બાગેશ્વર ધામમાં બનશે ભારતનું પ્રથમ હિન્દુ ગામ, 1000 પરિવાર થશે સ્થાયી
મધ્યપ્રદેશના બાગેશ્વર ધામમાં ભારતનું પ્રથમ હિન્દુ ગામ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બુધવારે ધામના મુખ્ય પૂજારી પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરે આ ગામનો શિલાન્યાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, આ ગામ આગામી બે વર્ષમાં તૈયાર થઈ જશે. બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે આ ગામ બાગેશ્વર ધામ સંકુલની અંદર જ વિકસાવવામાં આવશે, જેમાં 1,000 પરિવારો સ્થાયી થશે અને તે સંપૂર્ણપણે હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાઓ અનુસાર હશે. બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લાંબા સમયથી હિન્દુ રાષ્ટ્રની કલ્પના પર કામ કરી રહ્યા છે. તેમણે પહેલા હિન્દુ રાષ્ટ્રધ્વજની ઘોષણા કરી અને હવે હિન્દુ ગામ સ્થાપવાનો સંકલ્પ કર્યો છે. આ ગામનો પાયો બાગેશ્વર ધામ સંકુલમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે નાખવામાં આવ્યો હતો. બાબા બાગેશ્વર માને છે કે હિન્દુ…
‘જો એમ હોય તો અમે તેમને મોક્ષ અપાવવા તૈયાર છે’ ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનો રોષ
પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડમાં માર્યા ગયેલા લોકો મર્યા નથી તેમને મોક્ષ મળ્યો છે તેવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદન પર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ ગુસ્સે થયા. શંકરાચાર્યએ ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે કહ્યું હતું કે જો તેઓ પણ મુક્તિ મેળવવા માટે તૈયાર છે તો અમે તેમને મુક્તિ આપવા માટે તૈયાર છીએ. હકીકતમાં, ધીરેન્દ્ર શાસ્ત્રીએ મહાકુંભમાં થયેલી ભાગદોડ વિશે કહ્યું હતું કે, “મહાકુંભમાં બનેલી આ ઘટના નિંદનીય છે, પરંતુ હું એક વાત કહેવા માંગુ છું કે, આ મહાપ્રયાગ છે. અહીં કોઈનું મૃત્યુ થયું નથી. હા, જો કોઈનું અકાળે મૃત્યુ થયું હોય તો તે દુઃખદ છે, પણ બધાએ એક દિવસ જવું જ પડે છે.” કેટલાક વહેલા ગયા છે, કેટલાક પછી જશે. અહીં જેઓ મૃત્યુ પામ્યા છે તેઓ ફક્ત મૃત્યુ પામ્યા નથી પરંતુ…








