CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક…

CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક, ગુજરાતના MSME અને કારીગરો માટે વૈશ્વિક બજારની તકો પર ચર્ચા

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ શ્રી ભૂપેન્દ્ર પટેલના અમેરિકા પ્રવાસના ચોથા દિવસે વોશિંગટન ડી.સી. ખાતે મહત્વપૂર્ણ વન-ટુ-વન બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીશ્રીએ વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ગુજરાતના MSME ક્ષેત્ર, નાના કારીગરો અને તેમના ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવાની સંભાવનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠ શ્રી ભૂપેન્દ્ર પટેલ ગુજરાત ડેલિગેશન સાથે યુ.એસ.-કેનેડાના સાપ્તાહિક પ્રવાસે છે. સાન ફ્રાન્સિસ્કોની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ વોશિંગટન ડી.સી. પહોંચ્યા હતા. અહીં વિવિધ વૈશ્વિક કંપનીઓ અને ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે બેઠકો યોજાઈ રહી છે. આ શ્રેણીમાં વોલમાર્ટ સાથેની બેઠકને ગુજરાતના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
CM

> MSME માટે વૈશ્વિક બજારની તકો :  ગુજરાતમાં મોટી સંખ્યામાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ એટલે કે MSME કાર્યરત છે. આ ઉદ્યોગો રાજ્યની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. CM  ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠશ્રીએ બેઠક દરમિયાન ગુજરાતના વિશાળ MSME પુલ અંગે માહિતી આપી હતી.વોલમાર્ટના અધિકારી શ્રી ડેન બ્રાયન્ટે ગુજરાતના MSME ક્ષેત્રની ક્ષમતાને ધ્યાનમાં રાખીને ગુણવત્તા સુધારણા, તાલીમ અને નિકાસની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી. નાના ઉદ્યોગકારો અને કારીગરો પોતાના ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ સારી રીતે રજૂ કરી શકે તે માટે જરૂરી માર્ગદર્શન અને ક્ષમતાવર્ધન અંગે પણ ચર્ચા થઈ હતી.બેઠક દરમિયાન વોલમાર્ટના વૃદ્ધિ કાર્યક્રમ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. શ્રી ડેન બ્રાયન્ટે જણાવ્યું હતું કે વોલમાર્ટ દ્વારા વર્ષ 2019થી અત્યાર સુધીમાં 1.15 લાખથી વધુ MSMEને તાલીમ આપવામાં આવી છે.આ ઉપરાંત વર્ષ 2028 સુધીમાં કુલ 1.70 લાખ MSMEને તાલીમ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ સક્ષમ બનાવવાનો, તેમની ગુણવત્તામાં સુધારો કરવાનો અને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડાવાની તકો ઊભી કરવાનો છે.

->CM ભૂપેન્દ્ર પટેલની ગુજરાત સરકાર અને વોલમાર્ટ સાથે મળીને વર્કશોપ કરશે :  CM શ્રી ભૂપેન્દ્ર પટેલે વોલમાર્ટ અને ગુજરાત સરકારના સંબંધિત વિભાગો સાથે મળીને વર્કશોપનું આયોજન કરવા અંગે પણ ચર્ચા કરી હતી. આવા વર્કશોપ દ્વારા ગુજરાતના વિવિધ MSME ક્ષેત્રોની ક્ષમતાઓ અને સંભાવનાઓ ઓળખી શકાય અને તે મુજબ તેમને વૈશ્વિક બજાર માટે તૈયાર કરી શકાય તે અંગે વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં રાજ્યના નાના કારીગરો માટે પણ નવી તકો ઊભી કરવાની સંભાવનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાતના પરંપરાગત તેમજ આધુનિક ઉત્પાદનોને વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચાડવા માટે સપ્લાય ચેઇન, ગુણવત્તા, માર્કેટિંગ અને નિકાસ સંબંધિત વ્યવસ્થાઓ વધુ મજબૂત કરવાની દિશામાં ચર્ચા થઈ હતી.

-> Vibrant Gujarat Summit-2027માં રોડમેપ જાહેર કરવાની તૈયારી :  CM શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વોલમાર્ટના પ્રતિનિધિઓ વચ્ચે આગામી 3થી 4 મહિનામાં MSME અને નાના કારીગરો માટે સંભવિત વૈશ્વિક તકો અંગે સાથે મળીને કામ કરવાની દિશામાં ચર્ચા થઈ હતી.આ સહયોગને આગામી Vibrant Gujarat Summit-2027 સાથે જોડીને એક સ્પષ્ટ રોડમેપ જાહેર કરવાની દિશામાં પણ ફળદાયી મંત્રણાઓ થઈ હતી. જો આ યોજના અમલમાં આવે તો ગુજરાતના નાના ઉદ્યોગકારો અને કારીગરો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશવાની નવી તકો ઊભી થઈ શકે છે.આ બેઠકમાં મુખ્ય સચિવ શ્રી એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ટી. નટરાજન, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીશ્રીની વોલમાર્ટ સાથેની આ બેઠક ગુજરાતના MSME ક્ષેત્રને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે વધુ મજબૂત રીતે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું બની શકે છે. ગુજરાતના નાના ઉદ્યોગો અને કારીગરોને આંતરરાષ્ટ્રીય બજાર મળે તો રોજગાર, ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે પણ રાજ્યને મોટો લાભ મળી શકે છે.

Related Posts

Gambhira Bridge: 22 લોકોના મોત અને 50 કિમીના ચક્કરમાંથી મુક્તિ! મહી નદી પર નવો ગંભીરા બ્રિજ તૈયાર…

વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મુજપુર-ગંભીરા નજીક મહી નદી પર આવેલા Gambhira Bridgeના એક સ્પાન ધરાશાઈ થવાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી હતી. આ દુર્ઘટનામાં 22 લોકોના મોત થયા હતા અને વડોદરા તથા આણંદ તરફ જતો મહત્વપૂર્ણ માર્ગ પ્રભાવિત થયો હતો. બ્રિજ બંધ થતાં સ્થાનિક રહેવાસીઓ અને વાહનચાલકોને લાંબા વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડ્યો હતો. હવે આ વિસ્તારમાં રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. જૂના બ્રિજની નજીક સમાંતર નવો બ્રિજ બનાવવાની મંજૂરી મળ્યા બાદ માત્ર એક વર્ષના ગાળામાં આશરે 854 મીટર લાંબા નવા બ્રિજનું બાંધકામ પૂર્ણ થવાની વિગતો સામે આવી છે. હાલ નવા બ્રિજ પર લોડ ટેસ્ટિંગ સહિતની અંતિમ પ્રક્રિયા ચાલી રહી છે અને ઓગસ્ટ 2026ના અંત સુધીમાં તેને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારી ચાલી રહી…

Ahmedabadમાં પાંચમી ફૂડ ડિલિવરી સમિટ-2026નો પ્રારંભ… Exciting

Ahmedabadમાં પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો પ્રારંભ, ફૂડ સેક્ટરને નવી તકો આપવાની સરકારની તૈયારી Ahmedabad : ગુજરાતમાં ફૂડ અને ફૂડ ડિલીવરી સેક્ટરને નવી દિશા આપવાના ઉદ્દેશ સાથે Ahmedabadમાં નેશનલ રેસ્ટોરન્ટ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI) દ્વારા આયોજિત પાંચમી ફૂડ ડિલીવરી સમિટ-2026નો પ્રારંભ થયો છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ સમિટમાં દેશભરમાંથી રેસ્ટોરન્ટ, ફૂડ ડિલીવરી અને હોસ્પિટાલિટી ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગકારો અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો. ગુજરાતના મુખ્ય આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર એવા Ahmedabad શહેરમાં ફૂડ એન્ડ બેવરેજ તથા ડિલિવરી ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે પાંચમી ફૂડ ડિલિવરી સમિટ-2026 (Food Delivery Summit 2026) નો ભવ્ય પ્રારંભ થયો છે. આ સમિટમાં ફૂડ ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, ક્લાઉડ કિચન અને ડિજિટલ ફૂડ એગ્રીગેટર્સ ક્ષેત્રના દિગ્ગજો એક મંચ પર એકત્રિત…

One thought on “CM ભૂપેન્દ્ર પટેલની વોલમાર્ટ સાથે મહત્વની બેઠક…

Comments are closed.