અમદાવાદ: અસલાલી પોલીસે ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, જાણો વિગત

અમદાવાદ ગ્રામ્ય: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને દારૂની હેરાફેરી કરવા તૈયાર થયેલા બુટલેગરોને અસલાલી પોલીસે ઝડપી પાડ્યા છે. એક કન્ટેનર ટ્રકમાં ચોખાના કટ્ટાની આડમાં છુપાવેલી વિદેશી દારૂની મોટી ખેપ ઝડપાઈ છે, જેની બજાર કિંમત આશરે ₹32.70 લાખ થાય છે.

દારૂની ખેપ ચોખાના કટ્ટાની નીચે છુપાવેલી
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નાકાબંધી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન RTO નંબર HR-55-AW-9486 ધરાવતો કન્ટેનર ટ્રક ઝડપાયો. ટ્રકમાં ચોખાના કટ્ટાઓની આડમાં 6300 બોટલ ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) ની ખેપ છુપાવવામાં આવી હતી.
– મોટી બોટલ (750 મી.લી.) અને નાની બોટલ (180 મી.લી.)
– કુલ કિંમત: ₹32,70,000
– ટ્રક સહિત મુદ્દામાલની કુલ કિંમત: ₹75,39,271.30

પોલીસે ઝડપી પાડેલા આરોપીઓ
અસલાલી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને અધિકારીઓએ તુરંત કાર્યવાહી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડી લીધા છે:
– સદ્દામ s/o અસગર ઈસરાઈલ
– વિશાલભાઈ s/o રાજુભાઈ રમણભાઈ
– નિલેશકુમાર s/o વિઠ્ઠલભાઈ સવજીભાઈ આ તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો પણ નોંધવામાં આવ્યો છે.

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી
આ સમગ્ર કામગીરી અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક, અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અ.પો.કોન્સ. સાદીકભાઈ ઉસ્માનભાઈ દ્વારા ચોક્કસ બાતમીના આધારે સંચાલિત કરવામાં આવી હતી.

દિવાળીના તહેવાર દરમ્યાન બુટલેગરો દારૂની હેરાફેરી માટે સક્રિય બનતા હોય છે ત્યારે, અસલાલી પોલીસની ઝડપ અને ચોકસાઈભરી કાર્યવાહી પ્રશંસનીય છે. આવા પ્રયાસો વડે નશાની હેરાફેરી સામે કડક સંદેશ આપવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Titanic : 1912 સદીઓ વીતી ગયા છતાં ઇતિહાસના દરિયામાં ક્યારેય ન ડૂબેલી એક અવિસ્મરણીય કથા! Deep Mystery

Titanic ક્યારે બન્યું, કોણે બનાવ્યું અને 1912માં આ વિશાળ જહાજ હિમશિલા સાથે અથડાયા બાદ કેવી રીતે ડૂબ્યું? જાણો Titanicની સંપૂર્ણ કહાની, દુર્ઘટના, લાઇફબોટ અને કાટમાળ મળવાની રસપ્રદ માહિતી. -> Titanic : એક એવું જહાજ જે ક્યારેય ભૂલાશે નહીં ટાઇટેનિક : દુનિયાનું સૌથી પ્રસિદ્ધ જહાજ : RMS ટાઇટેનિક દુનિયાના સૌથી પ્રસિદ્ધ પેસેન્જર જહાજોમાંનું એક હતું. પોતાના સમયનું આ વિશાળ અને વૈભવી જહાજ બ્રિટનના White Star Line દ્વારા બનાવવામાં આવ્યું હતું. ટાઇટેનિક પોતાની પહેલી જ સફરમાં ઇંગ્લેન્ડથી અમેરિકા જઈ રહ્યું હતું. પરંતુ 15 એપ્રિલ 1912ના રોજ ટાઇટેનિક ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં આ જહાજ એક વિશાળ હિમશિલા સાથે અથડાયું અને થોડા કલાકોમાં સમુદ્રમાં ડૂબી ગયું.   -> Titanic ક્યારે બનાવવામાં આવ્યું હતું? ટાઇટેનિક નું નિર્માણ ક્યારે થયું? : ટાઇટેનિક નું…

Atal Good Governance Award 2026: 7 મહત્વના વિભાગોના અધિકારીઓનું થશે સન્માન.. Prime Reward..

ગુજરાત સરકારનો ‘Atal સુશાસન પુરસ્કાર’ : શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓનું થશે સન્માન Atal ગાંધીનગર, 21 સપ્ટેમ્બર: ગુજરાતના વહીવટી તંત્રમાં શ્રેષ્ઠ કામગીરીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ‘Atal સુશાસન પુરસ્કાર’ યોજના અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ નાગરિકલક્ષી વહીવટ, ઉત્તમ કામગીરી અને સુશાસનના સિદ્ધાંતોને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપનારા અધિકારીઓને દર વર્ષે પુરસ્કાર અને પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવશે. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ આ યોજના ચાલુ નાણાકીય વર્ષ 2025-26થી અમલમાં મૂકવામાં આવી છે. આગામી વર્ષોમાં પણ આ યોજના ચાલુ રાખવામાં આવશે. અધિકારીઓની કામગીરીના મૂલ્યાંકન માટે દર વર્ષે 1 એપ્રિલથી 31 માર્ચ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અધિકારીઓ દ્વારા કરવામાં…