ઘરમાં પૈસા કેમ નથી ટકતા?

ઘરમાં પૈસા કેમ નથી ટકતા? વાસ્તુ અનુસાર આ 5 ભૂલો બની શકે છે કારણ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સારી કમાણી હોવા છતાં મહિનાના અંત સુધીમાં બચત થતી નથી. પૈસા આવે છે, પરંતુ લાંબા સમય સુધી ટકતા નથી. નાણાકીય આયોજન, ખર્ચ કરવાની ટેવ અને આવક જેવા પરિબળો ઉપરાંત કેટલાક લોકો વાસ્તુશાસ્ત્રને પણ મહત્વ આપે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં કેટલીક સામાન્ય ભૂલો સકારાત્મક ઊર્જાને અસર કરી શકે છે, જેનાથી આર્થિક સ્થિરતા પર પ્રતિકૂળ અસર પડે છે એવી માન્યતા છે. જો તમે પણ અનુભવતા હો કે ઘરમાં પૈસા ટકતા નથી, તો વાસ્તુ અનુસાર નીચે દર્શાવેલી બાબતો પર ધ્યાન આપવું યોગ્ય રહેશે. 1. મુખ્ય દરવાજા પાસે ગંદકી અથવા અવ્યવસ્થા વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દરવાજાને ઘરની ઊર્જાનું પ્રવેશદ્વાર માનવામાં આવે છે.…