કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુરુવારે ગુજરાતમાં! : મંત્રીમંડળના વિસ્તરણ પહેલા રાજકીય ગરમાવો
ગુજરાતમાં આગામી દિવસોમાં મંત્રીમંડળમાં શક્ય ફેરફારને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. આ ચર્ચાઓ વચ્ચે હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ આવતીકાલે 16 ઓક્ટોબરના રોજ સાંજે અમદાવાદ આવી રહ્યા છે. તેમનું આગમન રાજ્યમાં મહત્વપૂર્ણ રાજકીય નિર્ણયોની શરૂઆત તરીકે જોવામાં આવી રહ્યું છે. સાંજનો કાર્યક્રમ: – અમિત શાહનું આગમન અમદાવાદ એરપોર્ટ પર થવાની શક્યતા છે – ત્યાંથી તેઓ સીધા તેમના નિવાસસ્થાન પર જશે – શુક્રવાર, 17 ઓક્ટોબરના રોજ મંત્રીમંડળના વિસ્તરણ અંગે નિર્ણાયક યોજનાઓ આગળ વધી શકે મહત્વપૂર્ણ રાજકીય આગમનો: આજ મોડી રાતે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનીલ બંસલ ગુજરાત પહોંચશે. ગુરુવારે એટલે કે 16 ઓક્ટોબરે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડા પણ ગુજરાત આવશે. ભાજપના ટોપ લીડરોના આગમનથી રાજ્યના રાજકારણમાં નવી ચહલપહલ…
સુરતના પુણા ગોડાદરા રોડ પર ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
સુરત શહેરમાં આજે એક ગંભીર ઘટના બની છે જ્યાં પુણા ગોડાદરા રોડ પર આવેલા ગાદલાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી છે. ઘટનાની ગંભીરતા ને જોતા ફાયર વિભાગે “મેજર કોલ” જાહેર કર્યો છે અને 15થી વધુ ફાયર ફાઈટિંગ ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. આગનું વિકરાળ સ્વરૂપ અને તાત્કાલિક પ્રતિસાદ પ્રાથમિક માહિતી મુજબ ગોડાદરાની નજીક આવેલા એક મોટા ગોદામમાં અચાનક આગ લાગવાની જાણ થતા જ ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈ કામગીરી શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે દૂરથી જ ધુમાડાના ગોટેગોટા આકાશમાં જોવા મળતા હતા અને આખા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ઝડપી કાર્યવાહી ફાયર વિભાગના સૂત્રો મુજબ, ઘટના ગંભીર હોવાને પગલે તાત્કાલિક મેજર કોલ જાહેર કરીને નિકટવર્તી ફાયર સ્ટેશનોની મદદ લઈ વધુ ટીમોને…
દિવાળીમાં અન્નથી ઘર ઘર થશે ઉજાસ: 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોને અનાજ, શ્રીઅન્ન, ખાંડ અને ખાદ્યતેલનું વિતરણ શરૂ
દિવાળીના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના કરોડો નાગરિકોને ખુશીની ભેટરૂપે મફત અનાજ અને રાશન સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (N.F.S.A.-2013) હેઠળ આવતા 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના આશરે 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી-જુવાર (શ્રીઅન્ન) સહિત અન્ય પોષક ખાદ્યપદાર્થો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. રાજ્યભરના 17,000થી વધુ વાજબી ભાવની દુકાનોએ આ વિતરણ કામગીરી આરંભી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ રાજ્ય સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લઈ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો સુધી પોષણયુક્ત ભોજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિતરણના મુખ્ય ઘટકો: 1. અનાજ વિતરણ (વિનામૂલ્યે): અંત્યોદય અન્ન યોજના (A.A.Y.): પ્રતિ રેશનકાર્ડ 35 કિલો અનાજ અગ્રતા ધરાવતા કુટુંબો (P.H.H.): વ્યક્તિદીઠ 5 કિલો અનાજ 2. શ્રીઅન્ન (મિલેટ્સ) વિતરણ: બાજરી…
