ગામડાનો વિકાસ હવે બનશે વધુ વેગવંતો, રાજ્ય સરકારે 15માં નાણા પંચના બીજા હપ્તા હેઠળ કરી આટલા કરોડની ફાળવણી

રાજ્યના ગ્રામિણ વિસ્તારોમાં વસતા નાગરિકોને પાયાની અને આવશ્યક સેવાઓ સતત અને સરળતાથી પ્રાપ્ત થતી રહે તે સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે 15મા નાણાપંચની ભલામણો મુજબ બીજા હપ્તા હેઠળ પંચાયતી રાજ સંસ્થાઓને કુલ રૂ.741.90 કરોડની માતબર રકમની ફાળવણી કરી છે.

પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એમ, 15માં નાણાપંચ હેઠળ આ વ્યાપક ફાળવણીનો મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવનધોરણમાં સુધારો લાવવાનો છે.

જાણો કેટલી થઈ ફાળવણી
આ કુલ ફાળવણીને પંચાયતી રાજના ત્રણેય સ્તરો વચ્ચે રેશિયો મુજબ વહેંચવામાં આવી છે. આ વહેંચણી મુજબ ગ્રામ પંચાયતોને 70 ટકા લેખે રૂ. 519.33 કરોડ, તાલુકા પંચાયતોને 20 ટકા લેખે રૂ. 148.38 કરોડ તથા જિલ્લા પંચાયતોને 10 ટકા લેખે રૂ. 74.19  કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ફાળવણીના આધારે સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં આશરે 45,000થી વધુ વિકાસ કામો હાથ ધરવામાં આવશે. આ કામોમાં પીવાના પાણીની સુવિધાઓ, સ્વચ્છતાના કાર્યોનો સમાવેશ કરવામાં આવશે.

મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે અને રાજ્યના ગ્રામીણ વિસ્તારના નાગરિકો સુધી જીવનજરૂરી તમામ સુવિધાઓ પહોંચાડવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. આ ભંડોળનો અસરકારક ઉપયોગ પંચાયતો દ્વારા થાય અને ગ્રામિણ સ્તરે સંતુલિત વિકાસ થાય તે દિશામાં સરકાર કામ કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, 15મા નાણાપંચ અંતર્ગત ગ્રામીણ વિકાસ માટે છેલ્લા એક વર્ષ દરમિયાન કુલ રૂ. 2619 કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. જેમાં ટાઇડ ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ. 829.50  કરોડ અને દ્વિતીય હપ્તા પેટે રૂ. 741.90 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

તેવી જ રીતે, અનટાઇડ ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ. 553 કરોડ અને દ્વિતીય હપ્તા પેટે રૂ. 494.60 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્ય સરકારના આ પગલાથી ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Sabarmatiની ‘10-કોટડી’માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, Prison Grip

Sabarmatiની ‘10-કોટડી’માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, 3-4 ગાર્ડ તૈનાત અમદાવાદની Sabarmati સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેલની ‘10-કોટડી’ તરીકે ઓળખાતી બેરેકમાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેની સુરક્ષા અને દેખરેખ માટે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. અહેવાલ મુજબ તેની સેલ આસપાસ 4થી 5 સેવાદારો અને 3થી 4 ગાર્ડ તૈનાત રહે છે.લૉરેન્સ બિશ્નોઈનું નામ દેશના અનેક હાઈ-પ્રોફાઇલ ગુનાકીય કેસોમાં ચર્ચામાં રહ્યું છે. જેના કારણે જેલમાં તેની સુરક્ષા અને અન્ય કેદીઓથી અલગ રાખવાની વ્યવસ્થાને લઈને પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. -> ‘10-કોટડી’માં સુરક્ષાની ખાસ વ્યવસ્થા : Sabarmati જેલની ‘10-કોટડી’માં લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો હોવાના અહેવાલ…

Bodeli News 2026: શિક્ષણ સાથે સંસ્કૃતિનો સંગમ.. Grand Farewell..

Bodeliની શિરોલાવાલા હાઈસ્કૂલમાં આન, બાન અને શાન સાથે ગણપતિ બાપ્પાને ભાવસભર વિદાય રિપોર્ટર ઇમરાન મન્સૂરી પાંચ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક ગણેશજીની પૂજા-આરાધના બાદ શાળા પરિસરમાં જ વિસર્જન; વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ગરબે ઘૂમી ઉજવ્યો ગણેશોત્સવ, ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું શાળા પરિસર Bodeli: Bodeli નગરની નામાંકિત શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે પાંચ દિવસ સુધી ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી શાળા પરિવાર દ્વારા સવાર-સાંજ પૂજા, આરાધના અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. પાંચમા દિવસે ગણપતિ બાપ્પાને આન, બાન અને શાન સાથે ભાવસભર વિદાય આપવામાં આવી હતી. વિસર્જન કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ, શિક્ષકો, શાળા સંચાલક મંડળના સભ્યો અને મહાનુભાવોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. શેઠ એચ.એચ. શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે ભાદરવા…