કતારના રાસ લફાન LNG પ્લાન્ટમાં બ્લાસ્ટ: 13નાં મોત, અનેક ભારતીયો અસરગ્રસ્ત

કતરના સૌથી મોટા LNG (લિક્વિફાઇડ નેચરલ ગેસ) ઉત્પાદન કેન્દ્રોમાંથી એક એવા રાસ લફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થયેલા ભીષણ વિસ્ફોટે ભારે જાનહાનિ સર્જી છે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં ભારતીય નાગરિકો સહિત 13 લોકોના મોત થયા છે, જ્યારે 66 લોકો ઘાયલ થયા છે. ઘટનાને પગલે ભારતીય દૂતાવાસે પણ ચિંતા વ્યક્ત કરી છે.

બર્ઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં થયો અકસ્માત
કતરના અધિકારીઓના જણાવ્યા અનુસાર રાસ લફાન એલએનજી કોમ્પ્લેક્સ હેઠળ આવેલી બર્ઝાન લોકલ ગેસ સપ્લાય ફેસિલિટીમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કતારના ઉર્જા મંત્રાલયે ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે અકસ્માતમાં 13 લોકોના મોત થયા છે અને અનેક લોકો સારવાર હેઠળ છે.

ભારતીય દૂતાવાસે વ્યક્ત કરી ચિંતા
દોહા સ્થિત ભારતીય દૂતાવાસે દુર્ઘટનાને લઈને ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. દૂતાવાસના જણાવ્યા અનુસાર ઘણા લોકો ઘાયલ થયા છે અને કેટલાક લોકો ગુમ હોવાની માહિતી પણ મળી રહી છે. ઘાયલ ભારતીય નાગરિકોને જરૂરી સહાય પૂરી પાડવા માટે દૂતાવાસ સ્થાનિક તંત્ર સાથે સતત સંપર્કમાં છે.

ઉત્પાદન ફરી શરૂ કરવાની પ્રક્રિયા દરમિયાન ઘટના
અહેવાલો મુજબ ઈરાની મિસાઈલ હુમલાના પ્રભાવ બાદ અસરગ્રસ્ત ગેસ ફેસિલિટીમાં કામગીરી ફરી શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. આ દરમિયાન કામકાજ દરમિયાન અચાનક વિસ્ફોટ થતાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

વૈશ્વિક ઉર્જા બજાર પર પડી શકે અસર
ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ મજબૂત બન્યા બાદ કતારે ગેસ ઉત્પાદન અને નિકાસમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે વૈશ્વિક ઉર્જા બજાર પર અસર જોવા મળી હતી. ત્યારબાદ સ્થિતિ સામાન્ય બનતા એલએનજી નિકાસ ફરી શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

વિશ્વના સૌથી મોટા ગેસ ઉત્પાદકોમાં કતાર
સરકારી માલિકીની QatarEnergyના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે બર્ઝાન ગેસ સપ્લાય ફેસિલિટીમાં કામ દરમિયાન વિસ્ફોટ થયો હતો, જેના કારણે આગ લાગી હતી. કતાર વિશ્વના સૌથી મોટા કુદરતી ગેસ ઉત્પાદકોમાંનો એક દેશ છે અને રાસ લફાન વિશ્વના મહત્વપૂર્ણ એલએનજી હબ પૈકીનું એક ગણાય છે.

 

 

 

  • Related Posts

    ઢાઢર નદીના બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થવાના આક્ષેપ, ₹500ની કથિત લેવડદેવડનો video સામે આવતા ખળભળાટ

    ગુજરાતમાં બ્રિજ અને જાહેર માર્ગોની સલામતીને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ઢાઢર નદીના એક બ્રિજ પરથી ઓવરલોડ વાહનો પસાર થઈ રહ્યા હોવાના આક્ષેપો સાથેનો video સોશિયલ મીડિયા પર સામે આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોને લઈને ₹500ની કથિત લેવડદેવડના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે. આ video સામે આવ્યા બાદ સ્થાનિક સ્તરે ભારે ચર્ચા અને ખળભળાટ મચ્યો છે. જોકે, સામે આવેલા આક્ષેપો અને videoમાં દર્શાવવામાં આવેલી બાબતોની સત્તાવાર તપાસ અથવા સ્વતંત્ર પુષ્ટિ અંગે હાલ સ્પષ્ટ માહિતી ઉપલબ્ધ નથી. તેથી સમગ્ર મામલે તપાસ બાદ જ હકીકત સામે આવશે કે ઓવરલોડ વાહનોને નિયમવિરુદ્ધ રીતે પસાર થવા દેવામાં આવ્યા હતા કે નહીં અને ₹500ની કથિત લેવડદેવડ ખરેખર થઈ હતી કે કેમ. ઢાઢર…

    Dholka : ખેડૂતો મેદાને: ધોળકામાં પ્રદૂષિત પાણીના વિરોધમાં વિશાળ રેલી, ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આપ્યું સમર્થન 2026

    Dholkaમાં પ્રદૂષિત પાણી સામે ખેડૂતોની મહારેલી: 5 ગામના ખેડૂતોનો વિરોધ, જિગ્નેશ મેવાણીનું સમર્થન; ફેક્ટરીઓ સામે કડક કાર્યવાહીની માગ અમદાવાદ જિલ્લાના Dholka તાલુકામાં દૂષિત અને કેમિકલયુક્ત પાણીના મુદ્દે ખેડૂતો અને સ્થાનિકોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. 24 સપ્ટેમ્બરે પાંચ ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ મોટી રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે વર્ષોથી નગરપાલિકાનું ગંદુ પાણી અને આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી નીકળતું કેમિકલયુક્ત પાણી વિસ્તારની ખેતીની જમીન અને ભૂગર્ભજળને અસર કરી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, દૂષિત પાણીની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે અને તેના કારણે ખેતી પર ગંભીર અસર પડી રહી છે. ખેડૂતો દ્વારા સરકાર અને તંત્ર સમક્ષ પ્રદૂષિત પાણીનો કાયમી નિકાલ, અસરગ્રસ્ત જમીનનું…