ટ્રમ્પની કડક ચેતવણી: હમાસ સત્તા છોડવા ઈનકાર કર્યો તો તબાહી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ગાઝામાં સત્તા છોડવાની અને તેમના 20-મુદ્દાની શાંતિ યોજનાને સ્વીકારવાની કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હમાસ આ યોજના સ્વીકારવા ઇનકાર કરે, તો તેમને અજ્ઞાત ‘નર્ક’ જેવી તબાહીનો સામનો કરવો પડશે. ટ્રમ્પે રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં આ યોજના પર હમાસની જવાબદારી માંગતા જણાવ્યું હતું. શાંતિ યોજનાના મુખ્ય મુદ્દાઓ: – બંદીઓની મુક્તિ: હમાસે 48 બંદીઓને મુક્ત કરવાની સંમતિ આપી છે, જેમાંથી 20 જીવિત માનવામાં આવે છે. વિનિમયમાં ઈઝરાયલ 1,170 ફિલિસ્તીની બંદીઓને મુક્ત કરશે. – અસ્થાયી વહીવટી માળખું: ટ્રમ્પે ગાઝામાં શાંતિ બોર્ડની રચના કરવાની યોજના રજૂ કરી છે, જેનું અધ્યક્ષપદ તેઓ પોતે સંભાળશે. આ બોર્ડમાં પૂર્વ બ્રિટિશ વડાપ્રધાન ટોની બ્લેર જેવા આંતરરાષ્ટ્રીય નેતાઓનો સમાવેશ થશે. – હથિયારોનું વિસર્જન: હમાસના સભ્યોને…

વૈષ્ણોદેવી દર્શન માટે જનાર ભક્તો માટે મહત્વપૂર્ણ સમાચાર, યાત્રા 7 ઑક્ટોબર સુધી સ્થગિત

જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનના કારણે માતા વૈષ્ણોદેવીની યાત્રા તાત્કાલિક અસરથી 7 ઑક્ટોબર 2025 સુધી માટે સ્થગિત કરવામાં આવી છે. શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભક્તોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. ભારતીય હવામાન વિભાગ (IMD) એ પ્રદેશ માટે ભારે વરસાદની આગાહી સાથે ચેતવણી જારી કરી છે. યાત્રા રૂટ પર ભેજ અને ભૂસ્ખલનના જોખમોને ધ્યાનમાં રાખીને યાત્રાને મુલતવી રાખવામાં આવી છે. શ્રદ્ધાળુઓ માટે અગત્યની માહિતી: – યાત્રા 5 ઓક્ટોબરથી 7 ઑક્ટોબર સુધી બંધ રહેશે. – ભારે વરસાદ અને ભૂસ્ખલનના જોખમોને ધ્યાનમાં લઈને ટ્રેક પર તમામ પ્રવેશ નિયંત્રિત કરવામાં આવ્યો છે. – શ્રાઈન બોર્ડએ ભક્તોને ભલામણ કરી છે કે તેઓ નવી તારીખો અંગે પુષ્ટિ કર્યા વગર યાત્રા પર ન જાય. –…

વુમન્સ વર્લ્ડ કપ 2025: ભારતે પાકિસ્તાનને 88 રને હરાવ્યું, શાનદાર જીત સાથે આગળ વધાર્યું ભારત

ICC મહિલા વર્લ્ડ કપ 2025 અંતર્ગત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતની મહિલા ટીમે 88 રનની વિજય સાથે વધુ એક ઐતિહાસિક જીત નોંધાવી છે. ભારતે પહેલા બેટિંગ કરીને 247 રન બનાવ્યા હતા અને જવાબમાં પાકિસ્તાનની ટીમ 159 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતનું દમદાર પ્રદર્શન ભારતની બેટિંગ ભલે થોડી મધ્યમ રહી હોય, છતાં ટીમ એકતા અને બોલિંગ આક્રમણ દ્વારા જીત મેળવી. સૌથી વધુ રન હરલીન દેઓલ (46) તરફથી આવ્યા. રિચા ઘોષ 35 રન સાથે અંત સુધી અણનમ રહી. સ્મૃતિ મંધાના (23), દીપ્તિ શર્મા (25), તેમજ જેમિમા રોડ્રિગ્સ (32) એ પણ મજબૂત યોગદાન આપ્યું. બોલિંગમાં ભારતે મક્કમ પ્રદર્શન કર્યું: – ક્રાંતિ ગૌર અને દીપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી – સ્નેહ રાણાને 2 વિકેટ મળ્યાં…

