બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલો: 5 ઘરોમાં આગ લગાવી દરવાજા બંધ કર્યા, જાણો વિગત

બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર તણાવ વધ્યો છે. શનિવાર, 27 ડિસેમ્બરના દિવસે પિરોજપુર જિલ્લાના દમ્રિતાલા ગામમાં હિંદુઓના 5 ઘરોના દરવાજા બહારથી બંધ કરીને આગ લગાવવામાં આવી હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે ઘરના દરવાજા બંધ હોવાને કારણે આશરે 8 લોકોએ વાડ કાપીને બહાર નીકળ્યા. ઘરના અંદર રહેલું તમામ સામાન તેમજ પ્રાણીઓ બળીને ખાખ થઈ ગયા.

પોલીસ અને તપાસ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આગ લાગવાની સાચી કારણો શોધી શકાયું નથી, પરંતુ સ્થાનિક પોલીસે 5 શંકાસ્પદની ધરપકડ કરી છે. કેટલાક મીડિયારિપોર્ટ મુજબ, એક વ્યક્તિએ રૂમમાં કપડા ભરીને આગ લગાવી હતી. આગ પર સ્થાનિક લોકો દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવીને કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આગ એટલી તીવ્ર હતી કે તેને લાંબા સમય સુધી કાબુમાં લાવી શકાઈ નહોતું. ઘટના સ્થળે બનતી ઘટનાઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાયને જોખમ
આ ઘટના બાદ હિન્દુ સમુદાયમાં ભયનું માહોલ છે. હRCBMના જણાવ્યા અનુસાર, રંગપુર, ચાંદપુર, ચટગાંવ, દિનાજપુર, ખુલના, કુમિલ્લા, ગાઝીપુર, ટાંગાઈલ અને સિલહટ જેવા 30થી વધુ જિલ્લાઓમાં હિન્દુઓ પર આવા હુમલાની ઘટનાઓ નોંધાઈ છે.

અગાઉની હિંસાની ઘટના
18 ડિસેમ્બરે મયમનસિંહ જિલ્લાના બાલુકા વિસ્તારમાં, 25 વર્ષીય ફેક્ટરી શ્રમિક દીપુ ચંદ્ર દાસની હત્યા કરવામાં આવી હતી. ભીડે તેને માર્યા પછી ઝાડ સાથે બાંધીને બળાવવામાં આવ્યો હતો. આ ઘટનાના ફોટા અને વીડિયો વાયરલ થતા ભારતમાં ભારે આક્રોશ થયો હતો.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

VGRC દક્ષિણ ગુજરાત 2026: સુરતમાં રશિયા-યુક્રેનના રાજદ્વારીઓએ લીધો શાંતિનો અનુભવ, ધ્યાન સત્ર બન્યું આકર્ષણનું કેન્દ્ર

સુરત, ૩ મે: સુરતના હજીરા રોડ પર આવેલી ઓરો યુનિવર્સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) માત્ર ઉદ્યોગ અને વેપાર પૂરતી સીમિત ન રહેતા, આધ્યાત્મિક શાંતિનું પણ કેન્દ્ર બની છે. આ કોન્ફરન્સમાં મુલાકાતીઓ માટે ખાસ આયોજિત મફત ધ્યાન સત્રો (Meditation Sessions) માં અત્યાર સુધીમાં ૨૦૦થી વધુ દેશી-વિદેશી મહેમાનોએ હાજરી આપી છે.

“રામોલમાં જમીન વિવાદ: બિલ્ડર પર હુમલો થતા ચકચાર”

અમદાવાદઃ રામોલમાં એક શખ્સ પર હુમલાની ઘટના.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા શખ્સ પર હુમલો.CTM વિસ્તારમાં બન્યો બનાવ
ભાગીદારના પુત્રએ હથોડા વડે કર્યો હુમલો.રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.પોલીસે હાથ ધરી વધુ તપાસ