અમદાવાદઃ અડાલજમાં પત્રકારનું ધોળા દિવસે અપહરણ, સમગ્ર પ્રદેશમાં ચકચાર
અડાલજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજે મધ્યાહ્ન સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ટીવી ન્યૂઝ ચેનલના પત્રકારનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પત્રકારિતાના સુરક્ષા પ્રશ્નો ફરી ઉઠી રહ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર, અજાણ્યા ચાર શખ્સો એક સફેદ રંગની થાર ગાડીમાં આવેલા હતા. તેમણે પત્રકારને રસ્તા પરથી જ જબરદસ્તી ગાડીમાં બેસાડી અને અજાણી દિશામાં લઈ ગયા. ઘટનાની જાણ થતાં જ અડાલજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની પૃષ્ઠભૂમિ અને તપાસની દિશા પત્રકારનું અપહરણ કઈ બાબતને લઈ થયું છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું. એવું માનવામાં આવી રહ્યું છે કે પત્રકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં લોકલ…
ગુજરાતમાં દિવાળી પહેલા જ થશે મંત્રીમંડળનું વિસ્તરણ? જાણો કોને લાગી શકે છે લોટરી અને કોને મુકાશે પડતાં
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના મંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડયું છે. આ દરમિયાન ગુજરાતમાં રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. આ દરમિયાન આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટ બેઠક મળી શકે છે. આ સાથે જ એવી ચર્ચાઓએ જોર પકડયું છે કે શુકવારે ગુજરાતમાં મંત્રીમંડળમાં ફેરફાર થાય તેવા એંધાણ છે. ગુજરાતમાં મંત્રી મંડળ વિસ્તરણને લઇ સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભુપેન્દ્ર પટેલની કેબિનેટ આવતીકાલે મળી શકે છે. આ સાથે જ મંત્રીમંડળની વિસ્તરરણ શુક્રવારે સવારે થાય તેવી સંભાવના છે. રાજયપાલનો શુક્રવારનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આવતીકાલે રાજયપાલ દિલ્હીથી ગુજરાત આવશે. આ નેતાઓને મળી શકે છે મંત્રીમંડળમાં સ્થાન અમિત ઠાકર મહેશ કસવાળા / કૌશિક વેકરીયા જીતુ વાઘાણી રિવાબા જાડેજા જયેશ રાદડિયા ઉદય કાંગડ સંજય કોરડીયા પ્રધયુમન વાજા અર્જુન…
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ: આરોપી મનસુખ સાગઠિયાને જામીન, જન્મદિન જેલની બહાર ઉજવશે
રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ કેસમાં મહત્વપૂર્ણ વિકાસ સામે આવ્યો છે. આ કેસના મુખ્ય આરોપીઓમાંના એક અને તત્કાલીન ટાઉન પ્લાનિંગ ઓફિસર (TPO) મનસુખ સાગઠિયાને ખોટી મિનિટ્સ બુક બનાવવાના કેસમાં જામીન મળી ગયા છે. રાજકોટ સેશન્સ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે. આ શું કેસ છે? 2024ના મે મહિનામાં રાજકોટના TRP ગેમઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા. ત્યાર બાદ મનસુખ સાગઠિયા સહિત કુલ 15 લોકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ થઈ હતી. તેમની સામે ત્રણ અલગ અલગ કેસ દાખલ થયા હતા. જેમાંથી હવે ત્રીજા કેસમાં પણ તેમને જામીન મળ્યા છે. બીજી તપાસ ચાલુ હાલમાં મનસુખ સાગઠિયા સામે બેનામી સંપત્તિ કેસ ચાલી રહ્યો છે. જો આ મામલે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) તરફથી કોઈ વાંધો ન ઊઠાવવામાં આવે,…