પાકિસ્તાની રક્ષામંત્રીએ ફરી ભારત વિરુદ્ધ આપ્યું નિવેદન, કહ્યું- “એક રૂમ પર કબજો કર્યો છે, પાછો લેવો પડશે”

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ દ્વારા ભારત વિરુદ્ધ ફરીવાર ઉશ્કેરણીજનક નિવેદન આપવામાં આવ્યું છે, જેમાં તેમણે ભારતને ચેતવણી આપી કે “આ વખતે ભારત તેના જ વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” તેમનું આ નિવેદન પાકિસ્તાન અને ભારત વચ્ચે ફરી તણાવ વધારવાનું કામ કરી શકે છે. વિવાદાસ્પદ નિવેદન શું હતું? પાકિસ્તાની રક્ષામંત્રી ખ્વાજા આસિફે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું,”પાકિસ્તાન અલ્લાહના નામે બનેલું રાષ્ટ્ર છે. આપણા રક્ષકો અલ્લાહના સૈનિકો છે. આ વખતે, ઇન્શાઅલ્લાહ, ભારત તેના વિમાનોના કાટમાળ નીચે દટાઈ જશે.” આ નિવેદન સાથે તેમણે ભારતના રાજકીય અને લશ્કરી નેતાઓના તાજેતરના નિવેદનોને “ખોવાયેલો વિશ્વાસ મેળવવાનો નિષ્ફળ પ્રયાસ” ગણાવ્યા અને ભારત સરકાર પર આંતરિક અસંતોષથી ધ્યાન ભટકાવવા તણાવ ઊભો કરવાનો આરોપ મૂક્યો. ભારતીય પ્રતિસાદ: “ઓપરેશન સિંદૂર 1.0” નો ઉલ્લેખ પાકિસ્તાની આ નિવેદન…

“શક્તિ” વાવાઝોડું: ગુજરાત માટે ચેતવણી, ભારે વરસાદની આગાહી

અરબ સાગરમાં સક્રિય બનેલા વાવાઝોડું ‘શક્તિ’ને લઇને હવામાન વિભાગે તાકીદની આગાહી કરી છે. તોફાન ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું નથી, છતાં રાજ્યના હવામાન પર તેનું ગંભીર અને વ્યાપક અસરો જોવા મળી રહી છે. આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદ અને પછી ભારે વરસાદ પડવાની તીવ્ર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી રાજ્યમાં આજથી આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. તે પછી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર LCS-3 (Low Cautionary Signal) ઉત્તર ગુજરાત માટે અને DW2 (Distant Warning Signal-2) દક્ષિણ ગુજરાતના દરિયા માટે જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં અનેક જગ્યાએ વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો છે. દરિયામાં ભારે કરંટ…

મોહન ભાગવતનું નિવેદન: “ઘરના એક રૂમ પર કબજો કરી લીધો છે, તેને પાછો લેવો પડશે”

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સર સંઘચાલક મોહન ભાગવતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અંગે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે PoKને ભારતના ઘરના એક “રૂમ” તરીકે સંબોધતા જણાવ્યું કે કોઈએ તે રૂમ પર કબજો કર્યો છે અને હવે તેને પાછો લેવાનો સમય આવી ગયો છે. ભીડમાં તાળીઓની ગૂંજ વચ્ચે ભાગવતના આ નિવેદનને વિશાળ સમર્થન મળ્યું હતું.”અખંડ ભારતના ભાવે – કબજાયેલો રૂમ પાછો લઈશું” મોહન ભાગવત મધ્યપ્રદેશના સતનામાં આયોજિત કાર્યક્રમ દરમિયાન સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું,”આખું ભારત એક ઘર છે. અમારા ઘરના એક રૂમમાં કોઈએ કબજો કર્યો છે. મારું ટેબલ, ખુરશી અને કપડાં ત્યાં છે. હવે સમય આવશે જ્યારે આપણે તે રૂમ પાછો લઈ લેવો પડશે.” તેઓએ આ નિવેદન સાથે એ પણ ઉમેર્યું કે વિભાજન વખતે…

