ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણીનો કાર્યક્રમ થયો જાહેર: 23 એપ્રિલે મતદાન, 4 મેના રોજ મતગણતરી

આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણીનો કાર્યક્રમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે. ગોવિંદ પરમારના નિધન બાદ ખાલી પડેલી આ બેઠક માટે મતદાન આગામી 23 એપ્રિલે યોજાશે, જ્યારે 4 મેના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા 6 મે સુધી પૂર્ણ કરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ મુજબ 30 માર્ચે ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારો માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ 6 એપ્રિલ રહેશે. ત્યારબાદ 7 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ઉમેદવારો 9 એપ્રિલ સુધી પોતાની ઉમેદવારી પરત ખેંચી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે માહિતી આપતાં જણાવ્યું કે, ઉમરેઠ વિધાનસભાની અંતિમ મતદાર યાદી 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવી હતી. આ યાદી મુજબ કુલ 2,42,836 મતદારો નોંધાયેલા છે, જેમાં 1,05,990 પુરુષ મતદારો…

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અસર, 18થી 20 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવથી 18થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હળવો થી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. કેટલીક જગ્યાઓ પર પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની વિગતો: – 18 માર્ચ: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ જોવા મળશે, જેમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છનો સમાવેશ થાય છે. – 19 માર્ચ: ઉત્તર ગુજરાત (બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ) અને દમણ-દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ…

ગુજરાતમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ: LPG બફર સ્ટોકમાં વધારો અને PNG ને પ્રાથમિકતા

ગાંધીનગર: રાજ્યમાં ઈંધણના પુરવઠાને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સરકાર દ્વારા મહત્વની સ્પષ્ટતા કરવામાં આવી છે. વર્ષ 2026-27ના અંદાજપત્ર અંતર્ગત આયોજિત પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં ઘરેલુ અને કોમર્શિયલ વપરાશ માટે PNG (Piped Natural Gas) અને LPG નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. મુખ્ય હાઈલાઈટ્સ: બફર સ્ટોકમાં વધારો: ઘરેલુ LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો થઈ રહ્યો છે. PNG ને પ્રાથમિકતા: જે ગ્રાહકો LPG અને PNG બંને કનેક્શન ધરાવે છે, તેમણે આગામી બુધવાર સુધીમાં પોતાનું LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે. કેરોસીન વિતરણ: ગ્રામ્ય વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા તરીકે દરેક જિલ્લાને 36,000 લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. સરકારનું વિઝન: “અંત્યોદયથી સર્વોદય” અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને રાજ્ય મંત્રી શ્રી પી.સી.બરંડાએ જણાવ્યું હતું કે,…

રાજ્યમાં બટાકાના ભાવમાં ધરખમ ઘટાડો, ખેડૂતોની સરકારને રાહત પેકેજની માંગ

રાજ્યમાં બટાકાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં ફસાયા છે. બજારમાં બટાકાના ભાવ તળિયે પહોંચતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. હાલની સ્થિતિ મુજબ બટાકાના ભાવમાં 60%થી વધુ ઘટાડો નોંધાયો છે, જેના કારણે ઉત્પાદન ખર્ચ પણ પૂરો નથી થતો અને ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે બટાકાના ભાવ પ્રતિ મણ 250 થી 450 રૂપિયાનું હતું, જ્યારે આ વર્ષે એ જ બટાકા માટે માત્ર 80 થી 150 રૂપિયાનું ભાવ મળતો જોવા મળે છે. ભાવમાં આ મોટો ઘટાડો ખેડૂતો માટે બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢવા પણ મુશ્કેલ બની રહ્યો છે. વિશેષ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાંના ખેડૂતો પણ ભાવ ઘટતા પરેશાન થયા છે. બજારમાં બટાકાનું ઉત્પાદન…

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી: ખેડૂતો માટે મહત્વની તારીખો જાહેર

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. તાપમાનમાં સતત વધારો થતાં લોકો ગરમીથી પરેશાન થઈ રહ્યા છે. આ દરમિયાન હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરતા ખેડૂતો અને નાગરિકોમાં ચિંતા વધી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર પશ્ચિમ વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ની અસરને કારણે વાતાવરણમાં અસ્થિરતા સર્જાઈ છે. જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. આગાહી મુજબ 18 માર્ચે કચ્છ, દ્વારકા અને મોરબી જિલ્લામાં વરસાદ પડી શકે છે. ત્યારબાદ 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. જ્યારે 20 માર્ચે ગીર સોમનાથ, દીવ,…

ગુજરાતમાં LPG ગેસની અછત અંગે અફવાઓ ખોટી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યમાં LPG ગેસની અછત અંગે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલમાં ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે લોકોને ગેરસમજ કે અફવાઓના આધારે ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ ગેસની અછત અંગે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં અનાવશ્યક પેનિક સર્જાઈ રહ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખે અને શાંતિ જાળવે. તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય પાસે LPG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ઘરેબેઠા ગેસ સિલિન્ડર મળી રહેશે. ગેસ સપ્લાયમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સરકાર અને સંબંધિત વિભાગો સતત દેખરેખ રાખી…

