રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ સરકારે જાહેર કર્યા ટેકાના ભાવ, જાણો વિગત

ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026-27 માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ 4 થી 10 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જેમાં સૌથી વધુ કસુંબીના ભાવમાં રૂ. 600 પ્રતિ ક્વિન્ટલ, જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. 160 પ્રતિ ક્વિ., ચણામાં રૂ. 225 પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. 250 પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુંબી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે. આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે.

ગતવર્ષની સરખામણીએ કરવામાં આવ્યો ભાવ વધારો
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે. વર્ષ 2026-27માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. 2585 પ્રતિ ક્વિ. (રૂ. 517 પ્રતિ મણ), જવ માટે રૂ. 2150 પ્રતિ ક્વિ. (રૂ. 430 પ્રતિ મણ), ચણા માટે રૂ. 5875 પ્રતિ ક્વિ. (રૂ. 1175 પ્રતિ મણ), મસૂર માટે રૂ. 7000 પ્રતિ ક્વિ. (રૂ. 1400 પ્રતિ મણ), રાયડા માટે રૂ. 6200 પ્રતિ ક્વિ. (રૂ. 1240 પ્રતિ મણ) અને કસુંબી માટે રૂ. 6540 પ્રતિ ક્વિ. (રૂ. 1308 પ્રતિ મણ) ભાવ જાહેર કરવામાં આવ્યો છે.આમ, વર્ષ ૨૦૨૪-૨૫ની સરખામણીએ વર્ષ 2025-26માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. 160 થી રૂ. 600 પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ… Severe Commuter Frustration 2026

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ, બસ સ્ટેન્ડ રોડ પર શટલ રિક્ષાઓનો અડિંગો; તંત્રની કામગીરી સામે સવાલો Halvad: મોરબી જિલ્લાના Halvad શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને ખાસ કરીને સરા નાકા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ બસ સ્ટેન્ડ રોડ પર હાઇસ્કૂલ નજીક ધાંગધ્રા તરફ જતી શટલ રિક્ષાઓ રોડ પર જ ઉભી રાખવામાં આવતી હોવાના કારણે પણ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે Halvad શહેરમાં ટ્રાફિક જવાનોની હાજરી હોવા છતાં રોડ ઉપર બેફામ પાર્કિંગ અને નિયમોના ભંગ સામે અપેક્ષા મુજબની અસરકારક કાર્યવાહી થતી નથી.…

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન… Divine Spiritual Convergence 2026

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન: ભક્તિમય બન્યું સમગ્ર કેમ્પસ, નર્મદા આરતીની ઓરકેસ્ટ્રા ટીમે સંગીતના સૂર રેલાવ્યા Nursing : એકતાનગર (કેવડિયા), નર્મદા, 16 સપ્ટેમ્બર 2026: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની એટલે કે એકતાનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજના કેમ્પસમાં સુંદરકાંડના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે યોજાયેલા આ સુંદરકાંડ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલેન્સના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *