કેનેડામાં ભારતીય યુવક પર જીવલેણ હુમલો: હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ
કેનેડાના ટોરોન્ટો શહેરમાં ભારતીય મૂળના 37 વર્ષીય યુવક ચંદા કુમાર પર દિવસ દરમિયાન ગોળીબાર થઈ ઘટના સામે આવી છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમના મોતની જાણ થઈ છે. ઘટના સ્થળ પ્રાથમિક માહિતી મુજબ, આ હુમલો વુડબાઇન શોપિંગ સેન્ટર પાસે આવેલા ખુલ્લા પાર્કિંગ લોટમાં થયો હતો. હુમલાખોરોએ અચાનક ચંદા કુમારના વાહન પર ગોળીબાર કર્યો, જેના કારણે ચંદા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી. પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેઓ જીવંત બચી શક્યા નહોતા. હુમલાખોરોની શોધખોળ સ્થાનિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે અને આસપાસના CCTV ફૂટેજના આધારે હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે. પોલીસ હુમલાની પાછળના…
ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક નજરે જોનાર સાક્ષીની જુબાની, તથ્ય પટેલની મુશ્કેલી વધી શકે
અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ચાલી રહેલા ટ્રાયલ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ સાક્ષીની જુબાની નોંધાઈ છે. નજરે જોનાર સાક્ષીએ કોર્ટમાં ઘટનાની વિગત આપતા કેસમાં નવા વળાંકની શક્યતા ઊભી થઈ છે. અકસ્માત સમયે બ્રિજ પર હાજર હતો સાક્ષી મકરબા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું કે 19 જુલાઈ 2023ના રોજ તે પોતાના બે મિત્રો સાથે એક્ટિવા પર વૈષ્ણોદેવી સર્કલ પાસે નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરીને પરત ફરતી વખતે ઇસ્કોન બ્રિજ પર મોટી ભીડ જોઈ તેઓ ત્યાં રોકાયા હતા. સાક્ષીના જણાવ્યા મુજબ બ્રિજ પર અગાઉ ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાને જોવા માટે લોકો એકઠા થયા હતા. તે સમયે રાત્રિના અંદાજે 1 વાગ્યા હતા.…
હિંમતનગર હાઇવે પર ડમ્પરે મચાવ્યો કહેર, કરણપુર પાટીયા પાસે અકસ્માતમાં ગાડીઓનો કચ્ચરઘાણ
હિંમતનગરના કરણપુર પાટીયા નજીક આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે રોડ ક્રોસ કરીને હાઇવેની સાઈડમાં પાર્ક કરેલી ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં આઠથી વધુ લક્ઝરી ગાડીઓને ભારે નુકસાન થયું છે. પ્રાપ્ત માહિતી મુજબ, નજીકમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, જેના કારણે મહેમાનોએ પોતાની ગાડીઓ હાઇવેના પટ્ટામાં પાર્ક કરી હતી. સદનસીબે અકસ્માત સમયે કોઈ વ્યક્તિ ગાડીમાં હાજર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે આ ઘટનામાં બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે હિંમતનગર–ગાંભોઈ હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને લાંબી વાહન કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં જ ગાંભોઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવીને ટ્રાફિક હળવો કર્યો…
જમ્મુ-કાશ્મીર: સાંબામાં BSFની મોટી સફળતા: પાકિસ્તાન ઘુસણખોરને ઝડપી પાડ્યો
જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં **ભારતીય સરહદ સુરક્ષા દળ (BSF)**એ રામગઢ સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરવાનો પ્રયાસ કરતી વખતે એક પાકિસ્તાની ઘુસણખોરને ઝડપી પાડ્યો છે. આરોપીની અટકાયત કરી સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તાત્કાલિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ BSFે રામગઢ સેક્ટરમાં બલ્લાર સરહદ ચોકી પાસે ઘુસણખોરની સક્રિયતા જોતી હતી અને તેને કાબૂમાં લીધું. હાલ, ઘુસણખોરના સરહદ ક્રોસિંગનું હેતુ નક્કી કરવામાં આવી રહ્યું છે. યાદ રહે કે, અગાઉ 26 જાન્યુઆરીના રોજ પણ સાંબા જિલ્લામાં એક પાકિસ્તાની ઘુસણખોર BSF દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો, જેને મોહમ્મદ આરિફ (ઉંમર 61, લાહોર નિવાસી) તરીકે ઓળખવામાં આવ્યું હતું. આ કાર્યવાહી BSFના સઘન સરહદ સુરક્ષા આયોજન અને કડક દેખરેખનું પ્રતીક છે, જે ભારત-પાકિસ્તાન સરહદ…
ઈરાનનો ટ્રેમ્પ સામે વિચિત્ર આરોપ: બે લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાની ઓફર ફગાવી
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં એક નવા અને ગંભીર વળાંક આવ્યો છે. ઈરાનના રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના ઉપાધ્યક્ષ મહમૂદ નબાવિયનએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઓમાનમાં મંત્રણા શરૂ થાય તે પહેલાં એક અજિબ પ્રસ્તાવ મોકલ્યો હતો. પ્રસ્તાવમાં, અમેરિકાએ ઈરાનના બે લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાની ઓફર મૂકી અને બદલે ઈરાનની પ્રતિસાદ માટે ‘યોગ્ય જવાબ’ મર્યાદિત રાખવાનો પ્રયાસ કર્યો હતો. નબાવિયાને અનુસાર, આ પ્રકારની ‘ફિક્સ્ડ’ યુદ્ધની યોજના પાછળ હેતુ વિશ્વ સમક્ષ અમેરિકાની શક્તિ દર્શાવવાનો હતો. તેમ છતાં, ઈરાને આ ઓફર તત્કાળ નકારી દીધી છે. નબાવિયાનીએ વધુમાં જણાવ્યું કે, અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો સામે જે ગુપ્ત કારવાઈ કરી હતી, તે જ રીત ઈરાન સામે ઘડવામાં આવી હતી. પરંતુ ઈરાનની સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે અપહરણ પ્રયાસ…
ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026: રૂબલ નાગી–ભારતની ગૌરવમય જીત
ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીતનાર રૂબલ નાગી બની ગ્લોબલ સેન્સેશન આ દિવસોમાં ભારતની મહિલા શિક્ષિકા રૂબલ નાગી સતત ચર્ચામાં છે. પોતાના અનોખા શિક્ષણ કાર્ય અને સમર્પણના બળ પર તેમણે દુનિયાભરના શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઇઝ 2026 જીત્યો છે અને ભારતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું છે. દુબઈમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય સમ્મેલનમાં રૂબલ નાગીને 10 લાખ ડોલર (લગભગ 9 કરોડ રૂપિયા) ની પ્રાઇઝ મની સાથે આ પ્રતિષ્ઠિત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વંચિત અને ગરીબ બાળકોને અલગ અને સર્જનાત્મક રીતે શિક્ષણ આપીને તેઓ ગ્લોબલ સેન્સેશન બની ગયા છે. પોતાની પ્રેરણાદાયક સફર વિશે રૂબલ નાગીએ કહ્યું કે, “મારી આ યાત્રાની શરૂઆત આજથી 27 વર્ષ પહેલા થઈ હતી, જ્યારે એક આર્ટ વર્કશોપ દરમિયાન મારી મુલાકાત એવા બાળક સાથે…
પીએમ મોદીબે દિવસના મલેશિયા દૌરાએ,દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય મલેશિયા પ્રવાસે છે. પ્રવાસના પ્રથમ દિવસે તેમણે ભારતીય સમુદાયને સંબોધિત કરતાં ‘IMPACT’ વિઝન રજૂ કર્યું અને UPI લોન્ચ કરવાની જાહેરાત કરી. પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ મલેશિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાર્તા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય સત્તાવાર પ્રવાસે મલેશિયા પહોંચ્યા છે. ઓગસ્ટ 2024 માં ભારત–મલેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો મળ્યા બાદ આ તેમનો પ્રથમ પ્રવાસ છે, જેને દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવાના પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યો છે. કુઆલાલંપુર પહોંચતાં જ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમે એરપોર્ટ પર જાતે તેમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રી મોદીએ અહીં ભારતીય નાગરિકો સાથે પણ મુલાકાત કરી. “કોઈ બેવડા માપદંડ નહીં, કોઈ સમાધાન નહીં”-પો મોદી મલેશિયાના પ્રધાનમંત્રી ઇબ્રાહિમ સાથેની પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે પ્રાદેશિક…
