૧૨મો આંતરાષ્ટ્રીય યોગ દિવસ: સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદીઓનો અભૂતપૂર્વ ઉત્સાહ

‘Yoga for Healthy Aging’ થીમ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભવ્ય આયોજન; મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રેરક ઉપસ્થિતિ

મુખ્ય આકર્ષણો:

  • રિવરફ્રન્ટ પર ભવ્ય ઉજવણી: શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં રિવરફ્રન્ટ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

  • જન્મિદની ભાગીદારી: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત યોગ દિવસ ઉજવણીમાં અમદાવાદીઓ ઉત્સાહભેર સામેલ થયા.

  • મંત્રીશ્રીનો સંદેશ: ભાગદોડવાળી જિંદગીમાં રોગોથી બચવા, માનસિક એકાગ્રતા કેળવવા અને શરીરને સુદ્રઢ રાખવા માટે નિયમિત યોગ અનિવાર્ય છે.

‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ની થીમ પર ઉજવણી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘Yoga for Healthy Aging’ – એટલે કે ‘સ્વસ્થ વૃદ્ધાવસ્થા માટે યોગ’ ની થીમ પર ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી.

શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, લોકસભા સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ તથા પદાધિકારીઓ, અમદાવાદના ધારાસભ્યશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં યોજાયેલા યોગ દિવસ કાર્યક્રમમાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ યોગ આસનો કર્યા હતા.

વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના ઉદબોધનનું લાઈવ પ્રસારણ

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં કોલકાતાથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માણસા ખાતેથી રાજ્યકક્ષાના કાર્યક્રમમાંથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ઉદબોધનનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.

યોગ એ ભારતની પ્રાચીન સંસ્કૃતિની અણમોલ ભેટ: મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલા

૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અંતર્ગત શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે:

“યોગ એ આપણી પ્રાચીન ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો અણમોલ હિસ્સો છે. આપણા ઋષિમુનિઓએ આ અદભુત વિદ્યા સમગ્ર દુનિયાને આપી છે, જેને વૈશ્વિક ફલક ઉપર લઈ જવાનું ભગીરથ કાર્ય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વર્ષ ૨૦૧૪માં તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UN) સમક્ષ વિશ્વના લોકોને યોગ અને આયુર્વેદ અપનાવવા અપીલ કરી હતી, જેના જ પરિણામે આજે સમગ્ર વિશ્વ ૨૧ જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવી રહ્યું છે. વડાપ્રધાનશ્રીના આહવાનને આજે દેશ અને દુનિયાના નાગરિકોએ સ્વીકારીને ચરિતાર્થ કર્યું છે.”

જીવનશૈલી સુધારવા યોગને દિનચર્યામાં વણી લેવો જરૂરી

મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, આજની ભાગદોડવાળી જિંદગીમાં જો આપણે આપણા શરીરનું ધ્યાન ન રાખીએ તો અનેક રોગોનો ભોગ બનવું પડે છે. બદલાતી જીવનશૈલીને કારણે નાના બાળકોથી લઈને મોટા વડીલોમાં હૃદયરોગ અને શ્વસનતંત્રની તકલીફો વધી રહી છે. વડાપ્રધાનશ્રીએ દેશવાસીઓને ખાણી-પીણીમાં સુધારો કરવા અને નિયમિત યોગ કરવા આહવાન કર્યું છે.

‘પહેલું સુખ તે જાતે નર્યા’ એ ન્યાયે જો આપણે આપણી જીવનશૈલી સુધારવી હશે, શારીરિક તંદુરસ્તી મેળવવી હશે અને માનસિક એકાગ્રતા વધારવી હશે તો યોગને દિનચર્યામાં વણી લેવો જ પડશે, એમ તેમણે ઉમેર્યું હતું.

અમદાવાદમાં ૧૨,૦૦૦થી વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા

વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી નેતૃત્વમાં આજે સમગ્ર વિશ્વમાં યોગ રોજિંદા જીવનનો ભાગ રહ્યો છે એમ જણાવીને શહેરી વિકાસ રાજ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં અમદાવાદ શહેરમાં પણ ઉત્સાહનો માહોલ છે.

પ્રહલાદનગર ગાર્ડન ખાતે આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ યોગ દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા છે, જ્યારે અમદાવાદમાં વિવિધ સ્થળોએ કુશળ યોગ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ ૧૨,૦૦૦થી વધુ નાગરિકો યોગાભ્યાસમાં જોડાયા છે. મંત્રીશ્રીએ અમદાવાદના નગરજનો સહિત સૌને યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવીને સૌને યોગને કાયમી જીવનશૈલીનો ભાગ બનાવવા અનુરોધ કર્યો હતો.

મહાનુભાવોની ઉપસ્થિતિ

સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર અને શ્રી રમ્ય ભટ્ટ સહિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

  • Related Posts

    Ranpurમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી: વિશાળ એકતા રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

    બોટાદ જિલ્લાના રાણપુરમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. Ranpur ગ્રામ પંચાયત દ્વારા રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડવાના હેતુથી વિશાળ એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ, હોમગાર્ડ તથા GRD જવાનો ઉપરાંત ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી આ રેલીને કારણે Ranpurમાં દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમનો માહોલ જોવા મળ્યો હતો. રેલી દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાણપુર પોલીસ સ્ટેશનથી ગ્રામ પંચાયત સુધી યોજાઈ એકતા રેલી Ranpur ગ્રામ પંચાયત દ્વારા આયોજિત વિશાળ એકતા રેલીની શરૂઆત Ranpur પોલીસ સ્ટેશન ખાતેથી કરવામાં આવી હતી.…

    social mediaમાં મોટી મોટી વાતો, પરિણામ શૂન્ય! ઋત્વિજ મકવાણાની વાયરલ પોસ્ટ બની ચર્ચાનો વિષય…..

    સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસના નેતા અને ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિજ મકવાણાની એક social media પોસ્ટ ચર્ચાનો વિષય બની છે. મકવાણાએ થોડા દિવસો અગાઉ સોશિયલ મીડિયા પર એવો મોટો રાજકીય દાવો કર્યો હતો કે ભાજપ અને આમ આદમી પાર્ટીના કુલ પાંચ આગેવાનો કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે. આ જાહેરાત બાદ સુરેન્દ્રનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ હતી. જોકે, હવે આ દાવાને ઘણા દિવસો વીતી ગયા હોવા છતાં હજુ સુધી એક પણ આગેવાન કોંગ્રેસમાં જોડાયો હોવાની સત્તાવાર જાહેરાત સામે આવી નથી. આ સ્થિતિને કારણે હવે ઋત્વિજ મકવાણાની તે વાયરલ પોસ્ટ સામે જ સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો પાંચ આગેવાનો ખરેખર કોંગ્રેસમાં જોડાવાના હતા તો તેમના પક્ષ પ્રવેશ અંગે…