નવવર્ષ 2083: ઘર-પરિવારમાં ખુશહાલી લાવવાના સરળ ઉપાય, જાણો શું કરવું શુભ
આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ છે. આજથી હિંદુ નવવર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વિક్రమ સંવત 2083 છે, જે 07 એપ્રિલ 2027 સુધી ચાલશે. આજ મહારાષ્ટ્રમાં ગુડી પડવા અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ઉગાડીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસથી જ બ્રહ્માજીએ સૃષ્ટિની રચના શરૂ કરી હતી. આજથી માતા દુર્ગાને સમર્પિત નવરાત્રિ પણ શરૂ થઈ ગઈ છે. નવવર્ષના દિવસે પૂજા-પાઠ કરવાથી આખા વર્ષ દરમિયાન ભગવાનની કૃપા રહે છે એવી માન્યતા છે. સાથે જ કેટલાક શુભ કાર્યો પણ કરવા જોઈએ જેથી આખું વર્ષ સુખ-સમૃદ્ધિ રહે. હિંદુ નવવર્ષ પર કરવાના શુભ કામ નવવર્ષના દિવસે ઘરના મુખ્ય દ્વાર પર હળદર અને રોળીથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને દીવો પ્રગટાવો. આથી માતા લક્ષ્મીનું આગમન થાય છે. આમના…
ચૈત્ર નવરાત્રી 2026 : પ્રથમ દિવસ: માં શૈલપુત્રી પૂજા વિધિ, ઘટસ્થાપના અને મહત્વ
19 માર્ચ, ગુરુવારથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘરો અને મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ જ દિવસે ઘટસ્થાપના એટલે કે કલશ સ્થાપનાનું શુભ કાર્ય કરવામાં આવે છે. માન્યતા મુજબ, કલશ સ્થાપના સાથે જ માતા દુર્ગાનું ઘરમાં આગમન થાય છે અને નવ દિવસ સુધી તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રીનો પ્રથમ દિવસ મા શૈલપુત્રીને સમર્પિત છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા શૈલપુત્રી પર્વતરાજપુત્ર હિમાલયની પુત્રી છે, તેથી તેમને શૈલપુત્રી કહેવામાં આવે છે. તેમનો સ્વભાવ અત્યંત શાંત અને દિવ્ય માનવામાં આવે છે. તેમનું વાહન વૃષભ (બળદ) છે. માતાના એક હાથમાં ત્રિશૂલ અને બીજા હાથમાં કમળનું ફૂલ હોય છે. ભક્તો આ દિવસે સંપૂર્ણ વિધિ-વિધાન સાથે માતાની પૂજા કરે છે અને સુખ, શાંતિ અને…
બનાસકાંઠાનાં ઉણ ગામમાં સામુહિક અથડામણ: ગાડીઓ તૂટી, પોલીસને ટીયર ગેસ છોડવો પડ્યો
બનાસકાંઠાના ઉણ ગામે આજે રણમેદાન જેવી સ્થિતિ સર્જાઈ છે. રાધનપુરના સિનાડ ગામની સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નના વિવાદે આજે ચૌધરી અને રબારી સમાજ વચ્ચે ભયાનક અથડામણ ફાટી નીકળી. ઇસમસામે લાકડીઓ અને હથિયારો સાથે સામસામે આવતાં 20થી 25 જેટલી કારના કાચ તૂટી ગયા. ગેરસમજથી ભારે તણાવ ઉણ ગામમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાતા વાવ, થરાદ અને બનાસકાંઠા પોલીસના કાફલાએ સ્થળ પર દોડી આવી. પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, “પ્રેમ લગ્ન મુદ્દે ભાભરમાં બેઠક યોજાઇ હતી, જે બાદ 30 ટકા લોકો જેઓ આગેવાન નથી, સીધા ગાડીઓ લઈને ઊણ ગામ પહોંચ્યા હતા.” લાઠીચાર્જ અને ટીયર ગેસ વડોદરા મામલાને કાબૂમાં લેવા પોલીસએ ટીયર ગેસ છોડ્યું અને લાઠીચાર્જ પણ કર્યો. લોકોએ થરા-ભાભર હાઈવે બ્લોક કરવાથી લાંબો ટ્રાફિક જામ થયો હતો. ચૌધરી સમાજનું…