ગુજરાત : હોટેલ, રેસ્ટોરન્ટ અને શૈક્ષણિક સંસ્થાઓને તાત્કાલિક ગેસ કનેક્શન આપવાનો મુખ્યમંત્રીનો આદેશ

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં રાજ્યમાં પીએનજી ગેસ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની હાલની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો કે રાજ્યના એવા વિસ્તારોમાં જ્યાં સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન માટેનું પાઈપલાઈન નેટવર્ક ઉપલબ્ધ છે, ત્યાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ, શૈક્ષણિક અને સામાજિક-ધાર્મિક સંસ્થાઓ દ્વારા પીએનજી કનેક્શન માટેની માગણી કરવામાં આવે તો તેમને તાત્કાલ કનેક્શન આપવામાં આવશે. બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષામાં જણાવાયું કે રાજ્યમાં પીએનજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરોએ ઘરોમાં પાઈપલાઇન મારફતે ગેસ સરળતાથી મેળવી રહ્યો છે. મુખ્‍य સચિવ એમ.કે. દાસ, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, અન્ન નાગરિક પુરવઠા અધિક મુખ્ય સચિવ મોના ખંધાર, ઊર્જા અને…

દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન આપવાનાં નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે માર્ગ સુધારણા માટે રૂ. 1,185 કરોડ મંજૂર કર્યા

ગાંધીનગર: ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ. 1,185 કરોડનાં કામોને મંજુરી આપી છે. આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (SER) ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો છે અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જોડવાનો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંજૂર કરેલા આ પ્રોજેક્ટોમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં કુલ 383 કિમીને આવરી લેતા 24 કામોનો સમાવેશ થાય છે. આ પગલું લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. ભારત સરકાર દ્વારા સુરત ઇકોનોમિક રિજિયન (SER)ને વિશ્વનાં નકશા પર મૂકવા માટે એક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને બરોબર 17 મહિના પહેલા આ માસ્ટર પ્લાનનો…

આગામી તા. 30 એપ્રિલ સુધી જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી સિંચાઇ માટે પાણી ચાલુ રાખવામાં આવશે- જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ

રાજ્યના ખેડૂતોના હિતમાં રવિ સિઝનમાં સિંચાઇ માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ‌ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આગામી તા.30 એપ્રિલ 2026 સુધી સિંચાઇ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાંથી પાણી ચાલુ રાખવામાં આવશે તેમ, જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું. મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યમાં ગત ચોમાસું સમય કરતાં વહેલું શરૂ થવાની સાથે મોડું પૂર્ણ થયું હતું. ઉપરાંત પાછોતરા કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો હતો. વળી ચોમાસુ લંબાવવાના કારણે રવિ સીઝનની વાવણી મોડી થઈ શકી હતી. જેથી આ વર્ષે રવિ સીઝનની પાકની લળણીમાં પણ વાર થવાની શકયતાઓ છે. સામાન્યત: રવિ સીઝન માટે જે તે વર્ષના ફેબ્રુઆરી માસના અંત સુધીમાં જળ સંપત્તિ હેઠળની કેનાલમાં સિંચાઇ માટે પાણી આપવામાં આવે…

‘લવ જિહાદ’માં ફસાઈ મોનાલિસા? મેનેજરે કર્યો સોદો – ડિરેક્ટરના નિવેદનથી મચ્યો વિવાદ

પ્રયાગરાજ મહાકુંભ દરમિયાન વાયરલ થઈ લોકપ્રિય બનેલી યુવતી મોનાલિસાના લગ્નને લઈને દેશભરમાં ભારે ચર્ચા અને વિવાદ ઊભો થયો છે. મોનાલિસાએ પોતાના બોયફ્રેન્ડ ફરમાન ખાન સાથે પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કર્યા હોવાનું સામે આવ્યું છે. આ લગ્નને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારની અફવાઓ અને આરોપો ફેલાઈ રહ્યા છે. ફિલ્મ નિર્દેશક સનોજ મિશ્રાએ આ સમગ્ર ઘટનાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે મોનાલિસા ‘લવ જિહાદ’ના જાળમાં ફસાઈ ગઈ છે અને તેમના મેનેજરે તેનો “સોદો” કરી દીધો હોવાનો દાવો કર્યો છે. તેમના આ નિવેદન બાદ મામલો વધુ ગરમાયો છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. મોનાલિસાએ બીજી તરફ સ્પષ્ટતા કરી છે કે તેમણે પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા છે અને આ મામલો ‘લવ જિહાદ’ સાથે સંબંધિત નથી. તેમણે…