મહેસાણામાં પ્રેમ લગ્નની અદાવતના કેસમાં 3 આરોપીઓને આજીવન કેદ
મહેસાણા જિલ્લામાં વર્ષ 2019માં પ્રેમલગ્નની અદાવતમાં યુવકનું અપહરણ કરીને તેને માર મારવાની ઘટનાને લઈ ચુકાદો આપ્યો છે. મહેસાણાની એડિશનલ સેશન કોર્ટે આ ગંભીર ગુનામાં ત્રણ આરોપીઓને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં પટેલ ગોવિંદ, પટેલ સંજય અને પટેલ સમીર નામના આરોપીઓએ યુવાન સાથે જુનાવટ રાખીને તેને અપહરણ કરી શારીરિક હિંસા કરી હતી. કોર્ટમાં પૂરાવાઓના આધારે ત્રણેય આરોપીઓને કાયદેસર દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે ચોથી વ્યક્તિને પુરાવાની અછતના કારણે નિર્દોષ ઠેરવવામાં આવ્યો છે. આ ચુકાદો બતાવે છે કે કોર્ટ કોઈપણ પ્રકારની વ્યક્તિગત અદાવતના ગુનાઓ સામે કડક વલણ રાખે છે અને દોષિતોને યોગ્ય સજા આપવાનો સદાય પ્રયત્ન કરે છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW…
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે રાજ્યવ્યાપી દરોડા, ₹41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનો કરાયો નાશ
ગુજરાતમાં દિવાળીની ઉજવણી પહેલા નાગરિકોને શુદ્ધ, સુરક્ષિત અને ભેળસેળમુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તે માટે Food and Drugs Control Administration (FDCA) દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી. 13 સ્થળોએ દરોડા: 41 લાખના ખોરાકનો નાશ તારીખ 3થી 11 ઓક્ટોબર 2025 વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 13 દરોડા પાડવામાં આવ્યા. આ દરોડાઓ દરમિયાન અંદાજે ₹41 લાખના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. – કુલ જપ્ત ખાદ્ય પદાર્થો: 8,684 કિલો – નાશ કરાયેલો અખાદ્ય જથ્થો: 2,861 કિલો – જથ્થાની અંદાજિત કિંમત: ₹41 લાખ – અખાદ્ય ચીજ વસ્તુઓ સામે કડક કાર્યવાહી FDCAના અધિકારીઓએ જણાવ્યું કે સરકાર નાગરિકોના આરોગ્ય માટે પ્રતિબદ્ધ છે અને તહેવારોમાં ખોરાકમાં ભેળસેળ કરનારા પર કડક પગલાં લેશે. તહેવાર દરમિયાન: – મીઠાઈ, નમકીન અને…
Arvalli : મઉટાડા ખાતે કરવામાં આવી વિકાસ સપ્તાહની ઉજવણી, આ આગેવાનો રહ્યા હાજર
શરીફ મન્સૂરી, અરવલ્લી/ : મઉટાડા ગામે ભિલોડા તાલુકાના વિકાસ સપ્તાહની ઉજવણી મુખ્ય અતથિગણોની ઉપસ્થિતિમાં આદરપૂર્વક કરવામાં આવી. આ કાર્યક્રમમાં ભિલોડા મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ભિલોડા ભાજપ સંગઠન પ્રમુખ મનોજભાઈ પટેલ, જીલ્લા સંગઠન ઉપપ્રમુખ રાજુભાઇ નિનામા, આદીજાતી મોરચા મહામંત્રી ડો. રાકેશભાઇ, તાલુકા સદસ્ય શ્યામભાઇ પરમાર, અમરતભાઇ બારોટ, સરપંચ અને ગામજનો સહિત વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા. વિશ્વસનીય કામગીરી અને વિકાસના દરેક ક્ષેત્રે પ્રગતિ દર્શાવતી આ ઉજવણીમાં વિવિધ સુવિધાઓનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવાના ઉપરાંત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જે પર્યાવરણના સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલૂં છે. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram: bindia.in
















