સાબરકાંઠા: વડાલીમાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ પીધી ઝેરી દવા

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આઅ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના સામે અવિ છે. એક જ પરિવારના પાંચ સભ્યોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો. આ ઘટનામાં પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીધી છે. જેમાંથી એકનું મોત થયું છે. જ્યારે ત્રણ લોકોની હાલત નાજુક છે.

વડાલી ગામમાં પતિ-પત્ની સહિત ત્રણ બાળકોએ ઝેરી દવા પીતા હડકંપ મચ્યો છે. ઇડરમાં પ્રાથમિક સારવાર બાદ, બધાને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આર્થિક કારણોસર પરિવારે સામૂહિક આત્મહત્યાનું આ પગલું ભર્યું.

પરિવારના મોભીનું મોત
એવું કહેવાય છે કે વડાલી શહેરના સાગરવાડા વિસ્તારમાં વિનુભાઈ સાગર તેમના પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્રો અને એક પુત્રી છે. શરૂઆતની માહિતી મુજબ, આર્થિક મુશ્કેલીઓથી પરેશાન થઈને, તેણે તેના આખા પરિવાર સાથે ઝેર પી લીધું. ઝેરી દવા ખાધા પછી, બધાની તબિયત બગડવા લાગી. ઘરની અંદરનો અવાજ સાંભળીને પડોશીઓ દોડી આવ્યા. પડોશના લોકોએ તાત્કાલિક બધાને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા. પરંતુ હાલત વધુ ખરાબ થતી જોઈને ડોક્ટરોએ તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલ રીફર કર્યા. પરિવારના વડા વિનુભાઈનું હિંમતનગર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જ્યારે બે પુત્રો સહીત માતાની હાલત ગંભીર છે.

Follow us On Social Media

YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I

Related Posts

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, Welfare Drive 2026

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને કીટ વિતરણ, હર્ષ સંઘવી બાઈક રેલીમાં જોડાયા ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અને તેમની 25 વર્ષની અવિરત જનસેવા યાત્રાના ઉપલક્ષ્યમાં આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત Chiloda ખાતે ગંગા સ્વરૂપા બહેનોને અનાજની કીટ વિતરણનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વડનગરથી વારાણસી સુધી યોજાઈ રહેલી બાઈક રેલીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગંગા સ્વરૂપા માતાઓ-બહેનોનું વંદન કરી તેમનું સન્માન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા બહેનોએ ઓવારણા લઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સેવાકાર્યોને વધાવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં લાભાર્થી બહેનો, ગ્રામજનો, સ્થાનિક અગ્રણીઓ અને વિવિધ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. -> ગંગા સ્વરૂપા બહેનો માટે અનાજની કીટનું વિતરણ : Chiloda ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગંગા…

માત્ર ચાર કલાકમાં Ahmedabadમાં 2.77 ઈંચ વરસાદ, દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, Red Alert Critical

Ahmedabad : અમદાવાદીઓ બહાર ન નીકળતા, વરસાદે શહેરને ધમરોળ્યું: વૃદ્ધો-બાળકોને ઘરમાં રહેવા અપીલ; દોશીવાડા પોળમાં મકાન ધરાશાયી, આગામી કલાકોમાં પણ વરસાદની શક્યતા Ahmedabad: Ahmedabad શહેરમાં શુક્રવાર, 18 સપ્ટેમ્બરની વહેલી સવારથી જ વરસાદે જોર પકડ્યું છે. ગાજવીજ અને ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પર અસર પડી છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે. શહેરમાં સતત વરસાદી માહોલને જોતા નાગરિકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને જૂના શહેરના વિસ્તારોમાં જર્જરિત મકાનોને લઈને જોખમ વધી ગયું છે. આ ભારે વરસાદ વચ્ચે દોશીવાડા પોળમાં એક મકાન ધરાશાયી થયાની માહિતી સામે આવી છે. જૂના શહેરમાં અનેક વર્ષો જૂના મકાનો અને હવેલીઓ આવેલી હોવાથી સતત વરસાદ દરમિયાન આવા મકાનોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *