ગાંધીનગરમાં યોજાયો સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ: સંસ્કૃતિનો જીવંત વારસો ગણાવી અધ્યક્ષ હિમાંજય પાલીવાલનું સંબોધન

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા સંસ્કૃત પ્રોત્સાહન યોજના અંતર્ગત આજે ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો ભવ્ય “સંસ્કૃત પ્રોત્સાહન સમારોહ” યોજાયો હતો. માધ્યમિક સ્તરે સંસ્કૃત ભાષાના શિક્ષણને વધુ વેગ આપવા તેમજ આ ક્ષેત્રે કાર્યરત શૈક્ષણિક સંસ્થાઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં બોર્ડના અધ્યક્ષ હિમાંજય પાલીવાલે સંસ્કૃત ભાષાની મહત્તા પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, સંસ્કૃત માત્ર ભાષા નથી, પરંતુ આપણી સંસ્કૃતિનો જીવંત વારસો છે. નવી પેઢી આ વારસા સાથે જોડાય તે માટે આચાર્યો અને શિક્ષકોની ભૂમિકા મહત્વની છે. આ કાર્યક્રમમાં રાજ્યની કુલ 223 સંસ્થાઓ જોડાઈ હતી. સંસ્થાઓના આચાર્યઓ અને સંસ્કૃત વિષયના ગુરુજીઓ સહિત કુલ 476 શિક્ષણસેવકોનું તેમની ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડૉ. પદ્મકુમારજીએ “પરિવાર પ્રબોધન: સંસ્કૃત દ્વારા વ્યક્તિત્વ…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળ બેઠક: યોજનાઓની તાત્કાલિક અમલવારીના નિર્દેશ અપાયા

ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને સચિવશ્રીઓ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ નાણા મંત્રી કનુભાઈ દેસાઈને ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ વિશેષ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, તેમ પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું. કેબિનેટ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં અપાયેલી રાહતોને કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. જીએસટીમાં રાહત બાદ રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થવાની સંભાવના હોવા છતાં, ગુજરાત સરકારે પોતાની વહીવટી કાર્યક્ષમતાના જોરે બજેટમાં ૧૦ ટકાનો વધારો કર્યો છે. અર્થશાસ્ત્રીઓ અને વિદ્વાનો દ્વારા પણ આ બજેટની સરાહના કરવામાં આવી છે. આ…

Ahmedabad : મેટ્રો મુસાફરોની સુવિધા અને સુરક્ષા અર્થે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું, જાણો વિગત

અમદાવાદ શહેરમાં કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક 60 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે અને મેટ્રો કોરિડોર અનેક સ્થાનિક પોલીસ સ્ટેશનોની હદમાંથી પસાર થાય છે. મેટ્રો ટ્રેનની અંદર અથવા મેટ્રોની મિલકતોને લગતા ગુનાઓ કે અનિચ્છનીય ઘટનાઓ સમયે અસરકારક સંકલન અને ઝડપી પોલીસ કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951, પેટા કલમ 12ની મળેલ સત્તા હેઠળ એક મહત્વનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, મેટ્રો રેલના અલગ-અલગ વિસ્તારોને બે સેક્ટરમાં વહેંચીને ચોક્કસ પોલીસ સ્ટેશનોને ગુના નોંધવાની જવાબદારી સોંપવામાં આવી છે જેથી વહીવટી અનુકૂળતા રહે અને સામાન્ય જનતાને સરળતા રહે. નવા જાહેરનામા અનુસાર, મેટ્રો ટ્રેનની અંદર થતી ચોરી, મારામારી, છેડતી, અશ્લીલ વર્તન જેવી ઘટનાઓ તેમજ મેટ્રોની બિલ્ડિંગ, પ્લેટફોર્મ કે વાયરને…

વેરાવળ ખાતે એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસની સુવિધા લૉન્ચ થશે

ગાંધીનગર: ભારતના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન (EEZ) નિયમોને અમલમાં મૂકવા અને ઊંડા સમુદ્રમાં માછીમારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી એક સીમાચિહ્નરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી અને પંચાયતી રાજ મંત્રાલયના કેન્દ્રીય મંત્રીરાજીવ રંજન સિંહ 20 ફેબ્રુઆરીએ વેરાવળ ખાતે વિશેષ આર્થિક ક્ષેત્ર (EEZ)માં માછીમારી માટે એક્સેસ પાસ ફ્રેમવર્ક લૉન્ચ કરશે. આ નવું માળખું માછીમારોને ઊંડા સમુદ્રી વિસ્તારોમાં માછીમારી માટે સત્તાવાર પરવાનગી (એક્સેસ પાસ) મેળવવાનું સરળ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ આ પહેલ ભારતના મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવવાના પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે એક્સેસ પાસની પહેલ પરંપરાગત અને નાના પાયાના માછીમારો, સહકારી મંડળીઓ, સ્વ-સહાય જૂથો અને મત્સ્યઉદ્યોગ ઉત્પાદક સંગઠનો (FFPO) ને સશક્ત બનાવશે. ઉલ્લેખનીય…

CM ભૂપેન્દ્ર પટેલે કેબિનેટ બેઠકમાં વિવિધ બોર્ડ-કોર્પોરેશનને જમીન ફાળવણીની 23 દરખાસ્તોને મંજૂરી આપી: પ્રવક્તા મંત્રી જીતુવાઘાણી

મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે પ્રવક્તા મંત્રી જીતુવાઘાણીએ જણાવ્યું હતું કે, આજે કેબિનેટ બેઠકમાં પાણી પુરવઠા, ઊર્જા અને બંદર વિકાસ માટે મુખ્યમંત્રીએ જમીન ફાળવણીની 23  દરખાસ્તોને મંજૂરી આપી છે. આ અંગે વિગતવાર માહિતી આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પાણી પુરવઠા બોર્ડ, જેટકો (JETCO), ગુજરાત પાવર કોર્પોરેશન અને મેરીટાઇમ બોર્ડ જેવા સંસ્થાનોને વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ માટે કુલ 1,22,53,096 ચો. મીટર જમીન ફાળવવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવાનો છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જે તે સંસ્થાઓને ફાળવવામાં આવેલી આ જમીનો પર…

ટેકાના ભાવે તુવેરની ખરીદી મામલે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત, જાણો વિગત

વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી તા. 23 ફેબ્રુઆરી, 2026થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. વિગતવાર માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ 2025-26 માટે તુવેરનો ટેકાનો ભાવ રૂ. 8000 પ્રતિ ક્વિન્ટલ (રૂ. 1600 પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ 1.33…

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ કચ્છના સરહદી ગામોમાં સુરક્ષા સમીક્ષા માટે જશે

રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન રાવ આગામી તા. 21 અને 22 ફેબ્રુઆરી 2026 દરમિયાન કચ્છ જિલ્લાના સરહદી ગામોની વ્યૂહાત્મક મુલાકાતે જઈ રહ્યા છે. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ અને કચ્છના વિશાળ દરિયાકાંઠાની સુરક્ષા વ્યવસ્થાને વધુ અભેદ્ય બનાવવાનો છે. બે દિવસીય પ્રવાસ દરમિયાન રાજ્યના પોલીસ વડા ભુજ ખાતે એક મહત્વપૂર્ણ ‘ક્રાઈમ કોન્ફરન્સ’ની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં માત્ર પોલીસ વિભાગ જ નહીં, પરંતુ ભારતીય સેના, સીમા સુરક્ષા બળ (BSF), ભારતીય કોસ્ટ ગાર્ડ અને વાયુસેનાના પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહેશે. સરહદી ઘૂસણખોરી, ડ્રગ્સની હેરાફેરી અને દરિયાઈ માર્ગે થતી દેશવિરોધી પ્રવૃત્તિઓને રોકવા માટે તમામ એજન્સીઓ વચ્ચે મજબૂત કોઓર્ડિનેશન પર ભાર મૂકવામાં આવશે. ડૉ. કે.એલ.એન.રાવ ખાસ કરીને જખૌ અને પિંગલેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં તૈનાત મરીન પોલીસ અને…

ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગે નાગરિકોને ધ્યાન રાખવા સૂચના આપી

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની સંભાવના ઊભી થઈ છે. IMD દ્વારા ઉત્તર ગુજરાત સહિત કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. આગામી દિવસોમાં વાતાવરણમાં અચાનક ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ માટે જવાબદાર પ્રણાલીઓ હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટરબન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ જેવી ત્રણ પ્રણાલીઓ સક્રિય થતા રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ માવઠું પડી શકે છે. ખેડૂતો માટે સલાહ આ કમોસમી વરસાદને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. ખેડૂત વર્ગને પાકની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવા અને સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. આગામી 48 કલાક દરમિયાન હવામાનમાં સતત બદલાવ જોવા…

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવકના પ્રમાણપત્રની પ્રક્રિયા થશે વધુ સરળ અને ડિજિટલ

રાજ્યના નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે Social Justice and Empowerment Department Gujarat દ્વારા આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. હવે આવકનું પ્રમાણપત્ર સંપૂર્ણપણે ડિજિટલ વ્યવસ્થા હેઠળ આપવામાં આવશે. સેલ્ફ ડિક્લેરેશન ફરજિયાત નવી વ્યવસ્થા મુજબ અરજદારે પોતાની આવક અંગે સેલ્ફ ડિક્લેરેશન આપવું રહેશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ પ્રક્રિયાને સરળ બનાવવાનો છે, પરંતુ સાથે જ ખોટી માહિતી આપવાના કિસ્સામાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે પ્રમાણપત્ર ડિજિટલ પરિવર્તનના ભાગરૂપે હવે આવકનું પ્રમાણપત્ર QR કોડ અને ડિજિટલી સાઈન્ડ ઈ-સિલ સાથે આપવામાં આવશે. આથી દસ્તાવેજની પ્રામાણિકતા સરળતાથી ચકાસી શકાશે અને ગેરવપરાશ અથવા નકલ જેવી ગેરરીતિઓ અટકાવવામાં મદદ મળશે. SSO સિસ્ટમથી સરળ બનશે અરજી પ્રક્રિયા…

ગુજરાત કેબિનેટની બેઠક યોજાશે આવતી કાલે : PM મોદીના ગુજરાત પ્રવાસ અને સ્થાનિક ચૂંટણીની તૈયારી મુદ્દે ચર્ચા

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક યોજાનાર છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ, રાજ્ય સરકારના આયોજનો, નીતિગત વિષયો અને બજેટ પર ચર્ચા થવાની સંભાવના છે. કૃષિ વિભાગ દ્વારા ટેકાના ભાવે વિવિધ પાકની ખરીદી સહિતના મુદ્દાઓ પણ ચર્ચા માટે લાવવામાં આવશે. PM મોદી સાણંદ, અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાત વડાપ્રધાન મોદી 28 ફેબ્રુઆરીએ ગુજરાત આવશે. તેઓ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર યુનિટમાં પ્રોડક્શન કામગીરીનું નિરીક્ષણ કરશે અને અમદાવાદ તથા ગાંધીનગરમાં ભાજપ સંગઠનની કામગીરીનું મૂલ્યાંકન કરશે. મુલાકાત ખાસ કરીને આગામી સ્થાનિક સ્વરાજ ચૂંટણીની તૈયારી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનનું ગુજરાત પ્રવાસ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન 19 ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરમાં ભાજપ સંગઠન…