રશિયામાં લોહિયાળ ખેલ: મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલમાં કિશોરનો છરીથી હુમલો, એક ભારતીય સહિત 8 ઘાયલ
રશિયાના બાશ્કોર્ટોસ્તાન રિપબ્લિકમાં આવેલી ઉફા સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના હોસ્ટેલમાં શનિવારે સાંજે ભયાનક ઘટના સામે આવી છે. હોસ્ટેલના સ્પોર્ટ્સ હોલમાં ઘૂસી આવેલા 15 વર્ષીય કિશોરે અચાનક વિદેશી વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ભારતીય વિદ્યાર્થી સહિત કુલ 6 વિદેશી વિદ્યાર્થીઓ અને 2 રશિયન પોલીસ અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, હુમલાખોર કિશોર છાત્રાલયમાં ઘૂસીને સ્પોર્ટ્સ હોલમાં હાજર વિદ્યાર્થીઓ પર આડેધડ છરીના ઘા મારવા લાગ્યો હતો. ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. હુમલાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ધરપકડનો પ્રતિકાર કરતા હુમલાખોરે બે પોલીસ અધિકારીઓને પણ છરી મારી હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હુમલા બાદ આરોપીએ પોતાને પણ ગંભીર ઇજા પહોંચાડી હતી. રશિયન મીડિયા ચેનલ ‘રેન ટીવી’…
ઠંડી વિદાય લઈ રહી છતાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણની આગાહી, તાપમાનમાં પણ આવશે ફેરફાર
ઠંડી ધીમે-ધીમે વિદાય લઈ રહી છે, પરંતુ તે વચ્ચે ગુજરાતના હવામાનમાં ફરી એકવાર બદલાવ જોવા મળી શકે છે. રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાનમાં મોટો પલટો આવવાની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતા વધી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 8 ફેબ્રુઆરીથી પશ્ચિમ વિક્ષેપોની અસર શરૂ થશે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 10 ફેબ્રુઆરીથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ હવામાન નિષ્ણાતના અનુમાન મુજબ 10 ફેબ્રુઆરીથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં 8થી 11 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે. આ સ્થિતિ ખેતી પર અસર કરી શકે હોવાથી ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. તાપમાન રહેશે…
ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે કે નહીં? પીયૂષ ગોયલે સીધો જવાબ ટાળ્યો, કહ્યું – નિર્ણય જરૂરિયાત પ્રમાણે લેવાશે
ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે કે ચાલુ રાખશે – આ મુદ્દે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેમણે જણાવ્યું કે આ વિષય પર વિદેશ મંત્રાલય દ્વારા ધ્યાન આપવામાં આવશે અને ભારત પોતાના રાષ્ટ્રીય હિત અને નાગરિકોની જરૂરિયાતોને આધારે નિર્ણય લેશે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે અમેરિકા સાથે વેપાર કરાર થયા બાદ ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી દેશે. જોકે, ભારત સરકાર તરફથી આ દાવા પર હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત બજારની પરિસ્થિતિ અને શ્રેષ્ઠ સોદા આધારે બિન-પ્રતિબંધિત સંસ્થાઓ પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે. તેલની કિંમતો પણ બજારની માંગ અને પુરવઠા પર આધારિત રહેશે. આ દરમિયાન…
