અમદાવાદ સહિત રાજ્યની 16 મહાનગરપાલિકાઓમાં ‘મિલેટ મહોત્સવ અને ફાર્મર માર્કેટ-2026’નું ભવ્ય આયોજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતના કૃષિ વિભાગ હસ્તકના ગુજરાત એગ્રી ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા આગામી તા. 21 અને 22 માર્ચના રોજ રાજ્યવ્યાપી “મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-૨૦૨૬”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મિલેટ મહોત્સવ અંગે થયેલી ચર્ચા અંગે વિગતો આપતા રાજ્યના પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘શ્રી અન્ન’ અભિયાનને વેગ આપીને તેમના વિઝનને સાકાર કરવાના ઉમદા હેતુ સાથે “ધરતીનું સોનું — શ્રી અન્ન અપનાઓ, સ્વસ્થ જીવન પાઓ”ના સૂત્ર હેઠળ આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય કક્ષાનો મુખ્ય મિલેટ મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે, જેની સાથે જ રાજ્યની અન્ય સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢ, નવસારી,…
ખેડૂતો પર આફતના વાદળ: અમરેલી–જામનગરમાં કરા સાથે કમોસમી વરસાદ, આગામી 3 દિવસ ભારે આગાહી
ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. 18 માર્ચથી રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી અને જામનગર જિલ્લામાં વરસાદી ઝાપટાં તથા કરા વરસતા પાકોને નુકસાનની ભીતિ વધતી જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના વડિયા અને બગસરા પંથકમાં અચાનક વાતાવરણ બદલાતા કમોસમી વરસાદ પડ્યો હતો. બગસરાના શાપર, સુડાવડ તેમજ વડિયા, મોરવાડા, બાંટવા દેવળી સહિતના ગામોમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા. અનેક વિસ્તારોમાં ખેડૂતો તૈયાર પાક કાપવાની તૈયારીમાં હતા, ત્યારે આ વરસાદે તેમની ચિંતા વધારી દીધી છે. બીજી તરફ જામનગર જિલ્લામાં પણ સમી સાંજે કરા સાથે વરસાદ વરસ્યો હતો. લાલપુર તાલુકાના બબરઝર, ટેભડા અને ખાયડી ગામોમાં કરા પડતા ચણા, ધાણા અને જીરાં જેવા પાકોને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી…
દ કેરલા સ્ટોરી- 2 નો મ્યુઝિકલ સરપ્રાઇઝ – દુર્ગા પૂજાની એક જ રાતમાં તૈયાર થયું ‘ઘૂમરગીત ’
ફિલ્મ The Kerala Story -2 ના લોકપ્રિય બનતા ગીત ‘ઘૂમર’ પાછળનો અવાજ એટલે ગીતકાર સાહિલ સુલતાનપુરી. આ દિવસોમાં તેઓ પોતાના સર્જન અને ફિલ્મને લઈને થયેલા વિવાદો વચ્ચે ચર્ચાના કેન્દ્રમાં છે. એક ખાસ વાતચીતમાં સાહિલ સુલતાનપુરી એ જણાવ્યું કે ‘ઘૂમર’ ગીત તેમણે દુર્ગા પૂજા દરમિયાન માત્ર એક જ રાતમાં લખ્યું હતું. તેઓ કહે છે કે આ ગીત લખતી વખતે તેમની સામે માત્ર શબ્દો નહીં પરંતુ મા ભવાનીની ભક્તિ, રાજસ્થાની લોકસંસ્કૃતિ અને ભારતીય પરંપરાની ઝાંખી જીવંત થઈ ગઈ હતી. સાહિલના શબ્દોમાં, “જ્યારે ગીતમાં સંસ્કૃતિ અને આસ્થા જોડાયેલી હોય ત્યારે લેખક તરીકે જવાબદારી પણ વધી જાય છે. ‘ઘૂમર’ લખતી વખતે મને લાગ્યું કે હું માત્ર ગીત નહીં, પરંતુ એક પરંપરાની ભાવના વ્યક્ત કરી રહ્યો છું.” ફિલ્મને લઈને ઊઠેલા વિવાદો…
ગાંધીનગર વિધાનસભા સત્ર: ભાજપે ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો, 3 દિવસમાં મહત્વના બિલો રજૂ થશે
ગાંધીનગરમાં યોજાનાર રાજ્ય વિધાનસભા સત્રને ધ્યાનમાં રાખીને ભાજપે પોતાના ધારાસભ્યો માટે વ્હીપ જાહેર કર્યો છે. પાર્ટી દ્વારા તમામ ધારાસભ્યોને આગામી ત્રણ દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે. મહત્વના બિલો રજૂ થશે માહિતી અનુસાર, 23, 24 અને 25 માર્ચ દરમિયાન વિધાનસભામાં અનેક મહત્વપૂર્ણ બિલો ચર્ચા અને મંજૂરી માટે રજૂ થવાના છે. તેમાં UCC વિધેયક અને અશાંતધારા સંબંધિત મુદ્દાઓ સહિતના અગત્યના કાયદા સામેલ છે. વ્હીપ જાહેર કરવાનો મુખ્ય હેતુ ભાજપે વ્હીપ જાહેર કરીને પોતાના તમામ ધારાસભ્યોની હાજરી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કર્યો છે, જેથી વિધાનસભામાં રજૂ થનારા મહત્વના બિલો સરળતાથી પસાર થઈ શકે. આ સત્ર દરમિયાન રાજ્યના રાજકારણમાં ગરમાવો વધવાની શક્યતા છે અને વિપક્ષ તરફથી પણ આ મુદ્દાઓ પર જોરદાર ચર્ચા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી…
