Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે મોટી સફળતા: મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો

 Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે મોટી સફળતા: મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો

Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી વ્યાપક કામગીરીના સારા પરિણામો સામે આવ્યા છે. આરોગ્ય વિભાગના વર્ષ 2026ના સપ્તાહ-33 સુધીના આંકડા મુજબ, ગત વર્ષની સમાન અવધિની સરખામણીમાં મેલેરિયાના કેસોમાં 45 ટકા, ડેન્ગ્યુમાં 39.1 ટકા અને ચિકનગુનિયામાં 48.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં રોગોની સમયસર ઓળખ, સારવાર અને મચ્છર નિયંત્રણ માટે સર્વેલન્સથી લઈને ફોગિંગ અને બ્રીડિંગ સ્થળોના નાશ સુધીની કામગીરી કરવામાં આવી રહી છે.
Gujarat

મેલેરિયાના કેસોમાં 45 ટકાનો ઘટાડો

Gujarat આરોગ્ય વિભાગના આંકડા મુજબ વર્ષ 2025ના સપ્તાહ-33 સુધીમાં રાજ્યમાં 1 કરોડ 9 લાખથી વધુ રક્ત નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મેલેરિયાના 1,407 કેસ નોંધાયા હતા.વર્ષ 2026માં સમાન સમયગાળા દરમિયાન રક્ત પરીક્ષણની સંખ્યા વધીને 1 કરોડ 11 લાખથી વધુ થઈ છે. તેમ છતાં મેલેરિયાના કેસો ઘટીને 774 થયા છે. આમ, ગત વર્ષની સરખામણીમાં મેલેરિયાના કેસોમાં 45 ટકાનો ઘટાડો નોંધાયો છે.આ ઉપરાંત ડેન્ગ્યુના કેસ 1,293થી ઘટીને 788 થયા છે, જ્યારે ચિકનગુનિયાના કેસ 154થી ઘટીને માત્ર 80 રહ્યા છે. એટલે કે ચિકનગુનિયામાં પણ 48.1 ટકાનો ઘટાડો નોંધાયો છે. મહત્વની બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એકપણ મૃત્યુ નોંધાયું નથી.મચ્છરજન્ય રોગોની સમયસર ઓળખ અને સારવાર માટે રાજ્યમાં નિદાન વ્યવસ્થાને પણ મજબૂત કરવામાં આવી છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નિદાન માટે મેડિકલ કોલેજ સાથે સંલગ્ન 42 હોસ્પિટલોમાં નિદાન કેન્દ્રો કાર્યરત છે.વર્ષ 2026ના સપ્તાહ-33 સુધીમાં આ કેન્દ્રો પર ડેન્ગ્યુ માટે 83 હજારથી વધુ અને ચિકનગુનિયા માટે 12 હજારથી વધુ સીરમ સેમ્પલની તપાસ કરવામાં આવી છે. આમ, બંને રોગો માટે કુલ અંદાજે 96 હજાર જેટલા સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે Gujaratમાં મોટા પાયે ઘર-ઘર સર્વેલન્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. અભિયાનના પ્રથમ તબક્કામાં 27 એપ્રિલથી 6 મે દરમિયાન તાવ સર્વેલન્સ, પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણ દ્વારા 89 ટકા કવરેજ હાંસલ કરવામાં આવ્યું હતું.ત્યારબાદ 1થી 10 જુલાઈ દરમિયાન યોજાયેલા બીજા તબક્કામાં 19,558 ટીમો દ્વારા રાજ્યભરમાં સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ 6 કરોડ 51 લાખથી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા.આ દરમિયાન 2 લાખ 57 હજારથી વધુ રક્ત નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમાં મેલેરિયાના 28 દર્દીઓ મળી આવ્યા હતા અને તેમને સમયસર સારવાર આપવામાં આવી હતી.

