ગુજરાતીઓને ધનતેરસે 7737 કરોડ રૂપિયાની ભેટ આપતા મુખ્યમંત્રી, દરેક રોડ બનશે ચકાચક

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધનતેરસના પર્વે ગુજરાતની જનતાને 7737 કરોડ રૂપિયાનું ભેટ સ્વરૂપે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના અનેક કામોની જાહેરાત કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં 124 નવા રોડ અને પુલનાં કામો માટે વિશાળ બજેટ ફાળવવામાં આવ્યું છે.

9 હાઈસ્પીડ કોરિડોર માટે 5576 કરોડ
ગુજરાતને વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક ટ્રાન્સપોર્ટ આપે તેવા 809 કિલોમીટર લંબાઈના 9 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણ માટે રૂ. 5576 કરોડ ફાળવવામાં આવ્યા છે.

રાજ્યના છેવાડા સુધી પહોંચશે પકકા રસ્તાઓ
મુખ્યમંત્રીએ માર્ગ મકાન વિભાગને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે રાજયના અંતિમ ગામડાઓ સુધી સારી કનેક્ટિવિટી આપતા મજબૂત અને ટકાઉ રસ્તાઓ બનાવવામાં આવે.

ક્યાં ક્યાં બનેશે નવા રોડ?
અહિં કેટલીક મુખ્ય રુટ્સ છે જ્યાં નવા રસ્તાઓ બનશે:
– બગોદરા – બોટાદ (92.23 કિ.મી.) – ₹67.43 કરોડ
– અમરેલી – મેંદરડા (67.30 કિ.મી.) – ₹158.6 કરોડ
– ઊંઝા – ભાભર (105.05 કિ.મી.) – ₹858.39 કરોડ
– દહેગામ – ઝાલોદ (167.54 કિ.મી.) – ₹1514.41 કરોડ
– અમદાવાદ – વિજયનગર (143.30 કિ.મી.) – ₹640.30 કરોડ
– દેવગઢ બારિયા – છોટા ઉદેપુર (64.05 કિ.મી.) – ₹1062.82 કરોડ

ક્લાઈમેટ રેઝિલિયન્ટ ટેક્નોલોજી સાથે નવા રસ્તાઓ
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે 271 કિ.મી.નાં 20 કામો માટે રૂ. 1147 કરોડ મંજૂર થયા છે, જેમાં રસ્તાઓ વેસ્ટ પ્લાસ્ટિક, ફ્લાય-એશ, જીઓ ગ્રીડ, ગ્રીન ટેકનોલોજી જેવી નવી ટેક્નિકથી બનાવાશે – જે વધુ મજબૂત અને ટકાઉ હશે.

સપાટી સુધારણા માટે 986 કરોડની મંજૂરી
રાજ્યના 803 કિ.મી.નાં રસ્તાઓની સપાટી સુધારવા માટે 986 કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી છે.

ટ્રાન્સપોર્ટ, વેપાર અને પ્રવાસને મળશે નવી દિશા
આ નવા હાઈસ્પીડ કોરિડોર અને માળખાગત સુધારાઓથી રાજ્યમાં ટ્રાફિક મેનેજમેન્ટ સુધરશે, લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે, તેમજ વેપાર અને પ્રવાસનને પણ મોટો ધક્કો મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Empowerment 2026 Through AI Epic Leap: ગુજરાતમાં AI ક્રાંતિ તરફ મોટું કદમ

ગુજરાતમાં AI Ecosystemને મજબૂતી: Automation Anywhere સાથે MoU, 10 વર્ષમાં ₹100 કરોડ સુધીનો સહયોગ Empowerment ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે Automation Anywhere સાથે MoU કર્યો. AI, Automation અને RPA ક્ષેત્રે યુવાઓ, વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, MSMEs અને સ્ટાર્ટઅપ્સને તાલીમ આપવા 10 વર્ષમાં ₹100 કરોડ સુધીનો સહયોગ મળશે. ગુજરાતમાં AI ક્ષેત્રે મોટું પગલું ગુજરાતને Artificial Intelligence એટલે કે AI, Automation અને Emerging Technologiesના ક્ષેત્રમાં અગ્રણી રાજ્ય બનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગે વૈશ્વિક ટેક્નોલોજી કંપની Automation Anywhere સાથે ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ MoU કર્યો છે. આ MoUનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં AI Ecosystemને વધુ મજબૂત બનાવવાનો અને રાજ્યના યુવાઓ તથા વિવિધ ક્ષેત્રના લોકોમાં નવી ટેક્નોલોજી અંગે જાગૃતિ અને કુશળતા વિકસાવવાનો…

Gujarat Education Department Launch Revolutionary Step: ધોરણ 6 થી 12 ની દીકરીઓ માટે મોટો નિર્ણય

Gujaratગુજરાત સરકારનો મોટો નિર્ણય: 10 લાખથી વધુ દીકરીઓને મફત સેનેટરી નેપકીન, ₹46.68 કરોડનું બજેટ Gujaratની સરકારી શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ દીકરીઓને દર મહિને મફત ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન આપવામાં આવશે. જાણો યોજનાની સંપૂર્ણ વિગતો. Gujarat સરકારનો દીકરીઓ માટે મોટો નિર્ણય Gujarat સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓ માટે મહત્વપૂર્ણ પહેલ કરી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6થી 12માં અભ્યાસ કરતી 10 લાખથી વધુ વિદ્યાર્થીનીઓને મફત સેનેટરી નેપકીન આપવામાં આવશે. આ યોજના માટે Gujarat સરકારે ₹46.68 કરોડથી વધુના બજેટની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા અને શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાના નેતૃત્વ હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં…