AMC ઉત્તર ઝોન: મ્યુનિ. પોલ ચણી લેવાયા બાદ વોર્ડ ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને નાછૂટકે આપી શો-કોઝ નોટિસ!

– સાતેય ઝોનમાં ગેરકાયદે બાંધકામોની તપાસ થાય તો આખું એસ્ટેટ તંત્ર નોટિસને પાત્ર: ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન?

પંકજ મકવાણા – અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં એસ્ટેટ-TDO વિભાગ અને સ્થાનિક ભૂમાફિયાઓની મિલીભગતનો વધુ એક જીવતો-જાગતો પુરાવો સામે આવ્યો છે! સરદારનગર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામની આડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના આખેઆખા સ્ટ્રીટ લાઈટ પોલને પણ દિવાલમાં ચણી લેવાના અજીબોગરીબ બાંધકામનો પર્દાફાશ થયો છે. ચારેકોરથી ઘેરાયેલા વહીવટી તંત્રએ આખરે આ મામલે નાછૂટકે કુબેરનગર વોર્ડના ટીડીઓ ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને શો-કોઝ નોટિસ ફટકારીને સંતોષ માન્યો છે.

ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી: પોલ પર જ આરસીસી ધાબું ભરી દીધું!

ઉત્તર ઝોન એસ્ટેટ ખાતાના સત્તાવાર વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર, કુબેરનગર વોર્ડ હેઠળ આવતી સરદારનગર ટાઉનશીપમાં ગુલશન પાર્ટી પ્લોટની બાજુમાં, માયા સિનેમાની સામે આ ગેરરીતિ આચરવામાં આવી છે. ઢાલુમલ કલ્યાણી નામના આસામી દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામમાં તંત્રની આંખ સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઈટ પોલને ગળી જવામાં આવ્યો હતો. આ પોલને કવર કરી તેની ઉપર આરસીસી (RCC) ધાબું પણ ભરી દેવાયું હોવાના અહેવાલોથી ઉત્તર ઝોનના એસ્ટેટ ખાતામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં!

સૂત્રોએ બંધ બારણે સ્વીકાર્યું છે કે, કુબેરનગર, સરદારનગર અને નરોડા જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સ્થાનિક રાજકારણીઓ અને એસ્ટેટ-ટીડીઓ વિભાગના મેળાપીપણાથી જ આવા ગેરકાયદે બાંધકામો ધમધમી રહ્યા છે! સવાલ એ ઊભો થાય છે કે, શું ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર કે આસિસ્ટન્ટ એસ્ટેટ ઓફિસર આ ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિઓથી અજાણ હતા? જો તેઓ અજાણ હોય, તો એ સાબિત થાય છે કે તેઓ વોર્ડમાં રાઉન્ડ લેવાની તસ્દી લેતા નથી અને જનતાની ફરિયાદો કચરાપેટીમાં નાખી રહ્યા છે!

માત્ર એકને જ નોટિસ કેમ? આખા તંત્ર સામે સવાલ

અમદાવાદના તમામ સાતેય ઝોનમાં આવેલા 48 વોર્ડમાં રહેણાક અને કોમર્શિયલ પ્રકારના ગેરકાયદે બાંધકામો બેરોકટોક ચાલી રહ્યા છે. વાસ્તવિકતા તો એ છે કે જો નિષ્પક્ષ તપાસ થાય, તો એસ્ટેટ-ટીડીઓ ખાતાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓને શો-કોઝ નોટિસ આપવી પડે તેવી સ્થિતિ છે. પરંતુ કમનસીબી એ છે કે, મ્યુનિસિપલ કમિશનરથી માંડીને ડેપ્યુટી કમિશનર સુદ્ધાં આ ગંભીર ભ્રષ્ટાચાર સામે આંખ આડા કાન કરી રહ્યા છે, જે સમગ્ર વહીવટી તંત્રની દાનત સામે મોટા સવાલો ઊભા કરે છે.

 

 

 

  • Related Posts

    ગુજરાતીઓનો ડેટા ડાર્ક વેબ પર? બેંક-ઇન્શ્યોરન્સ વિગતો લીક થવાથી ખળભળાટ 2026 : Shocking Revelations

    ગુજરાતીઓની બેંક ડિટેલ અને ઇન્શ્યોરન્સ ડેટા લીક? ડાર્ક વેબ પર વેચાણના દાવા વચ્ચે સાયબર સુરક્ષાને લઈને ચિંતા વધી  ગુજરાતીઓની બેંક ડિટેલ અને ઇન્શ્યોરન્સ સંબંધિત ડેટા ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાના દાવા સામે આવ્યા છે. સાયબર નિષ્ણાતોએ સાવચેત રહેવાની સલાહ આપી છે. જાણો સમગ્ર મામલો અને કેવી રીતે રાખશો તમારી માહિતી સુરક્ષિત. ડિજિટલ યુગમાં વ્યક્તિગત માહિતીની સુરક્ષા સૌથી મોટો પડકાર બની ગઈ છે. તાજેતરમાં એવા દાવાઓ સામે આવ્યા છે કે ગુજરાતના કેટલાક નાગરિકોની બેંકિંગ અને ઇન્શ્યોરન્સ સંબંધિત માહિતી ડાર્ક વેબ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. આ દાવાઓને કારણે સાયબર સુરક્ષા અંગે લોકોમાં ચિંતા વધી છે. જોકે, આ દાવાઓની સત્તાવાર રીતે પુષ્ટિ થઈ છે કે નહીં તે સંબંધિત તપાસ એજન્સીઓ અથવા સંસ્થાઓ દ્વારા સ્પષ્ટ થવાનું બાકી…

    અગ્નિ-4 Missileનું સફળ પરીક્ષણ, 4000 કિમી સુધી લક્ષ્ય ભેદવાની ક્ષમતા સાથે ભારતની રણનીતિક તાકાતમાં વધારો

    ભારતે પોતાની રણનીતિક અને સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવતા મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઈલ અગ્નિ-4 (Agni-4)નું સફળ પરીક્ષણ કર્યું છે. 6 ઓગસ્ટ 2026ના રોજ ઓડિશાના ચાંદીપુર સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટિંગ રેન્જ (ITR) પરથી આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને વધુ મજબૂત બનાવનારું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. રક્ષા અધિકારીઓ અનુસાર, પરીક્ષણ દરમિયાન મિસાઈલના તમામ ટેક્નિકલ અને ઓપરેશનલ માપદંડોની સફળતાપૂર્વક ચકાસણી કરવામાં આવી હતી. સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડની દેખરેખ હેઠળ થયું પરીક્ષણ અગ્નિ-4નું આ પરીક્ષણ **સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ (SFC)**ની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું હતું. પરીક્ષણ દરમિયાન રક્ષા વૈજ્ઞાનિકો અને સૈન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. અધિકારીઓએ આ પરીક્ષણને સંપૂર્ણ સફળ ગણાવ્યું છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલે નિર્ધારિત માર્ગ પર ચોકસાઈપૂર્વક ઉડાન ભરી હતી અને તેના…