Gandhinagar માં CIDSCON 2026: AI અને AMR પર નિષ્ણાતોનું મંથન

CIDSCON 2026: Gandhinagar માં ચેપી રોગોના નિષ્ણાતોનું મહામંથન, AI અને AMR પર રહેશે ખાસ ફોકસ 

 

Gandhinagar: ગુજરાતની રાજધાની Gandhinagar માં ચેપી રોગોના નિદાન, સારવાર અને નિવારણને લઈને દેશ-વિદેશના અગ્રણી નિષ્ણાતો એક મંચ પર એકત્રિત થવા જઈ રહ્યા છે. ક્લિનિકલ ઇન્ફેક્શિયસ ડિસીઝિસ સોસાયટી (CIDS)ની 16મી વાર્ષિક પરિષદ CIDSCON 2026નું આયોજન 20થી 23 ઓગસ્ટ દરમિયાન મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર, Gandhinagar ખાતે કરવામાં આવશે. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા 22 ઓગસ્ટે પરિષદનું ઉદ્ઘાટન કરશે.CIDSCON 2026માં ભારત ઉપરાંત અમેરિકા અને સિંગાપોર સહિતના દેશોના નિષ્ણાતો, તબીબો, સંશોધકો, માઇક્રોબાયોલોજિસ્ટો અને આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યાવસાયિકો ભાગ લેશે. આ ચાર દિવસીય પરિષદમાં 950થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપશે. ચેપી રોગોના ક્ષેત્રમાં થઈ રહેલા નવા સંશોધન, સારવારની આધુનિક પદ્ધતિઓ અને ઉભરતા પડકારો અંગે નિષ્ણાતો વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન થશે.આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા દ્વારા એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશીપ વિષય પર નિષ્ણાતો દ્વારા લખાયેલા પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવશે.
Gandhinagar

->Gandhinagar AI પર ખાસ વર્કશોપ : CIDSCON 2026નું સૌથી મહત્વનું આકર્ષણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર યોજાનાર વિશેષ વર્કશોપ રહેશે. આ વર્કશોપમાં માત્ર લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) સુધી મર્યાદિત ન રહેતા તબીબી ક્ષેત્રમાં AIના વિવિધ ઉપયોગો અંગે ચર્ચા કરવામાં આવશે.ખાસ કરીને ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસમાં AIનો વ્યવહારુ ઉપયોગ, ક્લિનિકલ નિર્ણય લેવામાં તેની સંભવિત ભૂમિકા અને માનવીય તબીબી નિર્ણય પ્રક્રિયા સાથે તેની સરખામણી જેવા મુદ્દાઓ પર નિષ્ણાતો ચર્ચા કરશે. ભાગ લેનારાઓ માટે પ્રાયોગિક પ્રોજેક્ટ અને સમસ્યા ઉકેલવાની કવાયત પણ યોજાશે.

->Gandhinagar 20 ઓગસ્ટથી વિશેષ વર્કશોપની શરૂઆત: ચાર દિવસીય પરિષદની શરૂઆત 20 ઓગસ્ટે વિવિધ વિશેષ વર્કશોપ સાથે થશે. આ વર્કશોપમાં ચેપી રોગોની તબીબી પ્રેક્ટિસના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવશે. નિષ્ણાતોના સત્રો, કેસ આધારિત ચર્ચાઓ અને પ્રાયોગિક તાલીમ દ્વારા તબીબો અને અન્ય પ્રતિનિધિઓને નવીન માહિતી આપવામાં આવશે.મુખ્ય પરિષદમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ, ઉષ્ણકટિબંધીય ચેપ, ક્ષયરોગ (TB), HIV, ફૂગજન્ય ચેપ, વાઇરોલોજી, ચેપ નિયંત્રણ અને એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશીપ જેવા મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા થશે.આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ ઓછી ધરાવતા દર્દીઓમાં થતા ચેપ, નેક્સ્ટ જનરેશન સિક્વન્સિંગ, ફેજ થેરાપી અને AI આધારિત ક્લિનિકલ પ્રેક્ટિસ જેવી નવી ટેક્નોલોજી પણ પરિષદના મુખ્ય વિષયોમાં રહેશે.
Gandhinagar