ગુજરાત સરકારનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર, 2 લાખથી વધુ સરકારી નોકરીઓ મળશે
ગુજરાત સરકારે રોજગારી ક્ષેત્રે મોટું પગલું ભરતા 10 વર્ષીય ભરતી કેલેન્ડર (2024-2033) જાહેર કર્યું છે. આ યોજના હેઠળ રાજ્યના વિવિધ વિભાગોમાં 2 લાખથી વધુ સરકારી ભરતી કરવામાં આવશે, જેના કારણે યુવાનો માટે રોજગારીની મોટી તકો ઉભી થશે. વિધાનસભામાં સામાન્ય વહીવટ વિભાગની અંદાજપત્રીય માગણીઓ પર ચર્ચા દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે રાજ્ય સરકાર ‘સુશાસન, સેવા, સંકલ્પ અને સમર્પણ’ના મંત્ર સાથે કાર્ય કરી રહી છે. GYAN આધારિત બજેટ પર ભાર વર્ષ 2026-27ના બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. UPSC તાલીમ માટે ખાસ આયોજન રાજ્યના યુવાનોને રાષ્ટ્રીય સ્તરે આગળ લાવવા માટે SPIPA દ્વારા UPSC તાલીમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને મહેસાણા ખાતે 635 ઉમેદવારો…
પાટણમાં હુમલાખોરો સામે પોલીસ પાછી ખસી, 8 પોલીસકર્મીઓને કરાયા સસ્પેન્ડ
ગુજરાતના પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતાજનક ઘટના સામે આવી છે. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામમાં 15 માર્ચની રાત્રે 15થી 20 જેટલા શખ્સોએ ફાર્મ હાઉસ પર હુમલો કરતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનામાં પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ, રામાપીર મંદિર માટે ફાળો એકત્રિત કરવા મુદ્દે થયેલા વિવાદ બાદ આ હુમલો કરવામાં આવ્યો હતો. મધરાત્રિ નજીક 11:45 વાગ્યે અનેક વાહનોમાં આવેલા હુમલાખોરોએ ફાર્મ હાઉસમાં ઘૂસી તોડફોડ મચાવી અને ધમકીઓ આપી. હુમલાખોરો ધારીયા, તલવાર અને લાકડીઓ જેવા હથિયારો સાથે આવ્યા હતા અને ગેટ, દીવાલો તેમજ ધાર્મિક ચિત્રોને નુકસાન પહોંચાડ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેના આધારે કેટલાક આરોપીઓની ઓળખ પણ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની…
ગુજરાતમાં LPG અને કેરોસીન વિતરણની નવી ગાઇડલાઇન: કોમર્શિયલ અને ઘરેલુ વપરાશ માટે ફાળવણી જાણો
ગુજરાત સરકાર ઘરેલું અને કોમર્શિયલ હેતુ માટે ગેસનો પુરવઠો સુચારૂ રીતે જળવાઈ રહે તે માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. રાજ્યમાં ઘરેલું LPG સિલિન્ડર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, પરંતુ કોમર્શિયલ વપરાશ માટે ચોક્કસ મર્યાદા અને પ્રાથમિકતાઓ નક્કી કરવામાં આવી છે. LPG વિતરણ માટે નવી ફાળવણી પ્રણાલી: હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ: 100% જથ્થો. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ, એરલાઇન/રેલવે કેન્ટીન: 70% જથ્થો. હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા, કોર્પોરેટ કેન્ટીન, ફૂડ પ્રોસેસિંગ એકમો: 10% જથ્થો. છેલ્લા 1 વર્ષથી કાર્યરત અને ભોજન આપતી સંસ્થાઓ: છેલ્લા 6 મહિનાના વપરાશના આધારે 10% જથ્થો. LPGને PNGમાં કન્વર્ટ કરવાની પ્રાથમિકતા: જેઓ LPG સાથે PNG કનેક્શન ધરાવે છે, તેઓ બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરશે. PNG માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કેરોસિન વિતરણ: રાજ્યના…
