Gujaratમાં 30 લાખ જેટલા મચ્છરના બ્રીડિંગ સ્થળોનો નાશ

મચ્છરજન્ય રોગો સામેની લડતમાં માત્ર દર્દીઓની સારવાર જ નહીં, પરંતુ મચ્છરના પ્રજનનને રોકવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ઘર-ઘર સર્વેલન્સ દરમિયાન રાજ્યમાં 29 લાખ 63 હજારથી વધુ મચ્છર ઉત્પત્તિ સ્થળોનો નાશ કરવામાં આવ્યો છે.આ ઉપરાંત 3 લાખ 21 હજારથી વધુ ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છરોના પ્રજનનને અટકાવવા સંવેદનશીલ વિસ્તારોમાં સતત પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.મેલેરિયાની દૃષ્ટિએ સંવેદનશીલ રાજ્યના 24 જિલ્લાઓના 116 ગામોની આશરે એક લાખથી વધુ વસ્તીને જંતુનાશક દવાના છંટકાવના પ્રથમ રાઉન્ડમાં આવરી લેવામાં આવી છે. જ્યારે બીજા રાઉન્ડનો છંટકાવ 1 ઓગસ્ટ, 2026થી શરૂ કરવામાં આવ્યો છે.ચોમાસા દરમિયાન મચ્છરજન્ય રોગોની સંભાવના વધતી હોવાથી સંવેદનશીલ વિસ્તારોમાં કામગીરીને વધુ વેગ આપવા માટે જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં 497 વેક્ટર કંટ્રોલ ટીમો તૈનાત કરવામાં આવી છે.

Gujaratમાં 5,024 સ્થળોએ લાર્વા ખાનારી માછલીઓ

મચ્છરના લાર્વાને નિયંત્રિત કરવા માટે જુલાઈ 2026ના અંત સુધીમાં રાજ્યના 5,024 કાયમી જળ ભરાવવાળા સ્થળોએ લાર્વા ખાનારી માછલીઓ છોડવામાં આવી છે. આ પદ્ધતિ દ્વારા મચ્છરોના પ્રજનનને શરૂઆતના તબક્કામાં જ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દવાઓ, લાર્વિસાઇડ્સ અને અન્ય સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. મચ્છરજન્ય રોગોની સ્થિતિ પર દૈનિક, સાપ્તાહિક અને માસિક ધોરણે સતત નજર રાખવામાં આવી રહી છે.આ સમગ્ર કામગીરીના પરિણામે Gujaratમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચોમાસાની સિઝન દરમિયાન પણ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ, મચ્છર નિયંત્રણ અને સમયસર સારવારની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

Related Posts

Gujaratના ખેડૂતો માટે મોટી રાહત: નર્મદાના પાણીથી 1300થી વધુ તળાવો ભરાશે…

ઉત્તર Gujaratના ખેડૂતો માટે મોટી રાહત: નર્મદાના પાણીથી 1300થી વધુ તળાવો ભરાશે, 3 લાખ એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ Gujaratના ઉત્તર ગુજરાત વિસ્તારમાં ચાલુ ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતમાં પૂરક સિંચાઈ અને પીવાના પાણીના હેતુસર નર્મદા નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળવાની સાથે અનેક ગામોમાં પાણીની ઉપલબ્ધતા પણ વધશે.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં લેવાયેલા આ ખેડૂતલક્ષી નિર્ણય મુજબ નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ઉત્તર Gujaratના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. વરસાદની અછતને કારણે ઉભી થયેલી પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂરક સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કર્યું…

Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ…

Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ, યુવાનોને સાયબર સુરક્ષામાં નવી તક Ahmedabadમાં ડિજિટલ યુગની વધતી જતી સાયબર સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. Ahmedabad સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનનું આયોજન KCG કેમ્પસ સ્થિત i-Hub Gujarat ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સાયબર નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, આઇટી ક્ષેત્રના નિષ્ણાતો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ->Ahmedabadમાં સાયબર ગુનાઓ સામે નવી ટેક્નોલોજી પર ભાર : હેકાથોનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “સાયબર હેકાથોન માત્ર સ્પર્ધા નથી, પરંતુ ગુજરાત પોલીસને નવી દિશા આપતી પહેલ છે.” તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું…

One thought on “Gujaratમાં મચ્છરજન્ય રોગો સામે મોટી સફળતા: મેલેરિયામાં 45% અને ડેન્ગ્યુમાં 39%નો ઘટાડો

Comments are closed.