ગુજરાત પર તોળાતું શક્તિ’ વાવાઝોડાનું સંકટ, તંત્ર આવ્યું એક્શન મોડમાં

અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાને લઈ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓની ચિંતામાં વધારો થયો છે. હાલ આ વાવાઝોડું દ્વારકાથી 460 કિલોમીટર દૂર અરબી સમુદ્રમાં છે. બીજી તરફ આ વાવાઝોડું 12 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી છે પરંતુ 6 ઓક્ટોબર આસપાસ તેનો દિશા પરિવર્તન થવાની શક્યતા છે. વાવાઝોડાને લઈ જેના કારણે તે ગુજરાતના દરિયાકાંઠાને સીધી અસર કરી શકે છે. જૂનાગઢ, દ્વારકા, દિવ, પોરબંદર અને ગિરસોમનાથમાં ‘શક્તિ’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. આ દરમિયાન જોખમને ધ્યાનમાં રાખીને બંદરો પર 3 નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારી કરતાં દરિયાખેડુઑને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. બીજી તરફ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. વરસાદની…

જુનાગઢ રોપ-વેમાં જવાનો પ્લાન કરતાં હોય તો ખાસ વાંચજો.. આટલા દિવસ રહેશે બંધ

તહેવારોની સિઝન આવી રહી છે. આ દરમિયાન હવે વેકેશન લોકો ફરવા નીકળી પડે છે. ત્યારે તહેવાર શરૂ થાય તે પહેલા જ ગિરનાર રોપ વેની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવશે. જેને લઈને 3 દિવસ રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જુનાગઢમાં આવેલ ગિરનાર પરના રોપવેનું મેન્ટેનન્સ કરવાનું હોવાથી આગામી 7,8 અને 9 ઓક્ટોબરના રોજ રોપવે સેવા બંધ રાખવામાં આવશે. આ સાથે જ જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતની જાણ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું ઇ લોકાર્પણ જુનાગઢ ખાતે આવેલ રોપવે એક અનોખુ આકર્ષણ ધરાવે છે. એશિયાના સૌથી લાંબો અને ઊંચાઈ ધરાવતો ગીરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 24 ઓક્ટોબર, 2020ના રોજ કર્યું હતું. આ રોપવે પર ઓનલાઈન…

રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ સરકારે જાહેર કર્યા ટેકાના ભાવ, જાણો વિગત

ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026-27 માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 4 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. 600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 160 પ્રતિ ક્વિ., ચણામાં રૂ. 225 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. 250 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે. રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા…

ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સત્તાવાર જાહેર, જાણો આ નેતાની રાજકીય કારકિર્દી

જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપની કમાન સંભાળશે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે આજે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માનું નામ જાહેર થયું છે. જગદીશ વિશ્વકર્માની રાજકીય કારકિર્દીની વાત કરવામાં આવે તો વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને તે સરકાર અને સંગઠન પર મજબૂત પકડ ધરાવે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા વડાપ્રધાન મોદીની ગૂડબૂકમાં પણ નામ ધરાવે છે. જગદીશ વિશ્વકર્મા હાલ અમદાવાદની નિકોલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. અ સાથે જ તે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે સેવા આપે છે. આ સાથે જ જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ તરીકે પણ સેવા આપી છે. જગદીશ વિશ્વકર્માના જો વ્યવસાયની વાત કારવમાં આવે તો તે ટેક્સટાઈલ મશીનરી…