22 ઓગસ્ટે ગુજરાતમાં એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર વિશેષ સત્ર યોજાશે. તેમાં ગુજરાત સ્ટેટ AMR સર્વેલન્સ નેટવર્ક (GUJSAR-N), એન્ટિમાઇક્રોબિયલ સ્ટ્યુઅર્ડશીપ કાર્યક્રમના મોનિટરિંગ અને AMR ડેશબોર્ડ દ્વારા લેબોરેટરી ડેટા આધારિત રોગ સર્વેલન્સ અંગે ચર્ચા થશે.પરિષદ દરમિયાન પડકારજનક કેસની ચર્ચા, નિષ્ણાતો સાથે સંવાદ, એવોર્ડ પ્રેઝન્ટેશન, પોસ્ટર રાઉન્ડ તેમજ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને ફેલોઝ માટે વિશેષ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. 23 ઓગસ્ટે વેલેડિક્ટરી સેશન સાથે CIDSCON 2026નું સમાપન થશે.આયોજક સમિતિના અધ્યક્ષ ડૉ. અતુલ કે. પટેલ, સહ-આયોજક અધ્યક્ષ ડૉ. હર્ષ તોશનીવાલ અને આયોજક સચિવ ડૉ. સુરભી મદનના નેતૃત્વ હેઠળ યોજાનારી આ પરિષદ ચેપી રોગોની સારવાર, સંશોધન અને આધુનિક તબીબી ટેક્નોલોજીના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ચર્ચા માટેનું મંચ બનશે.

Related Posts

Gujaratના ખેડૂતો માટે મોટી રાહત: નર્મદાના પાણીથી 1300થી વધુ તળાવો ભરાશે…

ઉત્તર Gujaratના ખેડૂતો માટે મોટી રાહત: નર્મદાના પાણીથી 1300થી વધુ તળાવો ભરાશે, 3 લાખ એકરથી વધુ જમીનને સિંચાઈનો લાભ Gujaratના ઉત્તર ગુજરાત વિસ્તારમાં ચાલુ ચોમાસા દરમિયાન વરસાદ ખેંચાતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ઉત્તર ગુજરાતમાં પૂરક સિંચાઈ અને પીવાના પાણીના હેતુસર નર્મદા નહેર આધારિત ઉદ્વહન પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી ફાળવવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતોને સિંચાઈ માટે મોટી રાહત મળવાની સાથે અનેક ગામોમાં પાણીની ઉપલબ્ધતા પણ વધશે.કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં લેવાયેલા આ ખેડૂતલક્ષી નિર્ણય મુજબ નર્મદાનું પાણી ઓક્ટોબર-2026 સુધીના સમયગાળા માટે ઉત્તર Gujaratના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવશે. વરસાદની અછતને કારણે ઉભી થયેલી પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પૂરક સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કર્યું…

Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ…

Ahmedabadમાં ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026 યોજાઈ, યુવાનોને સાયબર સુરક્ષામાં નવી તક Ahmedabadમાં ડિજિટલ યુગની વધતી જતી સાયબર સુરક્ષાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ‘કણાદ શીલ્ડ’ સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. Ahmedabad સાયબર ક્રાઇમ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનનું આયોજન KCG કેમ્પસ સ્થિત i-Hub Gujarat ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, સાયબર નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સ, આઇટી ક્ષેત્રના નિષ્ણાતો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ->Ahmedabadમાં સાયબર ગુનાઓ સામે નવી ટેક્નોલોજી પર ભાર : હેકાથોનને સંબોધતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “સાયબર હેકાથોન માત્ર સ્પર્ધા નથી, પરંતુ ગુજરાત પોલીસને નવી દિશા આપતી પહેલ છે.” તેમણે જણાવ્યું કે આગામી વર્ષોમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ગુનાઓનું…