કે, ધર્મ જ દરેકને ખુશી તરફ લઈ જઈ શકે છે.લોકોએ કોઈ પણ સંજોગોમાં લોભ કે ભયના પ્રભાવ હેઠળ પોતાનો ધર્મ બદલવો જોઈએ નહીં. આ પણ વાંચો: સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા મહાભારતનો…

સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આઅ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે અવિ છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી છે. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકોની હાલત નાજુક છે. વડાલી ગામમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા પીતા હડકંપ મચ્યો છે. ઇડરમાં પ્રાથમિક સારવાર બાદ, બધાને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું. પરિવારના મોભીનું મોત એવું કહેવાય છે કે વડાલી શહેરના સાગરવાડા વિસ્તારમાં વિનુભાઈ સાગર તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. શરૂઆતની માહિતી મુજબ, આર્થિક મુશ્કેલીઓથી…

BJP અને AIDMKના ગઠબંધનથી બદલાયુ રાજ્યસભાનું સમીકરણ, જાણો શું છે સ્થિતિ

ભાજપના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધને રાજ્યસભામાં નામાંકિત સભ્યો વિના બહુમતી મેળવી લીધી છે અને આ મોટો ફેરફાર એક દિવસ પહેલા AIADMKના NDAમાં ગઠબંધનને કારણે થયો છે. ભાજપ અને AIADMKના આ ગઠબંધનથી રાજ્યસભાના ગણિતમાં મોટો ફેરફાર થયો છે. ચાર AIADMK સાંસદોના સમર્થનથી NDA ની તાકાત વધુ વધી છે , જ્યારે વિપક્ષની સ્થિતિ નબળી પડી છે. રસપ્રદ વાત એ છે કે જ્યારે ભાજપ શાસિત સરકારે રાજ્યસભામાં વક્ફ સુધારા બિલ રજૂ કર્યું ત્યારે AIADMK એ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું. હાલમાં રાજ્યસભામાં કુલ 236 સભ્યો છે, જેમાંથી નવ બેઠકો ખાલી છે. રાજ્યસભામાં NDAના 119 સભ્યો છે, જેમાં હરિયાણાના અપક્ષ સાંસદ કાર્તિકેય શર્માનો પણ સમાવેશ થાય છે, જેમણે ભાજપના સમર્થનથી ચૂંટણી જીતી હતી. હવે, ચાર AIADMK સાંસદોના સમર્થનથી, ભાજપની આગેવાની…

અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ માટે નવો નિયમ લાગુ, H-1B વિઝા હોય કે ગ્રીન કાર્ડ આ ડોક્યુમેન્ટ રાખવા પડશે સાથે

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે એક નવો નિયમ લાગુ કર્યો છે જે મુજબ દરેક ઇમિગ્રન્ટ, ભલે તે કાયદેસર વિઝા (જેમ કે H-1B અથવા વિદ્યાર્થી વિઝા) પર હોય, તેણે હવે પોતાના કાનૂની દસ્તાવેજો 24 કલાક પોતાની પાસે રાખવા પડશે. આ નિયમ 11 એપ્રિલથી અમલમાં આવ્યો છે. આ નિયમ ટ્રમ્પના આદેશ ‘પ્રોટેક્ટિંગ ધ અમેરિકન પીપલ અગેઇન્સ્ટ ઇન્વેઝન’ હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેનો હેતુ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર કડક કાર્યવાહી કરવાનો છે. યુએસ કોર્ટે સરકારને આ વિવાદાસ્પદ નિયમ લાગુ કરવાની મંજૂરી આપી છે. આ નિયમ હેઠળ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ઇમિગ્રન્ટ્સને સરકારમાં નોંધણી કરાવવાની રહેશે અને દસ્તાવેજો પોતાની પાસે રાખવા પડશે. અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લેવામાં આવેલા ઝડપી અને કઠોર નિર્ણયોમાં આ બીજું…

કોંગ્રેસનું ફોકસ ગુજરાત પર, રાહુલ ગાંધીએ તૈયાર કરી આ રણનીતિ

વડાપ્રધાનના હોમ સ્ટેટમાં કોંગ્રેસ હવે 2027ની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહી છે. હવે અમદાવાદમાં કોંગ્રેસના તાજેતરના બે દિવસીય અધિવેશનબાદ, કોંગ્રેસ તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ જિલ્લા પ્રમુખ સશક્તિકરણ કાર્યક્રમની શરૂઆત ગુજરાતમાંથી જ કરવા જઈ રહી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા એકમોને સશક્ત બનાવીને જમીન પર પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે શરૂ કરાયેલું અભિયાન 15 એપ્રિલથી ગુજરાતમાં શરૂ થઈ રહ્યું છે. જેને લઈને કોંગ્રેસે ઔપચારિક રીતે કેન્દ્રીય અને રાજ્ય નિરીક્ષકોની યાદી બહાર પાડી છે. આમાં, 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતમાં કોંગ્રેસ હવે ગ્રાઉન્ડ લેવલે ઉતરવા માટે રણનીતિ ઘડી રહી છે. ત્યારે હવે જિલ્લા અધ્યક્ષોની નિમણૂક માટે કમર કસી છે અને 43 કેન્દ્રીય નિરીક્ષકો, સાત સહયોગી નિરીક્ષકો અને 183 રાજ્ય નિરીક્ષકોની…

ટ્રમ્પનો વધુ એક યુ-ટર્ન… સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ પર કોઈ ટેરિફ નહીં !

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફને લઈને વધુ એક વખત યુ ટર્ન લીધો છે. ટ્રમ્પે થોડા દિવસ પહેલા ચીન સિવાયના તમામ દેશો પર 90 દિવસ માટે ટેરિફ પર રોક લગાવી હતી. ત્યારે હવે અમેરિકાએ સ્માર્ટફોન, લેપટોપ અને ચિપ્સ જેવા ઇલેક્ટ્રોનિક સામાનને ટેરિફ કેટેગરીમાંથી બાકાત રાખ્યા છે. આનો અર્થ એ થયો કે હવે અમેરિકા આ ​​માલ પર પારસ્પરિક ટેરિફ લાદશે નહીં. અમેરિકાના આ નિર્ણયથી એપલ અને સેમસંગ જેવી કંપનીઓને ફાયદો થશે. અમેરિકામાં સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો પર ટેરિફ લાદવામાં આવતાં તેમના ભાવમાં વધારો થવાની શક્યતા હતી. આના કારણે ઇલેક્ટ્રોનિક કંપનીઓને કેટલું નુકસાન થયું હશે. અમેરિકાને પણ આ જ ફટકો પડ્યો હોત. તેથી, અમેરિકાએ સ્માર્ટફોન, લેપટોપ અને સેમિકન્ડક્ટર પરના બદલો ટેરિફ દૂર કરવાનો નિર્ણય લીધો છે એવું માનવામાં આવી…